લેખ:ભક્તિ અને ખુશીઓનો સંગમ...
*શબ્દ વાવેતર એક પરિવાર**
*(ગદ્ય વિભાગ)*
*🌱ટીમ 🅰️ 🌱*
*નામ :-*શૈમી ઓઝા
*ઉપનામ:-*લફ્ઝ*
*વિષય- ત્રિવેણી તહેવાર સંગમ*
*પ્રકાર:-*ગદ્ય વિભાગ
*શીર્ષક:-*ભક્તિ અને ખુશીઓનો સંગમ*
*શબ્દસંખ્યા:-*315
*તારીખ:-*12-8-22
*રચના..........*
શ્રાવણ મહિનો ભક્તિભાવનો મહિનો છે.વરસાદી મહિનો તો ગણાય છે સાથે સાથે શ્રધ્ધાળુઓની આસ્થાનો મહિનો હોય છે,સૌ ભક્તો શિવજીની આરાધના કરી ચરણસેવાનુ સુખ મેળવે છે, ભોળાનાથ તો ભક્તોની ભક્તિ અને દિલ સાફ જોવે છે.શ્રાવણ મહિનો તહેવારોની ભેટ પણ લઈ આવે છે.
શ્રાવણ મહિનો આવે છે,સાથે સાથે તહેવારોની ભેટ પણ લાવે છે.એની શરૂઆત રક્ષાબંધનથી થાય છે,ભાઈ બહેનના પ્રેમનો આ તહેવાર છે.બહેન ભાઈને રક્ષાસુત્ર બાંધી તેને દિર્ઘાયુના આશીર્વાદ આપે છે.
પછી રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ આવે છે,જેને સ્વાતંત્ર્ય દિવસ કહેવાય છે.વીરોના બલિદાન ને યાદ કરવાનો આ દિવસ છે.જે દિલમાં જુસ્સો સૂરાતનને રાષ્ટ્રીય પ્રેમ વધારે છે.તે દિવસે દેશભક્તિ ગીતો અને તિરંગાના લહેરાવવાથી આખીય ધરતી સુંદર લાગે છે...
નાગપંચમી આ દિવસે નાગ દેવતાની પૂજા કરી આશીર્વાદ લેવામાં આવે છે,નાગપંચમીના દિવસે પુરુષો ઉપવાસ કરી ઠંડુ જમે છે,કાળા કપડાંનો નિષેધ હોય છે.નાગોમા શ્રેષ્ઠ વાસુકી,શ્રેષનાગ છે.આ તહેવારો આપણને પ્રકૃતિ પ્રેમસાથે જોડી રાખે છે, પ્રાણીઓ પણ જીવ છે ,એવું સમજી લોકોના દિલમાં જીવદયા બની રહે તે ઉદેશ્ય છે.
હવે સૌને આસ્થા સાથે સંકળાયેલા તહેવાર એવા જન્માષ્ટમીની તો આ તહેવાર ભગવાન શ્રી હરી વિષ્ણુના અંશાવતાર શ્રીકૃષ્ણ જન્મ સાથે સંકળાયેલો હોવાથી સૌ કૃષ્ણજન્મોત્સવ તરીકે ઓળખે છે.તેને બીજા.ગોકુળ આઠમ તરીકે ઓળખાય છે,તે દિવસે કૃષ્ણ ભગવાન રાતના બાર વાગે જન્મ્યા હતા.એ દિવસે "જય શ્રી કૃષ્ણ,નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી,"જય રણછોડ માખણચોર"નામના નારાથી ગૂંજી ઉઠે છે,ધરતીને પાપમુક્ત કરવા જીવન કેવી રીતે જીવવુ,જીવનની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરવું,ભક્તો તેમની એક એક લીલાઓથી તેઓ નટખટ તરીકે ઓળખાતા હતા, એવા પરમકૃપાળુ કૃષ્ણનો જન્મોત્સવ કેમ ભૂલાય...પરમ અવતાર શ્રીકૃષ્ણના જન્મના વધામણાં સંસારના તમામ જીવોએ કરેલા.બીજા દિવસે સૌ ભાવી ભક્તો કૃષ્ણને હિચાવવા મંદિરે જાય છે, એને પારણા કહે છે....
આમ તહેવારો માણસોની ભક્તિ અને પ્રેમ સાથે જોડાયેલા છે.લોકોના ચહેરે ખુશીઓ અને ભક્તિનો સંચાર થાય છે,લોકોમાં પરસ્પર પ્રેમભાવ રહે,ઈશ્વરની ભક્તિમાં લીન રહે,પરસ્પર પ્રેમભાવથી રહે સૌ એકબીજાને ખુશીઓ અને પ્રેમ વહેચે તેવુ તહેવાર શીખવે છે...
*હું✍️શૈમી ઓઝા "લફ્ઝ"બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
Comments
Post a Comment