લેખ:સગપણ...

*નામ :-*શૈમી ઓઝા*
*ઉપનામ:-*લફ્ઝ*
*શબ્દ- સગપણ*
*પ્રકાર:-*ગદ્ય વિભાગ*
*શીર્ષક:-*સબંધોની માયા..
*શબ્દસંખ્યા:-ર૫૭
*તારીખ:-*3-8-22
*રચના..........*

સગપણ શબ્દ કેટલો અદભૂત શબ્દ છે,કે હૈયું લાગણીવિભોર બની જાય અને આખો ભાવવિભોર થઈ જવાય છે.પણ કહેવાય છે કે દરેક સબંધો ના બે પાસાં રહેલા હોય છે.એકજુથના એક વિચારોના લોકો ભેગા થાય ત્યારે કબિલા અને સમાજનું નિર્માણ થાય છે, આ નિર્માણ પ્રક્રિયામાં જે અગત્યની ભૂમિકા નિભાવે છે,તો એ છે સંબંધોનું પરિપક્વ સ્વરૂપ "સગપણ"જેને સબંધોની પરાકાષ્ઠા પણ કહી શકાય.

        લોહીના સબંધો અને આત્મિયતાથી વણાયેલા સબંધો...

          લોહીનું સગપણ એ જન્મજાત મળે છે તો અમૂક સબંધોમાં અજાણ્યા છતાંય પોતિકાની અનુભુતિ કરાવે છે,આ સબંધોનો સિલસિલો ક્યારેય સગપણમાં ફેરવાઇ જાય છે,ખબર નથી પડતી.એ સબંધની કોઈપણ ભૂમિકા હોય,એ બે મિત્રોની હોય એ સજાતીય કે વિજાતીય કે સજાતીયની દોસ્તી પણ કેમ ન હોય.

        આ સબંધો સાથે આપણું આત્મિયતાનું સગપણ બને છે.એ કોઈ જાતી કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંધાતુ નથી.એ સબંધોનું કોઈપણ સ્વરૂપ હોય એ લેખક અને વાંચકનો સબંધ પણ હોઈ શકે,લેખકનો પણ વાંચક વર્ગ સાથે આત્મિયતાનો સબંધ હોય છે.

        એતો લાગણીઓ, પ્રેમ અને વિશ્વાસથી બંધાય છે,તેને બાંધવામાં આવતું નથી,તે તો આપમેળે બંધાઈ જાય છે.સગપણમાં પ્રેમ અને આત્મિયતા પારદર્શકતા પણ એટલી જ જરૂરી છે,જો એમાં દગો,કોઈની પાસે પડાવી લેવાની હિન્ન ભાવના તો,કોઈનું ખરાબ કરવાની ભાવના જન્મે અને અદેખાઈના બીજ રોપાય તો સગપણરુપી છોડને મુર્ઝાઈ જતાં પણ ઘડીક પણ વાર નથી થતી.


         ઘણીવાર તો સગપણના સબંધોમાં આપણે એવા તે ભેરવાઈ એ છીએ કે વાત જાવા દો.ઘણીવાર અતિવિશ્વાસ અને ગાફેલપણું પણ ખતા ખવડાવી દે છે આ સગપણનું નકારાત્મક પાસુ પણ છે.માટે તો સગપણ પર કટાક્ષ કરતાં ગીતો અને ડાયરામાં આ બાબતે ચર્ચાઓ થતી હોય બની શકે. ચહેરા વાંચતા આવડી જાય એ વ્યક્તિ સગપણ માં ફાવી જાય છે.સગપણ બાંધતા પહેલાં ચહેરા વાંચન શીખવું જ રહ્યું.

          *હું✍️શૈમી ઓઝા બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*

Comments

Popular Posts