લેખ:જીવનએ સાતરંગોની શૃંખલા

જીવનમાં રંગો ખુબ મહત્વના હોય છે.આપણે જન્મથી મરણ સુધી રંગોની નજીક જ હોઈએ છીએ,આપણો નાતો 

રંગો સાથે બંધાઈ જાય છે,જેમ ચહેરાના હાવભાવો મનની સ્થિતિ અને વ્યક્તિત્વ જણાવે છે તેમ રંગો પણ મનોદશા જણાવે છે,એટલે જ તો કહેવાય છે કે જીવન રંગોથી બનેલું છે.એટલું જ નહીં સાતરંગ દુનિયાને પણ આવરી લે છે.એટલે જ તો દુનિયાને સાતરંગનુ બંધારણ કહેવાય છે.

        લાલ રંગ પ્રેમનો અને સાથે ગુસ્સો પણ દર્શાવે છે,શુભપ્રસંગમાં પણ દર્શાવે છે.પીળો રંગ પણ અગ્નિનુ પ્રતિક અને શુભપ્રસંગમાં તો વપરાય છે પરંતુ માંદગીનુ પ્રતિક પણ છે.
લાલ,પીળો,કેસરી રંગ ગરમ રંગ તરીકે ઓળખાય છે.

          લાલ,પીળો,અને વાદળી મુખ્ય રંગો છે.તેના સંયોજનથી તો અનેક રંગો બને છે.

      કેસરી ત્યાગ અને બલિદાન સુચવે છે,વૈરાગ્યનુ પ્રતિક પણ છે.

લીલો હરિયાળી સુચવે છે,વાદળી રંગ આંખને ઠંડક આપે છે,સફેદ શાંતિ માટેનુ સુચન કરે છે,તો કાળો રંગ અંધકારનું સુચન કરે છે.
       
        સફેદ અને કાળો રંગ શૌક દર્શાવવા વપરાય છે,પરંતુ આજકાલ ફેશન માટે સૌ રંગ મહત્વની ભૂમિકા ભજવે છે.
વાદળી,લીલો ઠંડા રંગ તરીકે ઓળખાય છે.

પરંતુ જ્યારે સપ્તરંગી મેઘધનુષનો પટ્ટો જ્યારે રચાય ત્યારે સૌના ચહેરે ઉત્સુકતા સાથે આનંદ છવાઈ જાય છે,નાના બાળકોથી લઈ મોટા સૌને ખુશીઓ આપે છે...

    શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts