આર્ટિકલ:અતૃપ્ત ઈચ્છાઓ

અતૃપ્ત ઈચ્છાઓ*
*શબ્દસંખ્યા:-* 319
*તારીખ:-* 4/07/22
*ગદ્ય*

         તરસ શબ્દ જ એટલો ઉંડો અને ગહન છે,તરસ એટલે અધુરી ઈચ્છા,ઝંખના,કોઈ વસ્તુની અસહ્ય ભૂખ,એ પ્રેમની પણ હોઇ શકે,અથવા તો પૈસા અને પ્રતિષ્ઠાની પણ હોઈ શકે છે.
તરસનું વર્ણન સરળ શબ્દોમાં કરવું જ તો લગભગ મુશ્કેલ જ હોય છે.આ શબ્દ જ એવો છે,કે તમે જેટલા ઉંડા ઉતરો એટલા વધુ તમને ઉતારે,તરસના બે પ્રકાર છે,ક્ષણિક તરસ અને ઊંડી તરસ.
    તરસ છે જ એવી ચીજ કે જેટલા ઊંડા ઉતરો એટલી જ તો વધે છે.આ પણ એક પ્રકારની મોહમાયા જ છે,જે માણસને મૃત હાલતમાં એ પોતાના બંધનમાં જકડી જ રાખે છે.જેનો અંત કોઈ નથી.સજીવના અંત સાથે પણ તરસનો પણ અંત થાય છે,એ જરૂરી નથી,લોકોની તરસ ઘણીવાર પરિસ્થિતિ અને સમય સંજોગને આધિન હોય છે.કોઈને ધન કોઇને પ્રતિષ્ઠા,માન,મોભો,વિદ્યા,કિર્તી.તરસથી સુખ મળે એવું પણ નથી હોતું, આદ્યાત્મિકતા એજ સાચા સુખનો રસ્તો છે.તરસ ભૌતિક સુખ સાથે સંકળાયેલ છે.જેની જીજીવિષા તમને આજીવન પામર બનાવી રાખે છે.જેટલા બહાર નિકળવા જાવ એટલું વધું ને વધું ગરકાઈ જવાય છે.

         ધનની તરસ જે તમને ભૌતિકતા તરફ લઈ જાય છે.આ સુખની તરસ એવી ગજબ હોય છે કે માણસ જેને પામવા માટે માણસ ખોટા કામ પણ કરતાંય પળભરનો  વિચાર નથી કરતો.

     સૌને પૈસાવાળા બનવું છે અને જો મહેનત વગર જો શોર્ટકટ રીતે મળતું હોય તો એ પહેલાં.
         આ સ્પર્ધાત્મક યુગમાં ધનની ખપ પણ એટલી હોય છે,વધતી જતી.મોંઘવારી,ભ્રષ્ટાચાર,કાળાબજાર, કાળુનાણું માટે જવાબદાર જ અતિશય ધનની તરસ છે.જે માણસને ખરાબ કામ કરવા માટે પણ ઉપસાવી શકે છે,તો વર્ષોથી સચવાઈ ગયેલા સબંધને પળમાં તોડી નાંખે છે.તો કોઈને કંજૂસાઈ પણ કરાવી જાણે છે.તો કોઈનો વિરોધી પણ કરી દે છે.

        પણ આ તરસ એટલી હાવી છે,કે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ તો રડે છે, પણ અમીરવર્ગ ન ખૂટી જાય એની ચિંતામાં ડૂબેલો રહે છે.


"હાથીને મણને કીડી ને કણ મળી રહે પ્રભુ કોઈ ભૂખ્યું આંસુ સારતુ ન સૂવે એતો પ્રાર્થના છે મારી..."

   *હું✍️ શૈમી ઓઝા "લફ્ઝ" આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*

Comments

Post a Comment

Popular Posts