લવસ્ટોરી:એક ખેલ નસીબનો
નસીબ હોય છે નહીં પહેલા તો આજ એક મોટો પ્રશ્ન છે.આમાંય કેટલાક મત મતાંતરો પ્રવર્તે છે...ઘણાં લોકો ખુબ મહેનત કરે છતાંય પાછળ રહી જાય,તો કોઈ વગર મહેનતે ફાવી જાય,તો કોઈને એકાએક લોટરી લાગી જાય ને ભવિષ્ય બદલાઈ જાય.તમારું નસીબ પૂર્વ જન્મના કર્મોને આધારે બંધાય છે,તમારા કર્મો અને જો મહેનતમાં તાકાત હોય તો નસીબને પણ બદલાવવુ જ પડે છે,એમાં કોઈ શંકા નથી.
આપણું ભારત વિકાસશીલ દેશ છે,એનું કારણ કે છે કે ભારતના અડધો અડદ લોકો નસીબને માંની બેસી રહેનાર હોય છે,કાંતો શુકન,અપશુકન,ચોઘડિયા,મૂહુર્ત સાચવવાની બાબતોને વળગી રહે છે,જે ભારતને વિકસિત બનાવવા માટે આ પરિબળ નડતર રુપ બને છે..
તમારા પૂર્વ જન્મોના કર્મો એટલા તે વર્તમાન જીવન પર હાવી થાય છે કે,સપનાંઓ તમારા પળમાં વિખરાઈ જાય છે.
મોહીની નામ પ્રમાણે જ સૌને પોતાની સુંદરતાના દિવાના કરી દેતી.એ નકસીક અને તેની રમણીય સુંદરતા તો એવી ગજબ હતી કે સ્વર્ગની અપ્સરાઓ પણ ઈર્ષા અનુભવે,મોહીનીના દિવાનાઓની સંખ્યાનું પણ લાંબુ લિસ્ટ હતું,તેમાંથી મોહીની એ ધ્રુવને તેના માટે સિલેક્ટ કર્યો પછી તો તમે જુઓ જ છો.
બંન્નેની મુલાકાતો વધતી ગઈ,ફોન કોલ્સ વધતાં ગયાં,મોડી રાત સુધી વાતો વધતી ગઈ,તેમ સબંધો ગાઢ બનતા ગયા ન જાણે ખબર નહીં કે કોની નજર લાગી ગઈ તેમના આ રિલેશનને એમ જાણવું તેમના ગજા બહારની પરિસ્થિતિ છે.કોલેજ પૂરી થઈ પછી તેમની મુલાકાતો પણ ઓછી થઈ ગઈ,
એક દિવસની વાત છે ધ્રુવ ગાર્ડનમાં મોહીનીની રાહ જોઈ બેસેલો"
ધ્રુવ રાહ જોઈ સહેજ કંટાળ્યો એટલે મોહીનીને ફોન લગાવ્યો"એ મોહુ...માર સ્વીટી...ક્યાં છે....ડિયર....કેટલી વાર."
મોહીનીએ ધ્રુવના જવાબમાં કહ્યું"અરે....હું અહીં રસ્તામાં જ છું....આવું છું..."
ધ્રુવે કહ્યું"મોહુ જલ્દી આવ,વધુ રાહ નથી જોવાતી મારાથી,તને મારુ દિલ પાગલોની જેમ શોધી રહ્યું છે..."
"અરે...ઉતાવળા દોઢ ડાયા...કંઈ પેગ બેગ તો નથી મારી ને...મોહીનીએ હળવી મજાક કરી.
અરે નહીં તો બેઉ કપલને પ્રેમમાં લીન થયેલા જોઈ મને અચાનક જ તારી ખબર નહીં કેવી રીતે યાદ આવી ગઈ એ...પોતાની વાત ને બદલતો હોય તેમ ધ્રુવ કહે,તું બધું એ છોડને...પણ તું ક્યાં છો...
"મોહીની ત્યાં પહોંચી ગઈ,અરે રઘવાયા શાંત થા....તુ તો બહુ ઉતાવળો...હું આ આવી...લે જે કરવું હોય એ કરી લે...તને સહેજ પણ ધીરજ નામની વસ્તુ ભેટ નથી મળી "ત્યારે વળી શું...મોહીની સહેજ ગુસ્સે થઈ.
જેવી મોહીની આવી એવો ધ્રુવ તેને પ્રેમથી ભેટી પડ્યો.ધ્રુવને આમ વ્યાકુળ જોઈ મોહીની પણ સહેજ પિગળી ગઈ,એ...ધ્રુવ...આટલો બધો લગાવ કેમ છે તને મારો...મોહીની આવી હતી કંઈક અગત્યની વાત કરવા પરંતુ ધ્રુવને આમ ભાવૂક જોઈ તેની જીભ ન ઉપડી...
તુ જેટલી મારી પાછળ ફિલ્ડિંગ ભરવામાં વર્ષો બગાડ્યા એના કરતાં તે આટલી મહેનત પોતાના કરિયરમાં કરી હોત તો કહાની કંઈ અલગ જ હોત..."આમાં તે ધ્રુવને ખોઈ ન બેસે એ માટે તેને ઠપકો આપી રહી હતી.
ધ્રુવે કહ્યું હું તને ખુશખબર જ આપવા આવ્યો છું,પણ તું શું કહેતી હતી એ કહે...
મોહિની પોતાની વાત કેવી રીતે કહે,કેમકે તે ધ્રુવને દુઃખી નોહતી જોઈ શકતી.
પહેલાં તુ કહે ધ્રુવ શું કહેતો તો એ...
ના પહેલા તુ કહે મોહુ....
"ના લેડીઝ ફસ્ટ..."
"મોહીની કહે પહેલાં આપ કેમકે આપ સિનિયર છો તો આપ પહેલાં..."
આમ ને આમ બેઉ વચ્ચે મીઠી તકરાર થઈ ગયેલી...આખરે ધ્રુવે જ નમતું જોખવુ પડ્યું...
"આજે મેં ઈન્ટર્વ્યુ આપ્યો મને નોકરી મળી મારી સેલેરીની શરૂઆત જ એક લાખથી થાય છે..."હમણાં જ અમદાવાદ ફ્લેટમાં મમ્મી પપ્પા સાથે સિફ્ટ થવું છે."
મોહીની ખુશ થઈ ગઈ તેને ધ્રુવને આલિંગન આપતાં કહ્યું,વાહ...ખુબ સારા સમાચાર છે...સાંભળી બહુ ખુશી થઈ,ધ્રુવને પ્રેમથી પ્રસરાવી રહી હતી."કેમકે તેના ખરાબ સમાચાર સંભળાવી ધ્રુવની ખુશીને માતમમાં નોહતી ફેરવવા માંગતી...
ધ્રુવે હળવેકથી પૂછ્યું"મોહુ માર બચ્ચાં તુ શું કહેવાની હતી,ચુપ કેમ થઈ ગઈ..."
મોહીની ધ્રુવને પોતાની બાહોમાં ભિંસી રડવાની તૈયારીમાં હતી,કંઈ તે પોતાના પ્રેમને સદાયને માટે ખોઈ ન બેસે એના ડરમાં ધ્રુવ એના ગુસ્સામાં પણ ધ્રુવ માટે અનહદ પ્રેમ હતો.
એ...મોહુ તુ કહે તો... ક્યાં તુ કંઈ કહેવા માંગતી હતી તે...
મોહિનીને તેના દુઃખદ સમાચારને દિલમાં દબાવી...એક જ લાઈન કહી....
આઈ લવ યુ ધ્રુવ તુ મારા માટે અનમોલ છે,ઈશ્વરે મોકલેલો દેવદૂત છે.તુ નહીં જાણે બચ્ચા પણ તુ મારા જીવનનો મારા શરીરનો અહેમ ભાગ છે,જેને હું દૂર કરવાનો વિચારે મનમાં આવે તો મને કંપારી આવે છે....
મોહિની મનમુકી રડી રહી હતી,સાથે સાથે ધ્રુવને પોતાના ચુંબનોથી નવડાવી રહી હતી.ધ્રુવ માટે તો આ એક સપનું હતું,તેને તો સપને પણ આશા નોહતી કે તેને રાખેલી ધિરજનુ આવુ ફળ મળશે....ધ્રુવે પોતાની જાતને મૌન રાખી મોહીનીના ચુંબનોને દિલમાં ઝેરોક્ષની જેમ છપ્પાક...છપ્પાક... છાપતા જ રહેવું વધુ યોગ્ય સમજયુ...
ધ્રુવે કહ્યું મોહુ વાતાવરણ ઠીક નથી,ચાલ હું તને ઘરે ડ્રોપ કરી જાવ...
ધ્રુવ તારી સાથે મારે ટાઈમ સ્પેન્ડ મને કેટલો ગમે છે,ન જાણે કેમ મોહીનીને મનમાં ભય સતાવી રહ્યો હતો.તેને મનથી એમ જ લાગી રહેલું કે આ ધ્રુવ જોડેની આ છેલ્લી મુલાકાત છે,ભારે હૈયે પોતાના નસીબને કોશતા તે ઘરે આવી.
પણ તેને ધાર્યુ એનાથી કંઈ વિપરીત જ થયું.બની શકે કે બંન્નેનો પ્રેમ જોઈ ઈશ્વરને પણ દયા આવી હોય એવું બની શકે...
મોહિની માટે એક છોકરાની વાત આવેલી...
મોહીનીએ ઘરે જઈ ઉદાસ મોઢે જોયું તો ધ્રૂવ એના પરિવાર સાથે આવેલો...
વિધાતા પણ ન જાણે કેવા ખેલ રચે છે,બેઉને મળાવે,પછી સતાવે છેને રાહ જોવડાવે,એકબીજાની યાદમાં થોડા રડાવે અને પછી મેળવે આજ તો છે નસીબના ખેલ...
મોહિની ધ્રુવને જોઈ ખુશીના આંસુએ રડી રહી હતી..
આપ સૌને આ વાર્તા કેવી લાગી આપ સૌના મંતવ્યો આવકાર્ય...કંઈ સુધારો હોય તો પણ ધ્યાન દોરી શકો છો...
શૈમી ઓઝા" લફ્ઝ"
Comments
Post a Comment