આર્ટિકલ:પર્યાવરણનું રક્ષણ મોટો પડકાર....
પર્યાવરણ એક ગંભીર સમસ્યા....
આજે ગંભીર પ્રશ્ન બની ગયો છે, જ્યારે જોઈએ ત્યાં એક જ એક ધુન પર્યાવરણ બચાવો,આજે ડે છે એટલે તડકતી ભડકતી પોસ્ટ સ્ટેટ્સ હોય ચોતરફ ઢોલ વાગશે પર્યાવરણ બચાવવા માટેના....
પછી રાત ગઈ બાત ગઈ એક દિવસ સ્ટેટ્સ મુકવાથી પર્યાવરણ બચતુ હોય તો બચાવ કે જીવનની પરિભાષા જ કંઈ અલગ હોય!તે માટે યથાર્થ પ્રયાસ કરવા રહ્યા આ એકજણથી નહીં થાય સૌએ આમાં યોગદાન આપવું જ રહ્યું, એ આપણા માટે જ હિતાવહ છે.પ્લાસ્ટિકને માનવજાત કે સજીવ સૃષ્ટિ માટેના દાનવ તરીકે એનાયત કર્યો છે,છતાંય એનું ઉત્પાદન થાય છે ને વપરાશ પણ થાય છે.પ્લાસ્ટિકની ફેક્ટરી પર જ સીલ મારી દો કોઈ નહીં વાપરે....ફેક્ટરી ખુલ્લી રાખવી ને લોકોને અટકાવવા આતો નરી મુર્ખ જેવી વાત છે.
ટુ વ્હીલર અને ફોરવ્હીલરના ધૂમાડા સ્વરૂપે નિકળતો ઝેરી કાર્બન મોનોક્સાઈડ નવા નવા રોગોને આમંત્રણ આપે છે.
ઓઝોન વાયુનુ તૂટતું પડ જે ચિંતાનો વિષય છે,જે પૃથ્વી પર આવતા પારજાંબલી કિરણોને આવતા અટકાવે છે,એશી અને ફ્રીજમાંથી નિકળી રહેલા વિકિરણો ઓઝોન વાયુના પડ તુટવા માટે જવાબદાર છે.
પ્રકૃતિના તત્વોને નુકશાન પહોંચાડીને ક્યારેય કોઈનુ હીત થયું નથી કે થવાનું નથી માણસ માણસ એ ક્યારેય ઈશ્વર નથી બની શકવાનો આ સનાતન સત્ય મગજમાં ગાંઠ બાંધવાની જરૂર છે જ....
એનો પર્યાવરણ બચાવવાનો ઉપાય છે વૃક્ષો આવો,પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો.પ્રદુષણ ટાળો જેમકે જમીન,હવા,પાણીનું પ્રદુષણ આ એક પ્રકૃતિનો એક ભાગ છે.જેને અટકાવવા પ્રયાસ કરવા રહ્યા નદીનાળામા ફેક્ટરીનું ગંદુ પાણી ન છોડવું જળચર જીવોને નુકશાન થાય છે.જીવન બધાંય જીવવાનો અધિકાર ઈશ્વરે આપ્યો છે,જીવન લેવાનો અધિકાર પણ ઈશ્વરનો જ છે તો માણસે એ ઈજારો ઇશ્વરને હસ્તક જ રહેવા દેવો.એમાં આપણે દખલ ન કરવી.કુદરતી સંશાધનની જાળવણી આપણી ફરજ છે એને નકારી ન શકાય.
ફેક્ટરીમાંથી નિકળતા ધુમાડારુપી ઝેરી વાયુ જે નુકશાન પહોંચાડે છે.તો ફેકટરીના ભૂગળા પર કપડું બાંધવાનો આગ્રહ રાખવો,વ્હીકલનો ઉપયોગ ટાળવો સાઈકલ અથવા બને તો ચાલીને જવાનું રાખવું શરીરની સરસ કસરત છે,જે પર્યાવરણ બચાવવા મદદરુપ થશે.આપણે પર્યાવરણ દિવસે આપણે સૌ પર્યાવરણને બચાવની કામગીરીમાં આપણો હાથ લંબાવીએ.તો ખરાઅર્થે આ દિવસ સાર્થક થયો ગણાય....
પર્યાવરણ દિવસની શુભકામનાઓ મિત્રો....
શૈમી ઓઝા "લફ્ઝ"
અદ્ભુત વિચાર...
ReplyDeleteઆભાર મિત્ર
ReplyDeleteઆભાર
ReplyDelete