માઈક્રોફિક્શન:તિખા ઈશ્ક(એજ નફરતવાળો પ્રેમ)
આરોહી સુંદર નો'હતી,તે સહેજ શ્યામવર્ણી હોવાથી તેની સાથે સૌ અજુગતું વર્તન કરતાં હતા,આરોહી યુવાન થઈ ગઈ,એટલે મમ્મી પપ્પાને તેની ચિંતા થવા લાગતી,દિકરી ભણવામાં પણ હોશિયાર હતી પરંતુ આરોહીના શ્યામરંગને કારણે તેને સૌ રિજેક્ટ કરતાં તો કોઈ એની મજાક કરતા આરોહીને આવી આદત પડી ગયેલી,એના મિત્રો પણ બહુ ન હોતા,હોય તો એની પાસે ફાયદો મળી શકે એમ છે એ આશયથી હતાં,આરોહી આ બધું જાણતી હોવા છતાંય તે બધું ટાળી સબંધોને સાચવી જાણતી,આરોહીને તેના ગ્રુપના રાહુલ માટે પ્રેમના અંકુર ફુટ્યા ખબર જ ન પડી,
તે રાહુલ આગળ મનની વાત રજુ કરવાનુ વિચારે એ પહેલાં જ રાહુલને કોઈ ગોરી છોકરી સાથે જોઈ પોતાની જાતને કોષતી હતી.આરોહી મનમાંને મનમાં ઝુરતી હતી,રાહુલનો પ્રેમ પામવા પોતાની જાતને લાયક કરવા ખુબ પ્રયત્ન કર્યા
વાયા વાયા આરોહીના મનનીવાત રાહુલ આગળ પહોંચી ગઈ,રાહુલ હેન્સમ હતો એટલે એને અભિમાનનો પારો ખુબ ઉચ્ચ હતો,તે હંમેશા આરોહીના શ્યામપણા ઉપર જોક કરે રાખતો,રાહુલનુ કોઈપણ રીતે તેની સામે બોલવુ સારુ લાગતું હતુ,તે રાહુલને એક જ નજરે બીન પલકાર નિહાળ્યા કરતી.
રાહુલે આરોહીની આવી હરકત જોઈ સબંધો તોડી નાંખ્યા,પણ રાહુલનુ દિલમાં પ્રેમ માટે જગ્યા સદાય ખાલી રહી.કોલેજ પુરી થઈ ગઈ.આરોહી કોલેજમાં ટોપર આવી,તેને નોકરી પણ જલ્દી મળી ગઈ,આ જોઈ રાહુલના દિલમાં પ્રેમના અંકુર ફુટ્યા...નફરતનો સેતુ તુટી પ્રેમના અંકુર ફુટ્યા.રાહુલની નફરત સામે આરોહીનો પ્રેમ જીત્યો.
શૈમી ઓઝા "લફ્ઝ"
Very nice
ReplyDeleteઆભાર મિત્ર
ReplyDelete