સામાજિક વાર્તા:અજાણે લાગી ગયેલો કલંક



અજાણે લાગી ગયેલો કલંક
       અર્ચના કોલેજમાં અભ્યાસ કરી રહેલી,બે વર્ષથી તો ટોપર રહી હતી પરંતુ જીવનના વળાંકોએ તેને માનસિક રીતે તોડી...એનું કારણ તો ખબર નહીં કે પણ એ જાણવા માટે...

આપણે આપણી ગાડી થોડી ત્રણ મહિના પહેલાં રિવર્સ કરીએ...

અર્ચના અને અંકેશની રિલેશનશીપની સફર શરૂ થઈ.એકબીજામાં એવા તે ઓતપ્રોત થઈ ગયા કે વાત જ મૂકો દ્યો.

અર્ચનાએ અંકેશને પરમેશ્વર માની પોતાની જાત સોપી દીધી તનમનમાં બસ એક જ નામ છપાઈ ગયેલું અંકેશ...મારે મન બીજા બધાં ભાઈ અને બાપ અને દિકરા...

"અરે...અંકેશ સમજવા પ્રયાસ કર હું તને પસંદ કરું છું,આમ આપણે આગળ વધી ગયા.તું એતો વિચાર..."અર્ચના વિનંતી કરી રહેલી.

પણ અંકેશને તેની સાથે ક્યાં પ્રેમ હતો એને મન અર્ચના તો ટાઈમપાસ હતી.

"અરે...અર્ચના મમ્મી પપ્પા નથી માની રહ્યા હવે તું જ કહે કે હું શું કરું?"અંકેશ વાત કરતા અચકાઈ રહેલો....

પણ વાતમાં તો જરાય સચ્ચાઈ નોહતી એ અર્ચના સમજી રહી હતી.

અંકેશ જરા નજર મેળવી વાત કર તારા પેરેન્ટ્સને તો હું પહેલી જ નજરે ગમી ગયેલી તો આમ અચાનક શું છે....કંઈ એવું તો નહીં તું આપણા રિલેશનશિપમાં કંટાળ્યો હોય અને નામ પેરેન્ટ્સનુ આપે છે??"

અંકેશે ધ્યાન આપ્યું નહીં તે

અંકેશ અર્ચનાની વાત ટાળતો હોય તેમ ચાલ્યો ગયો...

અર્ચના ત્યાંથી જતા અંકેશને રોકતી હોય તેમ કહે,"એ...અંકેશ....રુક....મારી વાતનો આ તો કંઈ જવાબ નથી...

બાય....અર્ચના...પછી...મળીએ....મારા મિત્રને મારી સહાયની જરૂર છે...તો મારે જાવુ પડશે....ઓકે બાય...બાય....

અર્ચના એના ચહેરાનું ઓબ્ઝર્વેશન કરી રહેલી....

"ઓય....જુઠ્ઠા મક્કાર...હરામી તારી નિતી હું ઓળખી ગઇ છું...તું એક નંબરનો ફેક છે...જો તારે આમ જ કરવું હતું ખોટું પ્રેમનું નાટક કરી મને શું કામ ફસાવી...અર્ચના પોતાની જાતને સતત કોષતી હતી..એ દિવસને કે જે દિવસે આ  ફેક વ્યક્તિ તેના જીવનમાં આવ્યો એ...

    પણ હવે એજ બન્યું કે જે વાતનો ડર હતો...

અંકેશ સાથે તેની આ છેલ્લી મુલાકાત હતી...અંકેશ પછી બીજીવાર તો ન ફરક્યો પણ
તેના કામની ઝેરોક્ષ અર્ચનાના મનરુપી કાગળમાં છપાઈ ગઈ.

પછી અંકેશને ગુસ્સો આવ્યો તો એને અર્ચના સાથેના અંગત ફોટોગ્રાફ વાયરલ કરી દીધા.
અર્ચના સાથે થવાનું થઈ ગયું...."

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts