કાવ્ય:આપણો સાથ યાદરૂપી ચોકલેટ...


આપણો સાથ યાદરૂપી ચોકલેટ....

આપણો અવિરત સાથ ચોકલેટ, કોઈવાર કિટકેટને મંચ જેવો ક્રંચી પણ બની જાય,તો કોઈવાર ડેેરીમિલ્ક
જેવો બની જાય,બહારથી કડક તો અંદરથી નરમ...

વાત જ્યારે સમજણની આવે તો ઝગડો ભલે ને હોય ડાર્ક ચોકલેટ જેવો કડવો,પણ સાથે હોઈએ ત્યારે ગજબ થઈ જાય છે,

આપણું કનેક્શન તો ઈશ્વરે જોડેલુ તો તુ ને હું કોણ 
એને ખંડિત કરવાવાળા,

આપણો સાથ દિલમાં કાર્બનકોપી ઝેરોક્ષરૂપે છાપી જાય તેવો મધુરો...
એવો વ્હાઈટ કંમ્પાઉડ આપણે ભલે ખાતા હોઈએ પરંતુ એનો ટેસ્ટ જીભમાં પડઘાતો રહે છે,એવો જ આપણો સાથ જોજો કોઈની કુદ્રષ્ટિ ન પડી જાય,
જેમ અતિશય ગરમી ચોકલેટ પર અસર કરે,
તેમ શંકા ને જુઠાણું સબંધોને બગાડે...

નહીં તો શમણાંનો માળો પળમાં વિખરાઈ જાતા નહીં લાગે વાર...તારો મારો સાથ ચોકલેટ...


શૈમી ઓઝા "લફ્ઝ"



Comments

Popular Posts