માઈક્રોફિક્શન વાર્તા:બસ!આંખથી આત્મા સુધી
બસ!આંખથી આત્મા સુધી (મારો બોસ,મારો પ્રેમ....)
સૌ સ્ટાર્ફ મિત્રો સાથે તે પ્રેમથી ભળી ગયેલી,પણ કરણ મહેરા બોસનો સ્વભાવ તેને અલગ જ લાગી રહ્યો હતો.ન કોઈની જોડે બોલવુ સતત મનોમન મુંઝાયેલા રહેવું,આ બાબતે કોઈએ દરકાર ન લીધી.પણ અવંતિકા આ બધું નોંધ કરી રહી હતી,એ બધાથી અલગ હતી.અવંતિકા ઓફિસમાં ટાઈમસર પહોંચી બોસને ગૂડ મોર્નિંગ કહેતી,કરણ સર જોડે વાત કરતી,કરણ પણ હવે ધીરે ધીરે અવંતિકા તરફ આકર્ષાઈ રહ્યો હતો.પણ સબંધ ન બગડે એ માટે લાગણીઓને મનમાં દબાવી રાખેલી.
અવંતિકા સુંદર તો હતી પરંતુ તેના અવાજમાં છટા પણ એવી હતી કે કોઈ પણ તેનાથી પ્રભાવિત થઈ જાતુ,બોસને ધીરે ધીરે તેની તરફ આકર્ષણ થવા લાગ્યુંએ આકર્ષણે ક્યારે પ્રેમનું સ્વરૂપ લીધું એની ખબર જ ન રહી,આજીવન કુંવારી રહેતી અવંતિકા પોતાના બોસના પ્રેમપાશમાં ક્યારે બંધાઈ
ગઈ,તેને ખબર જ ન પડી.અવંતિકાના બોસ હવે તેના જીવવાનું કારણ બની ગયેલા....
કોઈને ક્યાં ખબર હોય છે,જીવન સફરની આતો બધું અચાનક જ થઈ જાય છે,ક્યારે કોણ કોને મળી જાય,પરાયા પણ પોતાના થઈ જાયછે,આ તો હોય છે વિધાતાના ખેલ...
આ નાટકમાં કોઈ હમસફર બને તો કોઈ ખલનાયક બને આમ તો દિલ પર કોઈ હકુમત બનાવી જાય છે.આવુ તો કેટલી અવંતિકા સાથે બનતું હોય છે.
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment