આદ્યાત્મિક લેખ:શિવપાર્વતીની છત્રછાયા...


*શીર્ષક:-*શિવ પાર્વતીની છત્રછાયા

*શબ્દસંખ્યા:-*
*તારીખ:-*25-7-22

*રચના..........*

"છત્રછાયા"એ શબ્દ જ કેટલો અદભુત છે,કે હૈયું ગદગદ થઈ જાય,આપણે સતત સલામત અને નિર્ભય રહીએ એ છત્રછાયા.એજ હૂંફ અને પ્રેમ આપણને મળતો રહે છે.એ છત્રછાયા,માતા પિતાની બાળકોને,સંતાનો પણ માતા પિતાને ઘડપણમાં પૂરી પાડે છે.પતિ પત્નીને પૂરી પાડે છે.સલામતી અને સુરક્ષિતતાની વાત કરીએ આ સુરક્ષા હદ વટાવે છે,તો એજ છત્રછાયા બોજારૂપ બની જાય છે.માટે અતિસુરક્ષા પણ બાળકના વિકાસમાં બાધારૂપ બને છે, ઈશ્વરની છત્રછાયા નિરપેક્ષ અને સદંતર મળતી રહે છે.જ્યારે પુણ્ય ઉદયપામે ત્યારે મળે છે.

      તો આપણે જ્યારે વરસાદમાં ભિંજાઈએ છીએ ત્યારે વૃક્ષો પુરી પાડે છે,પહેલાં વરસાદ આપવો પછી છત્રી બની જાય છે.આતો કેવી કયામત!ઈશ્વરથી મોટો ડિઝાઈનર બીજો કોઈ હોઈ જ ન શકે...આવી તો કલ્પના પણ ન હોઈ શકે!

        21મી સદીનો સમય છે,ગળાકાપ સ્પર્ધામાં કોઈ કોઈનું નથી હોતું,છત્રછાયા પ્રેમ અને સલામતી અનુભવે છે,
         આ ઈશ્વરના આશીર્વાદરૂપે મળેલી છત્રછાયા સૌને સમાનભાવે નિરખે છે.ન કોઈ ભેદભાવ કરે,સૌ માટે સમાન રીતે કાર્ય કરે છે.એ ચાહે દાનવ હોય કે માનવ,પશુ,પંખી સૌ સંતાન પર સરખો જ ન્યાય હોય છે.માટે જ તો આ છત્રછાયા અખુટ અને શ્રેષ્ઠ માનવામાં આવી છે.આ છત્રછાયા બહુ તપસ્યા બાદ મળે છે,જેને શિવનો હાથ હોય ને મમતા પાર્વતીજીની હોય એની સામે જગત ઝુકે છે.

       સૌ માનવ એકબીજા સાથે સંકળાયેલા છે,આવી વ્યવસ્થા ઈશ્વર સિવાય બીજું કોણ કરી શકે...

       છત્રછાયાની કિંમત ત્યારે થાય કે જ્યારે છત્રછાયા છિનવાઈ જાય,પોતાની જાત સાથે ઈચ્છાઓ નિર્ણય સાથે સમાધાન કરવાનું હોય ત્યારે આ અનુપમ છત્રછાયાની કિંમત થાય... એ છત્રછાયા ઈશ્વરની હોય છે...એતો તમારા કર્મો ને આધિન મળે છે...

      સમયે સંજોગે છત્રછાયાની પરિભાષા બદલાય છે,પાત્રો બદલાય છે,પણ એ પ્રેમ હૂંફરુપી જે આવરણ હોય છે,તે હૈયે એમને એમ અકબંધ જડાઈ રહે છે.

શૈમી ઓઝા "લફ્ઝ"




Comments

Popular Posts