લેખ:દોસ્તીની પરિભાષા...

દોસ્તીની પરિભાષા...

"મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો જાય,દુઃખ માં આગળ રહે ને સુ:ખમાં પાછળ હોય..."-સુભાષિત

આપણા ઈતિહાસમાં અમર દોસ્તીના દાખલા ઘણાય મળે છે"જેમકે કૃષ્ણ અને સુદામા,કર્ણ અને દુર્યોધન, શ્રી રામ,હનુમાન,સુગ્રીવ અને વિભિષણની મિત્રતા ઈતિહાસમાં ગવાઈ હોય છે.

         મિત્રતા,નિર્મળ, નિ:સ્વાર્થ હોય છે,ન જાતપાત,ન ઊંચનીચના ભેદમાં માને છે.મિત્રતાના દિવસને ઉજવવા પાર્ટી કરવી,ફ્રેન્ડશીપ બૅલ્ટ બાંધો એના કરતાં મિત્રના દુઃખમાં સાથ આપો એજ સાચી મિત્રતા છે.જે આપણા સુખમાં સુખી અને દુઃખમાં દુઃખ અનુભવે એવા મિત્રોને કદી છોડવા નહીં...કેમકે એવા મિત્રોબહુ મુશ્કેલીથી મળે છે.

     દોસ્ત એટલે જેની જોડે વાતકરી પોતાનીજાતને હળવી કરી શકીએ,મનભરી વાતો પણ કરી શકીએ,ઘડીકવાર ઝગડી પોતાની જાતને નોર્મલ પણ કરી શકીએ,સુખ દુઃખ બંન્ને વહેચી શકીએ એ સાચો દોસ્ત પણ આજકાલ દોસ્તીના સબંધોના સમીકરણમાં ટેકનફોર ગ્રાન્ટેડ,ટેક અને ગિવ જેવી ગંદકીએ પગપેસારો કર્યો છે.આવી ગંદકી વચ્ચે પણ સારા મિત્રનુ મળવું એતો ગજબની વાત છે,આશ્ચર્ય પમાવે તેવી.

પણ આ સ્પર્ધાત્મક યુગ છે,કોઈ કોઈનું નથી હોતું,કેમ કરીને કોઈનુ પડાવી ઘુંસણખોરી કરવી,કેમ કરી કોઈનો ઉપયોગ કરવો,એ પણ દોસ્તી જેવા પવિત્ર સબંધને હાથો બનાવી.આવી પોલિટિક્સે દોસ્તી જેવા પવિત્ર સબંધને કલંકિત કર્યો છે.

અહીં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધામાં આવી ફેશન ચાલે છે કોઇપણ સાથે મીઠી મીઠી વાતો કરો,પોતાનું કામ નિકાળાવી,વિદુરનીતિને પણ ઉપયોગમાં લેવી પડે તો લેવાની.પણ આવા સ્પર્ધાત્મક સમયમાં સાચા મિત્રો મળવા બહુ કપરુ કામ છે,પણ સારા મિત્ર મળે છે તો એ તો બાપુ ન્યાલ થઈ જાય છે.આ નિર્દોષતા,આત્મિયતા,એકબીજા પર પોતાની લુખ્ખી દાદાગીરી કરવી અકાળે એકબીજાને યાદકરીને રડવુ એકબીજાને ખોઈ બેસવાના ભયથી પણ રડવુ આવી જાય એ દોસ્તી.તમે લડીઝગડીને પણ એકબીજાના અવગુણો માફ કરી શકો છો, કોઇ જેવું છે એવું સહજ સ્વીકારી શકો છો તો એ સાચી દોસ્તી છે.પટ્ટી બાંધવી ચિકણી ચોપડી વાતો તો સૌ કરે દોસ્તીના નામે.પણ નિભાવવાની વાત આવે એટલે જાતજાતના બ્હાના આવી જાય હોઠે...

      જેના સૌથી વધુ જોક થાય છે,જે સબંધની રિસ્પેક્ટ ઓછી પણ ઠઠ્ઠા પરિહાસ બહુ થાય તેવા પતિપત્નીના સબંધો.
દામ્પત્યજીવનમાં પણ પવિત્ર દોસ્તી હોઇ શકે,આ સમજણ અને વિશ્વાસ આધિન હોય છે.

આમ તો સાચું કહીએ તો મિત્રતા ઉજવવાનો કોઈ દિવસ હોતો નથી,
અજાણ્યાભાવે જતાવવાતો હક,અચાનક થયેલી કિટ્ટી બુચ્ચીથી લઈ લાગણીઓના તાણાવાણા થી જ વણાઈ ગયેલો હોય છે.જો મિત્રતાનો સાચો મતલબ સમજીએ તો આપણે કોઈ એક દિવસની જરૂર હોતી જ નથી.ત્યાં ફોર્માલિટી અને મસ્કા બટરની કોઈ જ જરૂર હોતી જ નથી,ત્યાં "તું"અને ગાળોથી જ વાત હોય છે.

       "સ્વાર્થી સખો ન કોઈનોય સગો હોય,ન એને સબંધોની પડી હોય,એને મન કેમ કરી પડાવી લેવું. દાનત જ હલકી હોય એની.
આગળ સારુ બોલે પાછળથી ઘા કરે એવા બગભગત મિત્રોથી સાવધાન!આવા સબંધો ગમે તે દિવસે દગારૂપી કાંટા જ આપે છે"

       આ સબંધો ઋણાનુબંધ હોય છે, સારા દોસ્ત મળવા એ પણ તો લેણદેણનીજ વાત છે, દોસ્ત શબ્દ એટલો મધુર છે કે હ્રદય પણ લાગણીની ભાવ વિભોર થઈ જાય.

        કહ્યા વગર જ બધું સમજી જાય એ લડાઈ ઝગડો પણ થઈ જાય પછી શું લડાઈ અને શું ઝગડો...?બધું ભુલી જાય એટલો પવિત્ર સબંધ છે.તો કોઈવાર અજાણ્યા ચહેરાનું જીવનમાં આવવું અને અચાનક દિલમાં હકુમત સ્થાપી ચાલ્યા જવું એ પણ દોસ્તી જ છે,સમય સંજોગ અને પરિસ્થિતિને આધિન દોસ્તીની પરિભાષા બદલાય છે.એ સ્ત્રી અને પુરુષના સબંધો પણ હોઈ શકે.આ સબંધ મિત્રતાનો હોઈ શકે છે.આમાં નજર અને દ્રષ્ટિકોણ સુધારવાની જરૂર હોય છે.બાકી પવિત્રતા અને પ્રમાણિકતા આ સબંધોમાં પણ હોય છે.

શૈમી ઓઝા "લફ્ઝ"

આ વાત બાબતે તમારું સૌનું શું કહેવું...એ પ્રતિભાવમાં જણાવી શકો છો...


Comments

Popular Posts