કાવ્ય:અજાણ્યો માણસ..

અજાણ્યો માણસ..

આપણે તો રહ્યા જન્મોજનમના સંગી,આપણો આ હસ્તમેળાપ ઈશ્વર આધિન હતો,આ કરાર સ્વીકારી આનંદ કરનાર આપણે બે હતાં

અજાણ્યા ચહેરા મળેલા ઝુકેલી નજર સંગ હતી મુંઝવણ કેવી રીતે વિતાવીશુ ભવ આખો,એકમેકની સાથ...
વિચારોની ભિન્નતા જ બની હોય એક કરવાની કડી...
આમને આમ જીવન સફરમાં આપણે એકબીજાને મળી ગયા.

થોડી હતી જીવનની હાડમારી તો હતી દબાણની મહાભારત...આમ જ આપણી સફર શરૂ થઈ ન જાણે કેમ એકબીજાની લત આપણને લાગી ગઈ...જોતજોતા એ અજાણ્યા માનવ દિલમાં છપાઈ જ ગયા.

રોજ લડીઝગડીને પણ એકબીજાને સહન કરતાં થઈ ગયાં,એકબીજાને કંખોળીને પણ એકબીજાને સુરક્ષિત જોતા થઈ ગયા...આમ જ આપણી સફર શરૂ થઈ...
ને હમસફર થઈ ગયા....

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts