સામાજિક લેખ:વૃધ્ધાશ્રમ:એ વર્તમાન જરૂરિયાત કે પછી સંસ્કારની ઉણપ...!

વૃધ્ધાશ્રમ:એ વર્તમાન જરૂરિયાત કે પછી સંસ્કાર ની ઉણપ...!

એક સિક્કાની બે બાજુ કહી શકાય.સમય બદલાઈ ગયો,વિભક્ત કુટુંબની બોલાબાલા વધી,આમ જોવા જઈએ તો વૃદ્ધાશ્રમ એ વર્તમાન જરૂરિયાત છે,એનું કારણ એ છે કે વડીલોને એમની ઉંમરના સાથે સારી એવી બોન્ડિગ હોય છે.દા.ત,તરીકે અમુક છોકરાઓ પોતાની પત્નીને બાળકો સાથે શહેરમાં રહેતા હોય શહેરમાં જવાનું કારણ એ હોય છે કે રોજગારી મળે છે,અમુક વડીલો ગામડે રહેવા ફાવી ગયું હોય છોકરો તેમને શહેરમાં બોલાવે રહેવા તો પણ તેઓ જલ્દી આવવા તૈયાર થતાં નથી,તેમને તેમના જેવા મિત્રો સાથે ફાવી ગયું હોય છે,અને જો શહેરમાં આવે છે તો તેઓ દિકરા અને વહુ સામે સૂમેળ સાધી શકતા નથી,એકબાજુ અનુભવ હોય છે તો એકબાજુ ફેશનનુ આંધળુ અનુકરણ કરનારી પેઢી છે,ત્યારે મતભેદો સર્જાય છે,અને એજ મતભેદ ક્યારેય મનભેદમાં પ્રવર્તે છે એની ખબર જ નથી પડતી.આ પરિસ્થિતિથી બચવા અને બાળકોને આશ્રીત ન રહેવું પડે માટે અમુક વડીલોનો આશ્રય લેતા હોય છે.આપણે બહુ સાભળીએ છીએ કે સંતાનો વડીલોને વૃધ્ધાશ્રમમાં મૂકે છે,આ બાબત શક્ય છે માની શકાય બે ટકા વર્ગ એવો હોય છે કે પોતાની ઉંમરના લોકો જોડે સમય વિતાવવા માટે વૃધ્ધાશ્રમમાં રહે છે. જબરજસ્તીથી મોકલામા નથી આવતા હોતા પણ તેઓ પોતાની મરજીથી પણ જાય છે, પ્રભુકિર્તન થાય, પોતાની ઉંમરના વયસ્કો જોડે થોડું વિચારનું આદાનપ્રદાન થાય એ માટે જે રહેતા હોય છે.ગામડામાં વૃધ્ધો સાંજ પડે ત્યારે ગામના પાદરે બેસે છે,આખાય ગામની ચર્ચા કરે,સુખ દુઃખની વાતો કરી હળવા ફુલ થાય પરંતુ શહેરીકરણ વધ્યું, તેના કારણે શહેરના અમુક નિવૃત્ત વડીલો ઘરની તમામ જવાબદારી સોંપી વૃદ્ધાશ્રમમા જવુ પસંદ કરે,એની માટે વૃધ્ધાશ્રમ વર્તમાન જરૂરિયાત છે,

    હિન્દુ શાસ્ત્રોમાં માતા પિતા ને ભગવાનનો દરજ્જો અપાય છે,પણ ત્યાં સુધી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી... હું આ વરવી વાસ્તવિકતા આપ સમક્ષ રજુ કરી રહી છું.

"વહુ લાવવા ઉતાવળા હોય તો છોકરાઓના મમ્મી જ હોય છે અને જેમ જેમ દિવસો જાય એટલે એકતાકપુરનો શો લાઈવ જોવા મળે."

હવે સંસ્કારની ઉણપની બાબતે જોઈએ તો વૃદ્ધાશ્રમ એક સંસ્કારની ઉણપ પણ કહી શકાય, ઘણીવાર છોકરીઓને સાસુસસરા બોજારૂપ લાગે.સાસુ વહુના ઝગડા એવા તે પ્રસરે જેના કારણે પરિસ્થિતિ સહનશક્તિ બહારની થઈ જાય ત્યારે સાસુ સસરાને વૃદ્ધાશ્રમ તગેડી મુકવામાં આવે.આ ચિંતાજનક સમસ્યા છે,માતા પિતાને ભગવાન માનવામાં આવે છે,પણ છોકરીઓ નાની હોય એટલે એના મગજમાં નાનપણથી એક જ વાત ઠસાવવામા આવે છે કે સાસુ એટલે વિલન,ત્યારથી મગજમાં એકજ છાપ પડી જાય છે, છોકરીઓ પોતાના મમ્મી પપ્પાને જેટલી ઈજ્જત આપે છે, એટલી સાસુસસરાને નથી આપી શકતી આ છાપ તેના મગજમાં નાનપણથી પડી જાય છે.તો આ સંસ્કારોની ઉણપ કહી શકાય આસપાસ છાપામાં ઓમાં ઘટના વાંચીએ ત્યારે એક હેડલાઈન આવે કે વહુ અને દિકરાએ સાસુ સસરા માટે લાઈફ ટાઈમ પર્મેનેટ વૃદ્ધાશ્રમની ટિકિટ ફડાવી,જેટલા સસરાને જમાઈના વાંધા ન હોય એટલા સાસુને વહુના વાધા એનું કારણ શું તો બે સ્ત્રી ઓ વચ્ચે ચાલી રહેલી એકબીજાને ભોય પછડાટ આપવાની સ્પર્ધા.આમાં છૌકરાઓનો મરો થાય ન પત્ની ને કહી શકે કે ન મમ્મીને કહી શકે પછી છેવટે આ વચ્ચેવાળો રસ્તો નિકાળવો પડે આ બહુ ઘિન્ન બાબત છે,છોકરીના મમ્મી પપ્પાએ દિકરીને વિદાય કરતી વેળાએ આ શીખ આપવી જરૂરી છે.
      "તારા સાચા માં બાપ આજ છે,તુ અમને નહીં સાચવે તો ચાલશે પણ સાસુ સસરાને સાચવજે."
         પણ આમ પણ જોવા જઈએ તો તાલી કદીય એકહાથે વાગતી નથી.વાંક બંને બાજુનો હોય છે,કેમકે સાસુઓ મોટે ભાગે વહુને છોકરી તરીકે સ્વીકારી જ નથી શકતી.સાસુ જેટલી દિકરીને છુટછાટ આપે એટલી તે વહૂને નથી જ આપી શકતી.પરિસ્થિતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે વૃદ્ધાશ્રમનો રસ્તો શ્રેષ્ઠ બચે છે.અમુકવાર સમયસંજોગ જવાબદાર હોય છે આ પરિસ્થિતિ માટે.
         આમાં જવાબદાર જનરેશન ગેપ હોય છે,જુનીપેઢી વાળાઓ પોતાના વિચારો જબરજસ્તીથી થોપે એ નવી પેઢી સહન નથી કરી શકતી,એ ચાહે વહુ હોય કે દિકરી,એટલે સમસ્યા બહુ ગંભીર સર્જાય છે,સાસુ સસરાની સેવા કરવી જોઈએ એની પણ ના નથી,પણ મતભેદો ઘરકંકાશમા ન પરિણમે એનુ પણ ધ્યાન રાખવું.વૃધ્ધાશ્રમનું વધતું જતું પ્રમાણ જોઈ વિચાર આવે કે સમાજનું કેવું માળખું રચાઈ રહ્યું છે,આ સમાજ કઈ દિશામાં રહ્યો છે.આવનારી નવીપેઢીને આપણે શું ભેટ આપી રહ્યા છીએ,એ વિચારવા જેવું છે.મમ્મી પપ્પા જોડે નથી ફાવતું તો તમે અલગ થઈ જાવ પણ આમ તેમના પરસેવાની કમાણીની મિલકત પચાવી લઈ તેમને વૃધ્ધાશ્રમમાં તગેડી મૂકવા આ અધમ કૃત્ય છે.આ જોઈ વિચાર આવે કે હવે આપણે અંત તરફ નજીક આવી રહ્યા છીએ.


શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts