"નસીબનો ખેલ"કુદરતનું અટ્ટાહાસ્ય...
કુદરતનું અટ્ટાહાસ્ય....
આર્જવ અને ભૂમી બેઉ બાળપણના મિત્રો હતા,ભૂમિ મિડલક્લાસ પરિવારની યુવતી હતી તો સામે આર્જવ અમીર પરિવારનો યુવક હતો.
આમને આમ બેઉ યુવાન થઈ ગયા,ભૂમિએ સરકારી કોલેજમાં એડમિન લીધું તો આર્જવે ફૂલ ફેસિલિટીવાળી પ્રાઈવેટ કોલેજમાં પણ પ્રશંસનીય વાત તો એ હતી કે દોસ્તી હજીય એમની એમ અકબંધ રહેલી.બેઉ પોતાના મનની વાત શેર કરતાં.
પણ સમયને પસાર થતા ક્યાં વાર લાગે છે.બંન્નેની સફર આમ અચાનક નિર્દોષ જ શરૂ થઈ ગઈ અને ક્યારે પ્રેમસુધી પહોંચી ગઈ,એની ખબર જ ન રહી.
આર્જવ અને ભૂમિનો પરિવાર આર્જવ અને ભૂમિની વધતી જતી મિત્રતાથી પરેશાન હતો.
"પણ એ દિલ હે કિ માનતા નહીં જિતના મિલો ઈતની પ્યાસ બઢ જાયે.એ સિલસિલા ચલ તા રહે...કભી ખત્મ ન હો..."
ઈચ્છા તો કંઈ આવી હતી.પણ "નસીબનો ખેલ" એવો હોય છે,કોઈ વાર નિરાળો તો કોઈવાર વસમો બની જાય છે,પણ આમાં પૂર્વ નિર્ધારિત હોય છે,પણ આ ઝેર પચાવવુ બહુ કષ્ટદાયક બની જાય છે,બધા શિવ પાપા નથી હોતા,કે ઝેર પચાવી જીવી જાય!
કોને ખુશ રહેવા દે છે,આવું જ કંઈ ભૂમિ અને આર્જવ સાથે થયું.
આર્જવ ભૂમિ જોડે વાત કરી રહેલો,રોમેન્ટિક વાતોમાં ખોવાઈ જ ગયેલા,ફોનમાં સમય વિતી ગયો.આર્જવને ભાન જ રહ્યું નહીં...
સુખદેવભાઈ:એ....આર્જવ...રોમેંટિક દુનિયામાં બહુ જીવ્યા હવે વાસ્તવિક દુનિયામાં ચરણ મૂકો...."
આર્જવને ધ્યાન રહ્યુ નહીં...
સુખદેવભાઈ ફરી છણકો કરતાં કહે એ...હજીય કહું છું,તારા અને ભૂમિ વચ્ચે જે પણ કંઈ હોય એ અહીં જ પુર્ણવિરામ કરી દેજો આ તમારા માટે જ સારું છે.
આર્જવ:પપ્પા શું મતલબ છે તમારો...
સુખદેવભાઈ:મતલબ એ જ કે તું.ભૂમિને તુ ભુલી જાય જેમ જલ્દી એમ તારા માટે જ સારું છે..
આર્જવ:પપ્પા હું ભૂમિ વગર જીવી નહીં શકું,પપ્પા...ભૂમિ મારા દિલની ધડકન બની ગઈ છે...પપ્પા. હું ભૂમિને ભૂલી નહીં શકું,ચાહે ગમે થાય.પપ્પા ભૂમિ જેવી સંસ્કારી અને ક્યૂટ છોકરીથી શું વાંધો છે?તમને મને તો એ નથી સમજાતું.
સુખદેવભાઈ:પ્રેમ આપણા બરાબરીમાં કરાય...આપણે બેસી ઉઠી શકીએ એવા ઘરની છોકરી પસંદ કરી હોય તો બરાબર હતી,તુ જો તો ખરા તારા લગ્નના સપનાં અમે બહુ સજાવેલા કે અમીર ઘરની છોકરી સાથે કરીશું પણ તે શું કર્યું આ...દિકરા...અમારા સપનાંનું શું...??
આર્જવ એકનો બે ન થયો.
સુખદેવભાઈ ફરી દિકરાને કડકાઈપુર્વક પોતાનો દાવ ફેક્યો.
હજી કહું છું આર્જવ આ પ્રેમનું ભૂત એક જ વર્ષમાં ઉતરી જાય છે,વાસ્તવિક જીવનમાં પૈસા જ મહત્ત્વના હોય છે.
સુખદેવભાઈએ મનોમન ઠાની લીધું કે ગમે તેમ થાય મનમાંથી "પ્રેમનુ ભૂત"ઉતારી ને જ રહીશ કંઈ પણ થાય...આર્જવના લગ્ન એમના મિત્રની છોકરી સાથે નક્કી કરી દીધા.ભૂમિના નસીબે એવો તે ખેલ કર્યો કે ભૂમિના સપનાંઓ નિદવાઈ જ ગયાં.
શૈમી ઓઝા "લફઝ"
Comments
Post a Comment