લેખ:મૌસમનો ચમત્કાર...
*શીર્ષક:-* મૌસમનો ચમત્કાર...
*શબ્દસંખ્યા:-*272
*તારીખ:-*
*રચના..........
"આજે મૌસમ આવી,
મજાની,વનરાઈઓ હરખાઈ આજે આનંદની મૌસમ આવી,ગિરિ કંદરા આજે મનમૂકી ભિંજાઈ
આજે મૌસમ આવી મજાની"
આ ચિત્ર ઓછામાં જ ઘણું બધું સમજાવી જાય છે,એ વરસાદની ઋતુ જે વર્ણન કરવામાં આવ્યું છે એતો અદભૂત છે.વર્ષાઋતુ જે વસુંધરાને વધુ સુંદર બનાવે છે.પ્રકૃતિ જ્યારે સોળે કળા એવી તે ખીલી ઉઠે છે,કે જાણે કે ઈશ્વરને રુબરુ ન મળતા હોય તેવો આભાસ થાય છે.ધરાની ભીની માટી સોડમથી મહેંકી ઉઠે છે
ઋતુઓની રાણી જોઈ નયનો તો ઠરે જ છે,પરંતુ યૌવન પણ ખિલી ઉઠે છે.યુવાન હૈયું રોમાંચક થઈ જાય છે.પ્રિયજનનો સાથ હોય તો તો કંઈ જ ન ઘટે!
જ્યારે પાંદડા ઉપર જ્યારે પાણીના ટીપાં જડાઈ જાય છે ત્યારે એ ઝાંકળ બિંદુથી પાનની
સુંદરતા ખીલી ઉઠે છે આહા!કવિ હ્રદય છે તો દિલમાં પંક્તિઓની હારમાળા પણ શરૂ થઈ જાય છે.
બાળકો અને ઘરડાં ઓ તો આ જોઈ આનંદ અનુભવે છે,બાળકો
પાણીમાં છબછબિયાં કરતાં હોય છે,વૃધ્ધો પોતાના યુવાનીના દિવસોમાં ખોવાઈ જાય છે.આ જોવાનો આનંદ અનેરો છે,વર્ષાઋતુનું સરસ વર્ણન કવિવર શ્રી કાલિદાસ દ્વારા મેઘદુતમ્ માં કરવામાં આવેલ છે.
ચોતરફ પાણી પાણી એક વાદળની ગર્જના સાથે થતું મેઘરાજાનું આગમન પોતાના પ્રિયજનની સાથે ધરતીનું થતું અદભુત મિલન કે જે નયનોને ટાઢક આપે છે.આ દ્રશ્યને નિહાળવાનો લાહ્વો મળે એ પણ સદનસીબની વાત છે.
ખેડુતો માટે તો વરસાદ પ્રભુ સમાન હોય છે.જે રોજી રોટી પુરી પાડે છે.
વરસાદની મૌસમ હોય ત્યારે ગરમાગરમ પકોડા અને કોફી પોતાના પ્રિયજનનો સાથ હોય તો જન્નતની અનુભુતિ થાય છે.વર્ષાઋતુ બે તળવળતા યુવાન હૈયાની લાગણીઓ માં વધારો કરે છે.એટલે જ તો કહેવાય છે કે વર્ષાઋતુ બે દિલોને જોડવાની કળી બને છે....
*હું✍️શૈમી ઓઝા "લફ્ઝ"બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
Comments
Post a Comment