માઈક્રોફિક્શન:"છેલ્લી બેન્ચ:એક યાદ..."
" છેલ્લી બેન્ચ ;એક યાદ"
રશ્મી સ્કુલમાં બેઠી હતી,ક્લાસમાં સૌ ગોઠવાઈ ગયેલા,શિક્ષક પણ આવવાની તૈયારીમાં હતા,સૌ મિત્રો ગૃહકાર્યની ચર્ચા કરી રહ્યા હતા ભણવાની ઉંમર હતી,પણ રશ્મિ તરુણાવસ્થાના અતિઆક્રમણના કારણે ભણવામાં ધ્યાન નો'હતી આપી રહી,ખબર નહીં તે અતિ મુંઝવણ અનુભવી રહી હતી.શું કરવું શું નહીં?વિચારોના વમળમાં ખોવાઈ ગયેલી રશ્મિને તેની મિત્ર તૃપ્તિ બહાર લાવતાં કહે,"ઓહ ફિલોસોફર ક્યાં ખોવાઈ ગયા વર્ગખંડ અને શિક્ષક તમારી માનસિક હાજરી ઝંખે છે,જરા વર્ગખંડમાં પાછી આવ જ્યાં પણ ગઈ છે,ત્યાંથી."
રશ્મિ જીદ્દી યુવતી હતી,એનુ ધાર્યું કરવાવાળી,એટલે તે કોઈનું માને તેમ નો'હતી,પ્રેમનો યાદગાર સ્પર્શ એના દિલમાં છપાઈ ગયેલો.એ કેમેય કરી જાય તેમ નો'હતો,તેનું રોમ રોમ ઝણહણી રહ્યું હતું,પહેલી મુલાકાતથી લઈ આત્મસમર્પણની તમામ ઘટના જીવનમાં બની તેની સાક્ષી છેલ્લી બેન્ચ હતી.
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment