કાવ્ય:અબોલ❤️ પ્રેમ
અબોલ❤️પ્રેમ
કેટલાક સબંધો લોહીના
નથી છતાંય દિલમાં વસી જાય છે,લાગણીનો પ્રવાહ પણ અબોલ જીવને લાગણીમાં બાંધી શકે,આ તાકાત છે,પ્રેમની તો કેટલીક વાતો ઈશારાથી પણ સમજી જાય છે,અબોલ જીવ પણ વ્હાલ ને પાત્ર છે...
પ્રેમની અભિવ્યક્તિ શાબ્દિક રીતે થાય કે અશાબ્દિક પ્રેમ વિજાતીય પાત્ર સાથે થાય કે અબોલ જીવ સાથે શું ફેર પડે છે?
વફાદારી દરેક સબંધોનુ મૂળ છે.કોણ કહે પ્રાણીઓમાં સંવેદનશીલતા નથી હોતી,
પ્રાણીઓ મૌનમાં પણ ઘણાં પ્રેમના પુરાવા આપી જાય છે,
પ્રેમમાં વફાદારી પ્રાણીઓ પાસે શીખવા મળે છે.અબોલ જીવ અને મનુષ્યનો પ્રેમ પણ મજાનો છે,આ પ્રેમ કોઈ સ્વાર્થ કે સોદા વગરનો હોય છે,
ન કોઈ નુકશાન કે ન બેવફાઈ નો ડર...
એ જ મજાની મ્યાઉ મ્યાઉ, ભાઉ ભાઉની ભાષા અને આંખોમાં છલકાઈ રહેલી નિર્દોષતા,એ જ શરારતી તોફાન,કોઈ પણના હૈયામાં પ્રેમની કૂણી લાગણી જન્માવે છે.
આ ધરણી પર વિજાતીય પ્રેમની સાથે અબોલ જીવ પણ પ્રેમ અને લાગણીને પાત્ર છે...
આ સમજીને સૌ જીવ માટે દયાભાવ રાખવો,સ્વાદ માટે પ્રાણીઓનો આહાર ટાળી "વસુધૈવ કુટુંબકમ્"ની ભાવના દિલમાં જન્માવીએ
મિચ્છામિ દુકડમનો મતલબ સાચા અર્થમાં સમજ્યા કહેવાઈ એ....
શૈમી ઓઝા "લફ્ઝ"
Very nice 👍👍
ReplyDelete