કાવ્ય:દિલથી દિલને જોડતો પ્રેમનો દોરો...
દિલથી દિલને જોડતો પ્રેમનો દોરો...
ખુશીઓની મિઠાઈ ખવાય,
દરેક બહેનને આ દિવસની રાહ હોય છે,આતુરતાથી...
ભાઈબહેનના પ્રેમનો આ દિ
બહેન ભાઈને પ્રેમથી રક્ષાસુત્ર બાંધી,ભાઈની સુખાકારી માંગે
ઈશ્વર પાસે,આ સબંધો હોય છે,નિ:સ્વાર્થ આ પાવનપર્વનું છે ઐતિહાસિક મહત્ત્વ,વિષ્ણુજીને મૈયા પાર્વતી જે ભાઈબહેન છે,તેમનાથી તો આ પર્વની શરુઆત થઈ,ગણેશ ભૈલુને રક્ષાબંધનના દિવસે ઓખાજીને રક્ષાસુત્ર બાંધેલુ.
એક બહેન ઈશ્વર પાસે ભાઈની સફળતા માંગે છે,
આ પર્વને રક્ષાબંધન કહેવાય,અથવા બળેવ પણ કહેવાય...
બહેન હરખે હરખે કામ પરવારે ભાઈના ઘરે જાય,
કંકુનું તિલક કરી ભાઈને રક્ષાસુત્ર બાંધે,મજાથી...માછીમારો કે નાવિકો ઉદ્ઘાટન કરે નાળિયેર વધેરી,માટે નાળિયેરી પૂનમ કહેવાયને બહેનના ગજવા ભરાય ને ભાઈનું ખાલી થાય,આ લાહ્વો પણ અદભુત છે..
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment