આર્ટિકલ;જો હું પિતા હોઉ તો
હું પિતા હોવ તો...
આ વિષય બહુ અદભૂત છે,હું પિતા હોવ તો કલ્પના બહુ સરસ છે.જે જવાબદારીની બંધાયેલો,કામકાજથી વ્યસ્ત.સામાજિક જવાબદારીથી બંધાયેલો,બાળકના કહ્યા વગર સમજી જાય એ સાચો પિતા.બાળકની પડખે ઢાલ બની દુનિયા સામે લડનાર.બાળકોને ચહેરા પર હંમેશા કડકાઈ દેખાડી અને મનથી વાત્સલ્ય ધરાવતો હોવ.બાળકોને જીવનના તમામ નિર્ણય લેવાની સ્વતંત્રતા આપીશ,બાળકના ડગલે પગલે હું તેની સાથે હોઈશ..
ખાલી બાળકને જન્મ આપી દેવાથી જ પિતા બની જવાય છે તો આ વિચાર જ મુર્ખામીભર્યો છે.બાળકોની માવજત તેમના પ્રત્યેની ફરજો જવાબદારીઓ પણ હોય છે.બાળકોનો ઉછેર કંઈ સહેલી વાત પણ પોતાની રીતે હું તમામ પ્રયાસ કરીશ કે મારા બાળક પ્રત્યેની તમામ ફરજ અદા કરી શકું.
જે સમાજ શું કહેશે?આ સમાજ શું છે મને તો આજસુધી પલ્લે નથી પડ્યો શબ્દ,સમાજ માણસોનું જુથ ભેગું મળી રચે છે,એનું કામ છે,વાત ફેલાવવાનું,કોઈપણને તોડવાનું સમાજ આપણે બનાવીએ છીએ,સમાજ આપણને નહીં હું આ વાત મારા મગજમાં સતત ગાંઠવાળી રાખે.
એની ચિંતા કરવા કરતાં મારા સંતાનનું હિત શું છે,પણ હા હું એટલો પણ સ્વાર્થી પિતા નહીં બનુ કે મારા સંતાન માટે કોઈપણનું અહિત કરું.બાળકને ખોટા નિર્ણય બાબતે તેને કદી અપશબ્દોનો પ્રયોગ કરીશ નહીં,હું મારા બાળકને બેસ્ટ પરવરિશ આપવા સદા પ્રયત્નશીલ રહીશ.બાળક સાથે બાપ ન બનતા મિત્ર બની રહીશ.મારુ બાળક કંઈ પણ જીવનની સમસ્યાઓ હોય તો પહેલાં આવી મને કહે એ પણ જરાય ડર્યા વગર.બાપ બનવાનો મને શોખ નથી.મારે તારા મિત્ર બની રહેવું છે જો બેટા મારો અહમ એકબાજુ મુકી તારો મિત્ર બનવું છે.
આપણે ત્યાં એક કહેવત છે"કે બાપ બાપ હોતા હૈ,છોરુ કછોરુ થાય પણ માવતર કમાવર ન થાય હું આ વાતનું સદા ધ્યાન રાખીશ...બાળકમાં સંસ્કારનું ઘડતર કરીશ,ભણવા બાબતે હું કડક હોઈશ એટલો પણ નહીં કે મારું બાળક મારામાં એક રાક્ષસ જુએ,પિતા ન જોતાં.
સંતાનના હિતનું
મારા પ્રથમ પ્રયાસ હોય.હું બાળક પ્રત્યે મારી તમામ ફરજો દિલથી અદા કરીશ,બાળકનું ઘડતર કરીશ.જ્યાં કડક બનવુ પડશે ત્યાં તો હું બનીશ,પરંતુ મારા મનમાં બાળક માટે નકારાત્મક ભાવનાને સ્થાન નહીં હોય.બાળકને ઉડવા માટે આકાશ,ને પાખો આપશે તેની મહેનત હું ખાલી માર્ગદર્શન કર્તા હોઈશ.
બાળક સફળ હશે તો પણ મારુ જ હશે ને ખોડખાંપણ હશે તો પણ એ બાળક મારુ જ હશે.એમાં પછી હું પાછીપાની નહીં કરું,બાળકને વધુ પડતું રક્ષણ પણ બાળકનો માનસિક વિકાસ અને સર્વાંગી વિકાસમાં બાધારૂપ બને છે.બાળકને હું મુક્ત મને વિહરવા દઈશ.
બીજી વાત એ કે મારા બાળકની સરખામણી અન્ય બાળક સાથે ન કરતાં મારુ બાળક જેવું છે એવું તેને સહજ સ્વીકારીશ.
મારે મન બાળક માટે ખોટ નહીં આવે મારું બાળક ચાહે ગમે તેવું કેમ ન હોય.ભેદભાવ જેવો સડો મારામાં નહીં હોય મારે મન દરેક બાળક સરખા જ હશે.સંતાનને મહેનતનો મહિમા અને જીવન શું છે?સંઘર્ષ શું છે,પૈસાની કિંમત કરતું થાય બાળક એવા મારા પ્રયત્ન સદા રહેશે...બાળક કોઈની દેખાદેખી ન કરે એના કરતા પોતાની રાહ અલગ ખેડે એવા બીજ હું નાનપણથી રોપીશ.
પરિવારનું મહત્વ સમજે એ માટે બાળકને લાચાર પરિવાર વિહોણા બાળકોની મુલાકાત કરાવીશ.
દરેક બાળક અલગ છે,બાળકની ક્ષમતા અલગ છે બાળકનો રસ જેમાં છે,એમાં હું સાથ સહકાર આપીશ.બાળક પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે એ બાબતે હું દબાણ ન કરતાં પ્રેમથી કામ લઈશ.બાળક પર જો અતિશય પ્રેશર કરવામાં આવે તો તે આંદોલનનુ સ્વરૂપ લે છે.એ આપણને ખબર પડે છે ત્યારે મોડું થઇ ગયુ હોય છે.પાણી માંથાથી ઉપર ચાલી ગયું હોય છે.
હુ બાળક સાથે બાળક બની રહીશ,પોતાના કામનું પ્રેશર બાળક પર ન ઉતારતા એની સાથે શાંતિ પુર્વક સમય વિતાવવો મને ગમશે.
મારા બાળકને કેવું જીવન જીવવું એમાં કોઈની પણ હું દખલગીરી નહીં ચલાવી લવ.એનું જીવન એની મરજી મુજબ જીવી શકશે...એવી આઝાદી હું આપીશ,કેમકે આઝાદી માટે તો કેટલીક ચળવળ થઈ છે,આપણું બાળક આપણી સામે આંદોલન ન છેડે,એવો દિવસ ક્યારેય નહીં આવે.
જ્યારે આખીય દુનિયા વિરોધી હશે ત્યારે હું મારા બાળક સાથે ઊભો હોઈશ,બાળકને આંધળો પ્રેમ ન કરતાં સાચો પ્રેમ કરીશ...બાળકના વિકાસ માં મદદરૂપ બનીશ બાધારૂપ પિતા નહીં... બાળકનો ઉછેર શું કરુ તો બેસ્ટ થાય એવા પ્રયત્ન મારા રહેશે....
હું ક્યારેય બાળકને કરેલા ઉપકાર ગણાય ગણાય કરી તેને માનસિક રીતે ત્રસ્ત કરીશ નહીં.બાળક સામે કદી પૈસાનો રોફ જાળીશ નહીં, કે પોતાની મહાનતાનુ પ્રદર્શન કરીશ નહીં.બાળકને કદી અપશબ્દ બોલીશ નહીં આપણે જેવું આપીએ છીએ તેવું મળે છે.એ સિધ્ધાંત ને યાદ રાખીશ.
બાળકને ઈમાનદાર પ્રમાણિત કેવી રીતે બનાવવુ એ માટે મારા યથાર્થ પ્રયત્ન રહેશે.બાળકના માનસિક વિકાસ માં સર્વાંગી વિકાસ માં મારી ભૂમિકા અગ્રેસર હશે.બાળકને વસ્તુ જે જરૂરી હોય તે બધી જ અપાવવાની પણ ફેશનના નામે ખોટા રવાડે ચળી ન જાય, કોઈ ખરાબ સંગતમાં ન ભેરવાઈ જાય,કોઈ તેનો ફાયદો ન લે એ ફરજ મારી છે.એક અનુભવી પિતા પોતાના સંતાનની મનોદશા સમજી શકે છે.
મારુ બાળક સારો નાગરિક બને,દેશના વિકાસમાં મદદરૂપ થાય,તેવા બીજ હું નાનપણમાં રોપીશ..
સત્ય માટે આખાય જગત સામે લડી પડવું નિર્ણયમાં અડગતા આ શિક્ષા મારી બાળકને રહેશે.
એતો એક પિતાની ફરજ છે, આ વાત સમજવી જ રહી...ત્યારે સાચો પિતા દિવસ સાર્થક ગણાય.
શૈમી ઓઝા "લફઝ"
Comments
Post a Comment