લેખ:પરપોટો
*શબ્દ વાવેતર એક પરિવાર**
*(ગદ્ય વિભાગ)*
*🌱ટીમ 🅱️🌱*
*નામ :-*શૈમી ઓઝા
*ઉપનામ:-*લફ્ઝ*
*શબ્દ- પરપોટો*
*પ્રકાર:-*ગદ્ય વિભાગ
*શીર્ષક:-*સપનાંનો પરપોટો...*
*શબ્દસંખ્યા:-*145
*તારીખ:-*18/7/22
*રચના..........*
"સપનાં"એતો મજાનું રંગમંચ છે,માણસે જાતજાતની ભૂમિકા ભજવવાની હોય છે.જે અશક્ય બાબત પણ શક્ય થઈ જાય છે,કોઈવાર માણસની અંદર રહેલો અહમ,અદેખાઈનો પરપોટો ફૂટે તો તમામ સમસ્યાઓ માં રાહત મળી રહે.ભેદભાવ દૂર થઈ સૌ સમાનની લાગણીનો સમન્વય થાય છે.
સપનાંની દુનિયામાં એવી ગ્લેમરસ છે કે જેને માણસ હકીકતમાં જીવવા ઈચ્છતો હોય છે.
સપનાઓરુપી પરપોટાનુ પણ કંઈ એવું જ છે, માણસ કોઈવાર રંક તો કોઈવાર રાજા બની જાય છે,પણ સપનાં સાચા પડે તો વાત કંઈ અલગ હોય છે,સપનાંનો પરપોટો ઊડી જાય અથવા વિખરાઈ જાય તો પરિસ્થિતિ ગજા બહારની થઈ જાય છે.
પરંતુ સપનાંઓનો પરપોટો પણ મજાનો હોય છે,જેટલી અપેક્ષાઓ અને ઈચ્છાઓ રુપી હવાથી પરપોટો ભરાઈ જાય છે,પરંતુ જ્યારે હદ જ્યારે વટી જાય છે ત્યારે ફાટી જાય છે,ત્યારે દુઃખ નિરાશા સિવાય કંઈ જ હાથ નથી લાગતું.
એટલે જ તો સૌ સપનાંને મૃગજળ સમાન કહેવાય છે તો કોઈવાર સાબુ અને પાણીના સંયોજનથી જે પરપોટા થાય છે,તે પણ સપનાં જેવું છે.ઘડીકમાં માણસ ગાદીએ બેસી જાય છે તો ઘડીકમાં ધૂળ ચાટતો પણ થઈ જાય છે.આજ તો છે કમાલ સપનાંરુપી પરપોટાની.
*હું✍️..........બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
Comments
Post a Comment