અવિસ્મરણીય ❤️😘😍પહેલો પ્રેમ (વરસાદની બુંદો પર આધારિત)
અવિસ્મરણીય ❤️😘😍પહેલો પ્રેમ (વરસાદની બુંદો પર આધારિત)
નઝમાને વરસાદ એટલો ગમતો કે ન પુછો વાત,નઝમા વરસાદને જોઈ બાળક બની જાતી,એની તેને પણ ખબર ન રહેતી.વર્ષ પહેલાં એ અને રવિ પહેલાં વરસાદમાં મળેલા,બંન્ને મન મૂકી ભિંજાઈ ગયેલા,બંન્ને યુવાનીના આવેશમાં આવી શાનભાન ભૂલી બેઠેલા...તેઓના પ્રેમસબંધને કોઈ નામ મળી શકે તેમ નો'હતુ,એનું કારણ બે ધર્મ વચ્ચે નડતરરુપ દિવાલ...જેના કારણે બેઉ એક ન થઈ શક્યા.
નઝમાના પરિવારને આ પ્રેમપ્રકરણની ખબર પડી તો તેના રાતોરાત નઝમાના જબરજસ્તીથી નિકાહ એમની પસંદગીના છોકરા અહેઝાઝ સાથે કરાવી દીધા.નઝ્માની કંઈ જ વાત સાંભળવામાં ન આવી.
તો અહીં રવિના લગ્ન પણ જબરજસ્તીથી તેના પરિવારે તેમની જ્ઞાતિની છોકરી સાથે કરાવી દીધા.બેઉના સજાવેલા સપનાં પળમાં વિખરાઈ ગયાં,બંન્નેના રસ્તા અલગ થઈ ગયા.બંન્નેની મંજીલ પણ...પણ સમય સંજોગ બધું જ ભુલાવી દે છે.કહેવાય છે કે સમયસંજોગ બધું જ ભુલાવી દે છે.આમને આમ જીવનરુપી ડાયરીના પન્નામાં ખાટીમીઠી યાદોને લખતાં ગયાં
પણ જૂની યાદને બેઉએ હૈયે હજીયે અકબંધ રાખી છે,મૌસમ બદલાય છે.પહેલા "વરસાદની બુંદો"જોઈ બેઉથી અકાળે રડાઈ જવાય છે.
શૈમી ઓઝા "લફ્ઝ"
આમાં તમારુ શું કહેવું છે આપના અભિપ્રાય જરૂર જણાવજો...
પહેલો પ્રેમ 👌👌👍
ReplyDeleteઆભાર
DeleteAa badhi to vato se phelo prem aavu kai hotu j nahi prem jevu
ReplyDeleteજેવી જેની વિચારવાની ઢબ
ReplyDeletesamaj ni kadavi vastavikta.. khub ochha shabdo ma khub saras ne undi rajuaat 👌👌👌
ReplyDeleteઆભાર જી
DeleteSuper 😍 line
ReplyDelete