લેખ:નિસ્વાર્થ સબંધો
જીવનમાં કેટલાક ચડાવ આવ્યા તો કેટલાક ઉતરાવ પણ...સબંધોમાં પણ કેટલા બનાવટી સબંધો પણ મળ્યા જે જીવનના બોધપાઠ શીખવી ગયા છે....પણ કેટલાક સબંધો તો એવા અદભુત મળ્યા છે કે ન પુછો વાત...
એ સબંધો મારા ગયા જનમની લેણદેણના પુણ્યોના સરવાળાનુ ફળ સ્વરૂપ છે...
આપણી વાતો છે જ નિરાળી વ્હાલા...આપણી સફર અચાનક જ શરૂ થઈ હતી ફેસબૂકથી થયેલી અચાનક શરૂઆત હાર્દ,માતૃભારતી એપથી મળેલા પ્રિયમિત્રો,સાહિત્યગ્રુપ સાથે વણાયેલા સબંધો તો કેટલાક પ્રતિલીપીમાંથી મળેલા સબંધો કેટલાક કોલેજના મિત્રો,તો કેટલાક સણોસરા લોકભારતીમાં મળેલા મિત્રો,
તો ઈન્ટર્નશીપમાં મળેલા મિત્રો સાથે શરૂ થયેલી સફર તો મજાની હતી. આપણે અચાનક મળેલા અને આપણા સબંધો જોતજોતા જ ઘનિષ્ઠ થઈ ગયેલા.અને મારાં ખાસ મિત્રો બીજા હોય તો મારો સ્માર્ટફોન ને મારી ડિઝિટલ ડાયરી.કાગળને કલમ જેની સાથે છેડછાડ કરતાં મેં પાંચ વર્ષ નિકાળ્યા.આપણી ભાઈબંધી તો બાકી મોજ છે....હો.... કોઈની કુ દ્રષ્ટિ ન પડે....વ્હાલાઓ...
આવી આપણી મીઠી યારી...પણ દિલદારી...પણ ગજબની વર્ણન કરવા શબ્દો ખૂટે છે....
આપણા સબંધો અનામ છે,એમાં કોઈ ન આવે અતૂટ સબંધોની સફર એ દોસ્તી જ છે,આ સફર...તમેથી શરૂ થઈ મીઠી મીઠી ગાળો પર આવે છે,અને તેમાં ન તો ગણતરી કે ન સ્વાર્થ....આવો પવિત્ર સબંધ એટલે જ તો વ્હાલું/વ્હાલી તારી મારી યારી....
દિલદાર સબંધો આપણા રહ્યા પણ દુનિયાના કેટલાય બળતા રહ્યા...આપણો નાતો એતો પરભવની સારી એવી લેણ માટે જ તો આપણે ફરી મળ્યા હસતાં એકબીજા ફિરકી લેતા.વ્હાલાઓ આપણી દોસ્તી આમ રાખીએ સખા સખીઓ આપણા સબંધો દિલરૂપી કલાઈ પર સ્નેહના તાંતણે બંધાયેલા આપણા સૌનો સાથ આમ જ જીવંત રહે હેપ્પી ફ્રેન્ડશિપ ડે વ્હાલા વ્હાલીઓ અને મારા પ્યારા વાંચકમિત્રો.આપ સૌના પ્રેમે તો મને એક અદભૂત સ્થાન અપાવ્યું છે,આપણી આ યારી આમ જ રહે...જન્મોજનમ સુધી એવી સહ અભિલાષા...
શૈમી ઓઝા"લફ્ઝ"
Comments
Post a Comment