બ્લોગ:લગ્નના દિવસે અપહરણ...
આ બહુ ગંભીર વિષય છે,લગ્ન અણગમતા પાત્ર સાથે થાય તો બને છે.પણ આમાં જોઈએ તો એક સિક્કાની બે બાજુ છે,આ છોકરીપક્ષે વધુ જોવા મળે હું એક યુવતી છું તો યુવતીના મનને વધુ સમજી શકું,લગ્નના દિવસે અપહરણની બાબતે જવાબદાર હોય તો ઘરનું સંકુચિત વાતાવરણ,રુઢી,પરંપરાની બેડીઓ જેમાં પેરેન્ટ્સ તો બંધાયેલા હોય છે,પણ સંતાનને પણ બંધાઈ રહેવું તેવુ પ્રેશર કરે છે.ઘરનું વાતાવરણ જ એવું બનાવો કે છોકરીઓ મમ્મી પપ્પા આગળ પોતાના મનની રજુઆત કરી શકે,અને હા નિર્ણય લેવાનો હક દરેકને છે,એ ચાહે યુવક હોય કે યુવતી પણ છોકરીઓ માટે જે પરિવાર સ્વતંત્ર હોય એવા કેટલા 2 ટકા કોઈ છોકરી કહે કે મમ્મી પપ્પા હું આને પ્રેમ કરુ છુંતો મમ્મી પપ્પા પહેલા સ્ટેટ્સ જોશે કાતો પછી જ્ઞાતી જોશે પણ યુવક યુવતી રાજી હોય મમ્મી પપ્પા બહુ દખલ કરે અમુક ઉમરે યુવક અને યુવતી એવું ઈચ્છે કે લગ્ન પોતાની મરજીથી થાય,પણ મમ્મી પપ્પાને કોઈ યુવતી એમ કહે.કે મને આ ગમે છે તો મમ્મી પપ્પા સતર સવાલ પુછે અને છોકરી જો લગ્નના દિવસે કોઈ યુવતી ભાગી જાય તો એને પણ દોષ ન દઈ શકાય.કેમકે ઘરમાં કહ્યું પણ હોય છે,પણ એમાં અહમ ટકરાર થતા હોય છે,છોકરી ઓએ મમ્મીપપ્પાને મનાવવા જોઈએ આમ લગ્નના દિવસે અપહરણ થાય તો એ માં બાપનું માથું શરમથી ઝુકી જાય છે,કેમકે માણસને જેટલી આબરૂ કમાવવા ઉંમર ગુજરે છે એટલી આબરુ ઉતરવામા એક સેકન્ડ પણ નથી લાગતી.મમ્મી પપ્પાને મનાવો ના કેમ માને આ બાબતે આમાં નિર્દોષ વ્યક્તિનું જીવન દાવ પર લાગી જાય એ તો કોઈ વિચારતું જ નથી,દરેક ઐમ કહે મમ્મી પપ્પા કરાવે છે તે યોગ્ય છે તો છુટાછેડા એમાં પણ થાય છે,તો તમે આમાં કોને દોષ આપો,તકરાર એમાં પણ થાય છે,છોકરીઓએ પોતાના મમ્મી પપ્પાને મનાવવા જોઈએ મમ્મી પપ્પા પોતાના સંતાનની ખુશીઓમાં પોતાની ખુશી શોધે છે,આમ લગ્નના દિવસે ભાગી જવું આ બહુ ઘીન્ન કાર્ય કહેવાય,આના કારણે બિચારી બીજી બહેનો પર પણ કામ વગરનું બંધન લાગી જાય,એ પાછી નિર્દોષ છોકરીઓ પર.જેને આવી બાબત સાથે કંઈ લેવા દેવા જ ન હોય,આપણને કોઈ હક નથી કોઈના જીવનને આપણા કારણે જોખમમાં મુકવાનો...માટે આવી ભાગમભાગીના નિર્ણયો બહુ સમજી વિચારીને લેવા જોઈએ.
શૈમી ઓઝા "લફઝ"
Comments
Post a Comment