બ્લોગ:વિખરાઈ ગયેલા સબંધો
જીવનમાં અમુક સંબંધો જે આપણા જીવનમાં ખાસ બની જાય છે,પણ સબંધો વિશ્વાસ અને સમજણના આધારે ટકી રહેતા હોય છે.જ્યાં સમજણનો અભાવ હોય,સતત અવિશ્વાસ હોય ત્યાં સબંધને વિખરાઈ જતા વાર નથી લાગતી.પણ આજકાલની વાત કરીએ તો સબંધ શરતોમુજબ બંધાય છે આ વરવી વાસ્તવિકતા છે,કહેવાય છે કે જમાનો બદલાઈ ગયો,ભુમિ એજ છે ,પ્રકૃતિ એજ છે પણ માણસોના વિચારો બદલાય છે,સબંધોને જોવાનો તમારો નજરિયો બદલાય છે,તેમ તેમ સબંધોની વ્યાખ્યા બદલાય છે,પરંતુ સબંધોમાં જો શંકાને સ્વાર્થરુપી સડો પેસી જાય તો સબંધોને પળમાં વિખરાઈ જાતા વાર લાગતી નથી.જ્યારે સબંધોને મજબૂત થતાં વર્ષો લાગે જાય છે,પરંતુ વિખરાઈ જતાં ક્ષણ પર થતી નથી,ક્યારેક જતુ કરવાની ભાવનાને માફ કરવાના સ્વભાવને મુર્ખામીના માળખામાં પેક કરવામાં આવે છે,આ બાબત પણ સબંધ તુટવા માટે જવાબદાર બાબત છે.પણ સબંધોમાં પડેલી તિરાળ ક્યારેય મોટું સ્વરૂપ લે છે,ત્યારે ખબર નથી પડતી,પરંતુ જ્યારે ખબર પડે છે,ત્યારે બહુ મોડું થઈ જાય છે,"આપણે રોજ સ્નાન કરીએ છીએ શરીરની શુદ્ધિ માટે છતાંય મન મેલાં ને મેલાં...આ બાબત સબંધોને વિખેરવામાં અગત્યની ભુમિકા ભજવે છે,આ બાબત સમજવી જ રહી...🙂
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment