મારો આર્ટિકલ:કાગળ અને કલમ

કાગળ અને કલમ કેટલા અદભુત શબ્દો છે જેને વિચારતા જ આપણુ મન મુક્ત રીતે વિહરતુ થઈ જાય.કાગળ અને કલમની ભૂમિકા આપણા જીવનમાં જન્મથી લઈ મૃત્યુ સુધી હોય છે.માણસ જન્મે ત્યારે જે છઠ્ઠીના લેખ લખાય છે,દુનિયાને આપણે અલવિદા કરીએ છીએ ત્યારે નોંધણી થાય એતો ઠીક છેપણ આપણાં તમામ કર્મોનો હિસાબ કિતાબ પણ ચિત્રગુપ્ત કાગળ કલમથી નોંધે છે,ન્યાય માટેની સાક્ષી પણ કાગળ કલમ જ હોય છે...
       
     બાળક સ્કુલ જાય છે,ત્યારે કલમને કાગળની જરૂર પડે છે જે ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટેની જો કડી હોય તો તે કાગળ કલમથી શરૂ થાય છે.
વિચારોને કલમથી વાચા આપી શકાય છે,કાગળરુપી મેમરીકાર્ડમાં સેવ કરી શકાય છે.મનનું ભારણ ઓછું કરવામાં જે ભૂમિકા અહેમ નિભાવે એ કાગળ કલમ છે.દિલને બોજારહીત જો કરે એ કાગળ અને કલમ છે,મનને શાંત કરે છે તો,દિલને તનાવ મુક્ત કરી નિજાનંદની પ્રાપ્તિ કરાવે છે.બેચેન મનને શાંતિની અનુભુતિ કરાવે છે.કાગળ અને કલમ તો પોતાના વિચારોને રજુ કરવાની કડી છે.કાગળ અને કલમ કવિ અને લેખકોનું હ્રદય છે સાહિત્યની રજુઆતનું માધ્યમ છે.કાગળ કલમમાં તાકાત છે,જે ભવિષ્યને જળમૂળથી બદલી નાંખે છે.કોઈવાર ધારદાર તલવાર બને છે,તો કોઈવાર શાંતિ ધારણ કરાવે છે,કોઈવાર આક્રોશ ઉત્પન્ન કરાવે છે, ઘાયલ મનને દિલની સંજીવની છે,તે વિચારોને મુક્ત મને વહાવતી ગંગા છે.કોઈવાર આપણને રાજપાઠ અપાવે તો કોઈવાર ધુળ ચાટતા પણ કરી દે છે.આ કલમની તાકાત છે.

              શૈમી ઓઝા "લફઝ"

Comments

Popular Posts