વાર્તા:આપણી જ કહાણીમાં આપણે નાયક નાયિકા



આપણી કહાણીમાં આપણે નાયક નાયિકા

આમ જ જીવન ચાલ્યા કરે છે.આમને આમ સફર ચાલે તેમ નવા વળાંક આવે છે.તો નવું નવું સ્ટેશન પણ આવે છે,સફર જીવનની આમ નિરંતર ચાલતી રહે છે.જીવનમાં કોઈ વસ્તુ પર્ફેક્ટ નથી હોતી.
આપણે જોઈએ રચના અને વિહાનની પ્રેમ કહાની એમનાં મૂખે સાંભળીએ.

"અરે....રચના વાત તો સાંભળ માની જા...ને...વિહાન  રચનાની પાછળ પાછળ ચાલી રહેલો...

રચના વધુ જ અકડાઈ ગયેલી"વિહાન આ ઠીક નથી થઈ રહ્યું.હજી સમય છે સુધરી જા...

"પણ રચના તને શું વાંધો મારામાં કંઈ કમી છે,શું હું તારા લાયક નથી...ઓય મારુ બચ્ચુ મનમાં જે હોય એ કહી દેને નહીં તો મનની વાત મનમાં રાખવાનો તો કોઈ મતલબ નથી ને..."વિહાન આતુરતાપુર્વક કહી રહેલો.

"ઓય...વિહાન તુ સમજવાનો પ્રયત્ન કર,તારામાં કોઈ જ કમી નથી પરંતુ આમાં બહુ ઉતાવળ ન સારી...વાત મનની વાતની નથી જીંદગીનો સવાલ છે"રચના વાત ટાળી રહી હતી.

આમને આમ કોલેજ પુરી થઈ પરંતુ વિહાને પોતાના પ્રયત્ન ન છોડ્યા.

રચનાએ માસ્ટરડિગ્રી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.વિહાને રચના માટે ત્યાં એડમિશન લીધું.

વિહાનનો ફરી એજ કોલેજ સીનમાં જ્યાંથી અટકાયો હતો ત્યાંથી સ્ટાર્ટ કર્યો.

એ માસ્ટર ડિગ્રીની સફર શરૂ થઈ ગઈ,અને પ્રેમના બીજ તો એક તરફી રોપાઈ ગયેલા,પરંતુ બીજી તરફ અંકૂર ફૂટવાના બાકી હતાં,પણ એક પલડુ ભારે હોય તો બીજા પલડાને પણ સમતલ થવું જ પડે છે આજ નહીં તો કાલ..."

"ઓય...વિહાન મારી પાછળ બહુ ફિલ્ડિંગ ભરે છે,એના કરતાં જીવનમાં આગળ વધો કરિયર બનાવો.પરિક્ષા નજીક આવી રહી છે."

😡રચુ આ મારા સવાલનો જવાબ નથી,તારો શું જવાબ છે...વિહાન ગુસ્સામાં બોલ્યો...
      
       શાનો જવાબ શું જવાબ...તુ સીધેસીધું કહે આમ પહેલી ન બૂઝાવ રચના અજાણ હતી એટલે અસ્મતુ આમ જ પુછાઈ ગયું...

"ઓય....રચુ તુ તો બહુ ચાંપલી નીકળી હું આ ત્રણ વર્ષથી નાટક થોડી કરે જાવ છું તું જાણે છે છતાંય અજાણ બને છે,રચુ તારી પ્રોબ્લેમ હું જાણી શકું બકૂડા...તને મારે મારી ભાષામાં જ સમજાવવુ પડશે મને લાગે છે..."

રચના કંઈ બોલે એ પહેલાં વિહાને કહ્યું "હું તને ખુબ પ્રેમ કરું છું,મારી લાઈફ ટાઈમ બેસ્ટ ફ્રેન્ડ બને....

રચનાએ કહ્યું વિહાન આપણે દોસ્ત છીએ,આજીવન રહેશું તો પછી બીજું શું જોઈએ તારે...?

વિહાને કહ્યું"મારે તુ અડધી નહીં પૂરે પૂરી જોઈએ છે,તારી સાથે ઘરડા થવું મને ગમે છે...મારે આવી લુખ્ખી દોસ્તી નથી જોઈતી મારે તો પેલી રોમાંચવાળી થોડો ઝગડો,થોડો પ્રેમ,તારુ રિસાઈ જવું,મારુ તારી પાછળ પાછળ આવવું,આખરી શ્વાસ સુધી તને મારી પાસે જોવુ,એની મીઠડી યાદ વાળી "ઈલુ...ઈલુ...વાળી રોમેન્ટિક દોસ્તી જોઈએ...આમ છબછબિયાં કરવા મને નહીં પોસાય...મને ચાહવો જ હોય તો તારી ભિતરે જગ્યા આપ...આમ નહીં સાવ...આખી જિંદગી મારી બની રહે..મારે આ જોઈએ છે...આ તુ આપી શકે....?"

     રચના કંઈ બોલે એ પહેલાં વિહાન તેને ભેટી પડ્યો...."આઇ લવ યુ રચુ,યુ આર ઓન લી માય એન્જલ..."રચના અને વિહાન બાળપણના મિત્ર હતાં એટલે કંઈ વાંધો આવે એમ નો'હતો.
આ સફર ના...ના....થી શરૂ થઈ...હા...હા...માં ફેરવાઈ જાય છે.
આમ જ મજાક મસ્તીથી શરૂ થયેલી આ કહાણી પ્રેમમાં ક્યારે પરિણમે છે,એની કોઈને પણ ખબર નથી રહેતી.
રચના ના ના કરતી ક્યારે વિહાનને પોતાનું દિલ આપી બેસે છે,એની જાણ એને ખુદને પણ નથી હોતી...

આમ જ રચના અને વિહાન પોતાની જ કહાણીમાં પોતે જ નાયક નાયિકા બની જાય છે

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments