મૌલિક લેખ:લાઈફલાઈન...
લાઈફલાઈન...
મૌલિક લેખ:-
સાચું કહુ તો પિતાનો કોઈ દિવસ નથી હોતો.માનો તો આખું જીવન પિતા દિવસ હોય છે.હું પરમ પાવન દિવસે પોતાના વાત રજુ કરુ છું..
માં વિશે બહુ સાહિત્ય કારો કહી ગયા છે.પણ પિતા વિશે લગભગ ઓછું સાહિત્ય રચાયુ છે.આજનો પવિત્ર દિવસ કેમ ભુલાય...
પરમાત્મા શિવ જે પરમતત્વ છે,દરેક છોકરી માટે તેના પિતા સુપર હીરો હોય છે.એમ સુપરહીરો મારા માટે પરમ પિતા શિવ છે.
શિવ એટલે નિર્ગુણ નિરાકાર ચિદાનંદ સ્વરૂપ. જે ભવસાગર પાર ઉતારે છે.
એ પ્રલયકર્તા તરીકે ઓળખાય છે,સંહાર કરવાની ભુમિકા એતો એમનું કર્તવ્ય છે,મારા જીવનમાં પિતા તરીકેની અહેમ ભુમિકા પણ નિભાવી છે,દરેક સમયે મારા સાચા ગુરુ બન્યા છે.ખોટા રસ્તે જતા મને વાળી પણ છે,એમના અનેક નામ છે.શાંત સમાધિમાં લીન રહેનાર તપસ્વી છે,નથી એમને ખુશામતની જરૂર કે નથી છપ્પનભોગ ની જરૂર એક લોટો પાણીને બીલીપત્રથી પણ રિઝી જનાર છે.પરમાત્મા ઉદાસ દિલના છે.જેમનું નામ માત્ર થી જ પાપ કપાય છે.સોમવાર ખુબ પ્રિય હોય છે.શિવ એટલા માટે પ્યારા છે સૌના તેઓ ભેદ ન કરતા માણસથી ભક્તિ જોઈ પળમાં રિઝી જાય છે...ભૂતની ટોળી ને સંગ રાખી નંદી પર સવારી કરતાં,
આ રુપ બાબાનુ મનમોહી લે છે,પણ વામન અંગે માં ગૌરીથી તો શિવ શોભે છે.
પિતા દિવસે બાબા ને યાદ કરતાં હૈયું આનંદ આનંદ કરે....જીવનમાં લડતા શીખ્યું મને,હાલતથી ન ભાગતા સામનો કરતા શીખવ્યું છે.હું જેવી છું એવી મને સહજ સ્વીકારી છે,ધ્યાન મગ્ન રહેતા સદા મને ધ્યાન ને તપસ્યાની મહિમા શીખવી છે...જીવનમાં પાપના માર્ગે જતા મને હંમેશા વાળી છે,તમે સાચે જ મારી લાઈફલાઈન છો બાબા શિવ....
કોઈપણ સંતાન માટે તેના પિતા સુપર હિરો કહેવાય એ વાત સ્વીકારવી જ રહી.
ફાધર્સ ડેની હાર્દિક શુભકામનાઓ ઓમ;નમ; શિવાય...
"મારા તનમન માં વસેલા,
મૃત્યુજય મંત્ર જે લાશમા જીવ પુરે,પંચાક્ષર મંત્ર મનની બેચેની ઠારે,બાબા
આપ છો મારી "લાઈફલાઈન"રુદ્રાક્ષ આપનો પ્રિય મોતી ભક્તો માટે સદા કરૂણાકારી મંગલ કહેવાતા બાબા...
✒️ રચનાકાર:શૈમી ઓઝા..."લફઝ"
Comments
Post a Comment