આર્ટિકલ:લેખકનું જીવન....

 લેખકનું જીવન

                    

          

લેખક માટે એની રચના બાળક સમાન છે.તે પોતાના બાળક માટે સતત ચિંતાતુર હોય છે.તેને કેમ કરી સરસ બનાવવું એના પ્રયત્નમાં હોય છે.તેનું જીવન તેની રચનાને સર્મિપત હોય છે.જેમ માં બાપની ભૂમિકા બાળકના જીવનમાં એક સારા રક્ષક અને  સારા ગુરુની હોય છે,તેમ લેખકની પણ ભૂમિકા હોય છે પોતાના કિંમતી વિચારોને જરા સાચવી સાચવી વાપરે.

          લેખકને એક એક વિચારના તરંગો કિંમત હોય છે.પણ કોઈ ચોરી કરે તો એને અધમણનો નિ:શાસો પડે છે.

          લેખકના જીવનની વાત કરીએ,એના બે જીવન હોય છે.તો વાસ્તવિક જીવન સંઘર્ષ,કટોકટી,અને પળોજણથી ઘેરાયેલું હોય છે.વાસ્તવિક જીવન તો કસોટીઓ પાર કરીને વિતાવવાનુ હોય પરંતુ ચહેરે સ્મિત હોય છે.શબ્દભંડોળ,વાંચનથી અને સૌથી મોટો ગુરુ અનુભવ હોય છે,લેખકનો વાંચક વર્ગ સાથેનો નાતો પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

              લેખકની વાસ્તવિક જીવનથી પણ પર એક જીવન હોય છે જે વાસ્તવિક જીવનમાં રહેલા અનુભવો અને વિચારોની કળીઓની હારમાળાથી બનેલું હોય છે.લેખકે પોતાના સર્જનમાં કેવી રીતે મઠાર લાવવો તેને લોકો સમક્ષ બેસ્ટ સર્જન આપવાનું હોય  પાત્રોની માવજત કરી તેમાં જીવ પુરી જીવનદાન આપવાનું હોય છે.આપણી વાત લોકો સમક્ષ પહોંચાડવાની હોય છે,લોકો તેમાંથી શું બે પ્રકારના મેસેજ લે છે કોઈ સારા તો કોઈ ખોટા...માટે લેખકે પોતાની વાત જનતા સમક્ષ બેસ્ટ કરીને મૂકવાની હોય છે.કાલ્પનિક દુનિયા અને વાસ્તવિક દુનિયા સાથે સૂમેળ સાધીને જે લેખક ચાલે છે તે અમર બની જાય છે,એ ભલે રહે ન રહે પણ નામચિન થકી અમર થઈ જાય છે.....

આપ સૌ પોતાના અમુલ્ય પ્રતિભાવો આપી શકો છો....

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments