કાવ્ય:ઘર ઘર તિરંગા

ઘર ઘર તિરંગા


આપણે તિરંગો લહેરાવીશુ,
દિલમાં દેશભક્તિની ભાવના જગાવીશુ,સરકારશ્રીની યોજનાને સમર્થન આપીશું....
ઘરે ઘરે તિરંગો લહેરાઈ જય હિન્દનો નારો લગાવી,રાષ્ટ્રીયધ્વજને સલામી
આપી,બોર્ડર પર ઉભા રહેલા
સિંહોનો ઉત્સાહ વધારીએ,
તિરંગો આ દેશનું હ્રદય છે,
એ ધબકતું રહે સદા,જે આપણી દેશની શાન છે,કદી
ઓછી ન થાય,તિરંગો અભિમાન છે,એમને એમ બરકરાર રહે,ફરકતો રહે એક જ અરમાન છે,દેશમાં ચાલી રહેલી બદીઓ દૂર થઈ જાય,
એક આશા દિલમાં સળવળે છે,પણ શરૂઆત પોતાની જાતથી જ થવી જોઇએ.

આ આઝાદી નથી એક દિવસની દેણ,250વર્ષની ગુલામી બાદ મળેલી આ બક્ષિસ છે,કેટલાક પરિવારો રડ્યા હશે તો કેટલાક પરિવારોએ પોતાના સદસ્યો દેશને ભેટ આપ્યા હશે,તો કેટલાક નવલોહિયા યુવાનોના ત્યાગ બલિદાન એમાં ઉમેરાયા હશે,એના જવાબરુપે આઝાદી મળી છે,આપણે આઝાદ તો થઈ ગયા પરંતુ ઋણી પણ છીએ ક્રાંતિકારીઓના એમને નવ વિસરીએ,શ્રધ્ધાંજલી આપી આ પર્વને મનાવીએ...દેશના વિકાસમાં યોગદાન આપીએ,

જોજો આ દેશભક્તિ મેલવાડી ન હોય તિરંગો બીજા દિવસે કચરાના ડબ્બે ન મળી આવે,
શણગાર અને ડ્રેસ માટે તિરંગાનો ઉપયોગ ટાળો
આવી દેશભક્તિ ન શોભે આપણને...

બહુ થયો ગોરિયા લોકોની ગુલામી કરવાનો ક્રેઝ,બહુ થયુ વિદેશગમન,દેશ માંજ રહીને દેશના હિત માટે કાર્ય કરીએ,
દેશના વિકાસમાં યોગદાન આપીએ...

મનમાં રહેલી અસમાનતા દૂર કરી,થોડા વિચારોથી આઝાદ થઈએ...

શૈમી ઓઝા "લફ્ઝ"





Comments

Popular Posts