આર્ટિકલ:વિશ્વ વસ્તી દિવસ...
આ દિવસ 11જુલાઈના દિવસે ઉજવાય છે.અંગ્રેજીમાં તેને "વલ્ડ પોપ્યુલારેશન ડે" કહે છે,આ દિવસને જનસંખ્યા દિવસ તરીકે ઘોષિત કરેલો.આ દિવસને ઉજવવાનો હેતુ જનજાગૃતિનો છે,આ દિવસની ઉજવણી "સંયુક્ત રાષ્ટ્રીય સંઘ "દ્વારા કરવામાં આવી
ભારતની જનસંખ્યા138 crores (2020),ભારતને વિકાસશીલની કક્ષામાં મૂકી દે છે.
આ દિવસ જનસંખ્યાને ધ્યાનમાં લઈ મનાવવામાં આવે છે."નાનું કુટુંબ એ સુખી કુટુંબ"આવા શ્લોગન હોવા છતાંય વસ્તી વધે આતો બહુ હાસ્યાસ્પદ બાબત કહેવાય.
આ માટે જવાબદાર પરિબળો સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ,પુત્રપ્રાપ્તિનીઘેલી ઝંખના,બીજા દેશમાં પીડાઈ રહેલી તેમજ ત્રાસનો ભોગ બની શરણ લેતા લોકો,હૂમલાઓથી બચવા શરણ લેતાં લોકો.
ધાર્મિક કારણો જવાબદાર હોય છે,ભારત હવે વસ્તી વધારામાં ચીનને પણ પાછળ છોડી રહ્યું છે, જો આ હરકત આમને આમ ચાલતી રહી મામલો ખુબ ગંભીર બનશે...
વધતી જતી વસ્તીએ સમસ્યાઓનું મુળ છે.આ દેશની ગંભીર સમસ્યા કહીએ તો પણ ચાલે,જેને કારણે દેશમાં અન્ન,પાણી, કપડાં,રહેવાની સમસ્યા જરૂરિયાતની વસ્તુનો અખૂટ ભંડાર હોય તો પણ ખૂટી જાય.
ખોરાક,પાણી,રહેવા માટે જગ્યાની સમસ્યા,ઉદ્યોગને લગતી સમસ્યા,પ્રદુષણમાં વધારો,બેકારી,ગરીબી,ચોરી અછત,ભૂખમરા જેવી સમસ્યાઓનું મૂળ હોય એ વસ્તીવધારો છે,સરકારના કુટુંબ નિયોજન કાર્યક્રમને વધાવી દેશના વિકાસમાં પોતાની ભૂમિકા નિભાવી એ.વસ્તીની સંખ્યા ઘટશે તો દરેક સમસ્યાઓ હળવી થઈ શકશે...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment