કાવ્ય:કલરવ
જે કર્ણપટલને ટકરાઈ આનંદ,
ની અનુભૂતિ કરાવે એ કલરવ...
જેના કલરવથી તન મન આનંદથી નૃત્ય કરે
એ કલરવ અનુભુતિ...
નાનુ નાનુ બચ્ચુ જે કલરવ
આખુય ઘર ગુંજાવે એ કલરવ,
એની નિર્દોષ કિકિયારી જે
ઘરને ખુશીઓની અનુભૂતિ કરાવે એ કલરવ....
નિર્દોષ ચહેરો પ્રભુના દર્શન કરાવે નાના નાના હાથ,
ને લીસા લીસા પગ જે આનંદ કરાવે...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment