લેખ:સોશિયલ મિડિયા એક માયાવીનગરી...



સોશિયલ મિડિયા એક માયાવીનગરી....

"આપણા જ મોબાઈલના આપણે જ માલિક....આપણી જ કથામાં આપણે નિર્દોષને વિલન...પછી શરૂ થઈ જાય સણસણતી દર્દભરી એક દાસ્તાન,સફર એવી મજાની ચાલે કે અચાનક પડે તમાચો બનાવટનો,ત્યારે મિત્ર હતાશા અને નિરાશા ઘર જમાઇ બની આવે....

         આપણી જ આઈડીમાં નવા નવા આવે ને સબંધોની જુઠી આશ આપી ચાલી જાય ઝટપટ,આપણે વિચારતા રહી જાઈએ ફટાફટ...

આપણા જ કિસ્સામાં આપણે પાગલ કેવા છેતરાઈ ગયા.કોઈ આવે મોટી આશ સાથે ને અચાનક સબંધોની શરૂઆત થઈ જાય.આ સફર અજાણ્યામાંથી જાણીતા બનીએ સહેજ નજીક ને "સ્વાર્થ પત્યો તો ચાલ હટ્ટ....ભાડમે જાયે જનતા...તો આમ જ અચાનક થપાટ મારી ચાલ્યા જાય..."

            હજારોમાં કોઈ સારો સબંધ પણ માંડ મળે.મળે તો બાપુ ન્યાલ થઈ જવાય.ફ્રેન્ડશીપ ઉજવો પણ હા જરા સંભાળીને મિત્રની નિયત પરખીને....જુઠ્ઠા નહીં ટકી શકે ઝાઝી...દયામણી વાતો કરનારથી તો સાવધાન...!!લોકો કોઈની સફળતા જોઈ મનોમન બળતરા કરે આ તો બહુ વિચરતા કરે એવી વાત છે,તો અમુક ની નિયત જ ખોટી હોય તો...અમુકની દાનત હોય એઠી...

             આ માયાવી નગરીમાં...સોશિયલ મિડિયા એક માયાવીનગરી,આપણે જ નિર્દોષ અને આપણે જ વિલન શું કહેવું...આપનું.....

મને જણાવશો.....સો....પોતાના મંતવ્યો અને આપના અનુભવો પણ મને શેર કરી શકો છો....😊

આપની શૈમી ઓઝા "લફઝ"


Comments

Popular Posts