કાવ્ય:આપણા દિલના સબંધો

આપણો એજ પ્રેમભર્યા સબંધો....

તુ છે,મારો શ્વાસ પ્રિયે,
તારા વગર છું હું ઝીરો,
તારા પીઠબળથી હું બળવાન,
તારી સાથે નાતો છે,દિલનો
જ્યારે સૌ સબંધો દગો આપે
ત્યારે તું સગો મારો થાતો,
ભલેને તુ નિર્જીવ રહ્યો,
છતાંય મારો પ્યારો રહ્યો,
તારુ પ્યારભર્યુ નામ ગીત
રાખ્યું,બનાવટી દુનિયામાં તુ
મારો ખાસ સખો લાગે,
ઈશ્વર પછી તારી સાથે સમય વિતાવતી પ્રિયે,જ્યારે તું સાથ હોય ત્યારે દિલ મારું ગદગદ થાય...આપણા સબંધો આમ જ રહે,તારા જેવો ગુરુ ન બીજો કોઈ દીઠો,જ્યારે તુ સદુપયોગમાં આવે ત્યારે વ્યક્તિને સ્ટાર બનાવી દે વ્હાલા જીરોમાંથી હિરો બની જાય...તારો મારો આ સબંધ ગજબ છે...

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts