હોરર સ્ટોરી:ખતરાનુ એક અલાર્મ...

ખતરાનુ એક એલાર્મ...  

સાંભલપુર ગામનો વિખ્યાત એરિયા જેને નિહાળવા સૌ મિત્રો આવેલાં

    સાંભલપુર ગામ જે પ્રવાસ પર્યટન માટે ખુબ જાણીતું હતું.તમને સૌને એમ થશે કે આ ગામમાં એવું તે શું હશે વળી!આ ગામની ગલીગુચીઓ સ્વચ્છ હતી.આ ગામમાં જોવા લાયક સ્થળ હતી કબર...


        આ કબરને સૌ વોન્ટેડ કબર તરીકે ઓળખતું.અહીં જે જોવા જેવો નજારો હતો તે રાત્રીનો સમય હતો.આ સ્થળે ફોરેનથી ગોરિયા ઓ તેમની અંગ્રેજી મેડમને લઈ આવ્યા હતા.

      અમારુ પણ ત્યાં જાવું અચાનક આતો ક્રોશ થઈ ગયો.અમારી સૌની રંગતમાં એ પણ મળી ગયેલા.અમે સૌ દુધમાં સાકર ભળે તેમ ભળી ગયાં.

       તેમનું ઉચ્ચારણ અંગ્રેજી હતું,ભાષાની ક્યાં જરૂર હોય છે,જ્યાં સબંધ લાગણીઓથી બંધાયેલા હોય છે.

        અમે સૌ સાંજનો નાસ્તો પતાવી સાંભલપુર ગામની મૂલાકાત લીધી ગાઈડ પણ અમારી સાથે હતાં,ગાઈડને માર્ગદર્શન આપવામાં સરળ રહે તે માટે બે ગ્રુપમાં વહેચાઈ ગયા...

ગાઈડ બૂમ પાડી રહ્યા હતા,"એ...જલ્દી કરો...સમયસર ઘેર પહોંચવુ આવશ્યક છે...જલ્દી કરો"

"એ...તમતમારે ગાઈડ બરાડા પાડે રાખે આપણે ક્યાં કોઈનું સાંભળવુ છે તે ચિંતા!ગાઈડ એનુ કામ કરે અને અમે અમારું કામ કરે રાખીએ થોડી હસી મજાક સાથે આખોય દિવસ વિત્યો.ગોરી અંગ્રેજ મેમ સાહબ પણ અમારી સાથે સરસ હળીભળી ગઈ ન પુછો વાત.

       ગાઈડે એક ફરી બૂમ પાડતાં કહ્યું..."એ સાથે રહેજો સૌ પછી એમ ન કહેતા કે ગાઈડે ન ચેતવ્યા.

        અમે સૌ મસ્તીમાં હતા એટલે ગાઈડની બોલીને રફ સમજી એ પોતાની દુનિયામાં મસ્ત હતાં.

અને ગાઈડને અરે...
હા...ભાઈ કહીને એના મોઢા પર તાળુ મારવા પ્રયાસ કરતાં હતાં,પરંતુ અમે ત્યારે ખોટા હતાં એનો પછ્તાવો બસ અમને થોડીવારમાં થવાનો હતો.કેમકે રિયાલિટી શો થોડી વારમાં શરૂ થવાનો હતો.
      
       અમે રહ્યા ફોટો પાડવાના શોખીન...થોડું વિડિયો શુટિંગ થઈ જાય એની આતુરતાપુર્વક રાહ જોઈ બેઠા હતા.આખુંય બપોર ફર્યા પણ શરીરમાંથી નિકળતો પરસેવો પણ મજાનો લાગી રહ્યો હતો.કે નોહતી ઊંઘ આવી રહી.અમે તો સૌએ આ સાંભલપુરની કબરો વિશે બહુ ચર્ચા સાંભળી હતી
આજે મન થઈ ગયેલું કે કંઈ પણ થાય આ સાંભલપુરની મુલાકાત લઈએ ત્યારે એક રાત ગુજારવી છે.ત્યાંની કબરોમાં પણ રાત્રીના સમયે વાચા ફૂટે છે શું વળી આવી પણ હકીકત હોઈ શકે?

થોડા સવાલો પોતાની જાત સાથે કર્યા ગાઈડ એક ગ્રુપ સાથે પાછળ અમે આગળ...આગળ...ચાલી રહ્યા.

પણ દિલમાં ઉત્સુકતા એ હતી કે,દરેક રાતનો નજારો તે અહીં કેવો હશે ગાઈડ કહેતા હતા એવો જ હશે?કે પછી સરળ હશે....
      
       વિશે જે  અહીંની કબર વિશે જે સાંભળ્યુ છે એ હકીકત હશે અને આ જો હકીકતમાં હશે તો શું વિતશે?અહીંની કબરો "હરતી ફરતી કબરો" તો કોઈ "બોલતી કબરો તરીકે ઓળખે છે.મનમાં સવાલો તો અનેક હતા.રાતનો નજારો કેવો હશે?

મારો આત્મા આ ઉત્સુકતાથી ઉત્તેજિત દિલને ઠપકો આપી રહ્યો હતો.

"એ....થોડું ધીમુ પડ અતિ ઉત્સાહ વિનાશ નોતરશે."

પણ આપણે રહ્યા ઉત્સાહી જીવ ક્યાં કોઈ કોઈનું સાંભળવુ,દિલમાં બસ એક જ ઝુનુન કે કબર જોવી અને વિડિયો બનાવવી,ખબર નહીં કેમ આજે કેમ પત્રકાર બનવાનું ભૂત ચડેલુ દિલમાં.પણ આ કેવો અંજામ આપશે તે જોવા જેવું હતું.

       જોત જોતા સુર્ય પોતાના સ્થાન પર પરત ફરી રહ્યો હતો.નાસ્તાનો સમય થઈ રહ્યો હતો.

અમારી સાથે મહારાજ પણ લાવેલા,નવા વિદેશી મિત્રો મળ્યાનો દિલમાં જબરદસ્ત રાજીપો હતો.ભુરિયાઓ એમની ભાષામાં બોલે રાખતાં અમે આનંદ લૂંટતા.એ પણ અમારી સાથે એવા તે હળીમળી ગયાં કે ન પુછો વાત.કોઈ તેમની ગોરી સ્કીનથી ઓળખે.

      "આહા...શું બોલવાની છટા હતી,બાકી સિક્કા ખરે...એવી સરસ..."

અમારુ હાસ્ય ત્યારે જ ન રોક્યુ રોકાય કે જ્યારે એમને ગુજરાતી બોલતાં શીખવાની ભારે ઈચ્છા પણ બોલતા ન ફાવે જ્યારે ચહેરે ભુલ કર્યાનો ભાવ પણ જો આવે તો ચહેરો સહેજ શરમથી તો સહેજ શરારતથી લાલ થઈ જાય.ગુસ્સો બિલકુલ નહીં મિત્રતા પણ અમારી ગજબની થઈ ગઈ હતી.

        અમે સૌ ગ્રુપમાં વહેંચાઈ ગયા.ગોરિયાઓ તેમની અંગ્રેજ મેડમ પણ અમારા સાથે હળીમળી ગયાં.અમે કંઈ વાત કરીએ એ પહેલાં જ.

બપોરનો સમય હતો મહારાજજી એ મીઠા લહેકા સાથે નાદ પાડ્યો કે"ચાલો જમવાનો સમય શરૂ થયો છે જલ્દી આવો.ગાઈડે ચાલી રહેલી વાતમાં હાજરી પુરતાં કહ્યું ચાલો હવે જમવા સૌ આપણે હજી તો ઘણુંય ફરવાનું છે...

મારાથી કહેવાઈ ગયું,"એ....હે....તો તો મોજ પડી જશે

" ગાઈડ પણ અમને કહી રહેલા જમવા ટાઈમે જરાય વાત નહીં."

ભૂરિયાઓ પણ ગુજરાતી થાળી શીરો,પુરી,બાસુંદી,ગુલાબજાંબુ,સેવ ટામેટાંનુ શાક,ખમણ,પાતરા ઢોકળાં,મિક્ષ શાક,દાળ ભાત,છાશ,પાપડ,બહુ આનંદથી જમીને રાહત અનુભવી રહેલા.

અમે રહ્યા સૌ વાતોડિયા અને અમારી આ ટોળીમાં ભુરિયાઓ પણ આવી ગયેલા એટલે રંગમાં રંગ મળ્યો એટલો રાજીપો બાપ...

મારાથી પુછાઈ ગયું"એ...મહારાજ સાંજના જમવાનામાં જમવામાં શું છે....આજે...."

સૌ મને જોઈ ખડખડાટ હસી રહેલા તો હું પણ સહેજ હસી પડી.

 થોડો થાક ઉતારી રહ્યા હતા ત્યાં  એકાએક મગજમાં ઝબકારો થયો.ગૂગલ ગુરુ પાસે મેળવેલ માહિતી મુજબ આ ગામમાં તળાવ પણ સરસ હતું.મનમાં તો થયું કે અહીં આવ્યા પછી તળાવમાં ભીના થયા વગર કેમ જવાય?અમે સૌએ પ્રોગ્રામ બનાવ્યો.
આજની"સાંજ તળાવના નામ."અમે સૌ સાથે નિકળ્યા અંગ્રેજ સાહેબ પોતાની ગોરી મેડમો સાથે હાથમાં હાથ પરોવી આવી રહ્યા હતા,ફોરેન સંસ્કૃતિમાં તો સબંધોમાં એટલી બધી આત્મિયતા નથી આપવામાં આવતી.સબંધોને માત્ર એક જરૂરિયાતનું માધ્યમ માનવામાં આવે છે.
         
       પરંતુ તેઓ આમાંથી બહાર આવી સબંધોનું મહત્વ સમજી રહ્યા હતા.ત્યાં સબંધોમાં મોકળાશ હોય છે પરંતુ તેઓ ભારતીય સંસ્કૃતિને માન આપી રહ્યા હતા.આ બહુ નોંધનીય બાબત હતી.સૌ તળાવના ઠંડા પાણીમાં ડૂબકી મારવાનો આનંદ લઈ રહેલા.
"વાઉ વોટર ઈઝ વેરી કૂલ"

      જેક નામનો યુવાન હળવા સ્મિત સાથે કહી રહેલો"કમ ઓન...ફાસ્ટ ફાસ્ટ"
         
         એના ચહેરા પરનુ સ્મિત તેની તરફ ધ્યાન ખેંચી  રહેલું.આસપાસનું વાતાવરણ પણ મનમોહક હતું.તળાવ ભીની માટીથી મઘમઘી રહ્યું હતું,તો આજુબાજુના ફૂલો વાતાવરણને સુગંધિત કરી રહ્યા હતા.અમે આ વાતાવરણનો લાભ લઈ રહ્યા હતા,ત્યાં એજ ફરી લેહકો સંભળાયો.

જેકે ફરી સાદ આપ્યો,

"Hello where are you lost, let's go...quick?"

હું રહી અભણ અંગુઠાછાપ બધું ઉપરથી જાય...પરંતુ એ વસ્તુ એ ગુજરાતીમાં બોલવા જાય.

તોતડાતા ખચકાટ સાથે ગુજરાતી બોલી રહેલો આ જોઈ હાસ્ય પણ આવી રહ્યું હતું મિત્રતામાં બધું જ પોષાય.

તેના અવાજમાં તિખાશની સાથે માસુમિયત છુપાઈ રહેલી.

ફરીથી જેકે રાડ નાંખી"😡Come soon, it will be late."

મારાથી કહેવાઈ ગયું કે,અરે....હા....બાબુ....તમે લોકો આનંદ કરો અમે આવીએ છીએ.

        જેક બહાર આવ્યો એને હાથ લંબાવ્યો અમને થોડું સંકુચિત લાગી રહ્યું હતું,એવા જુનવાણી ઘરમાં જન્મ થયેલો હતો તો.

        મારાથી કહેવાઈ ગયું,"આની કોઈ જરૂર નથી હું આવું છું."

      જેકથી પુછાઈ ગયું"why?"
ચહેરા ઉપર સહેજ સંકોચ હતો જવાબ આપવા માટે કોઈ શબ્દો જ નો'હતા મારી પાસે.

      આટલા અદભુત વાતાવરણનો લાભ લીધા વગર અમારુ ગ્રુપ શું કામ આ લાભથી વંછિત રહે!

       હું અને મારું ગ્રુપ ધીમે ધીમે ઉતરી રહ્યું હતું,અમે સૌ આ નજારાને દિલરૂપી કેમેરામાં કેદ કરી રહેલા.

       પાણીની ઠંડક દિલને શુકુન આપી રહેલી,આખા દિવસની શરીરમાં થકાવટ હતી એ તો દૂર થઈ ગઈ તાજગી ફરી આવી ગઈ.જેક અમને જોઈ શરારતી સ્માઈલ કરી રહેલો.
      અમે પછી તેની તરફ ધ્યાન આપવાની જગ્યાએ પોતાની જાતને પાણી સાથેની મસ્તીમાં વાળી દીધી.ગોરી મેડમો સાથે મસ્તીમાં લાગી ગયાં,આજુબાજુના ફૂલોમાં પતંગિયા દોડાદોડ કરી વધુ સુંદર બનાવી રહેલા.

          ગોરી અંગ્રેજ મેડમો પણ અમારી સાથે સેટ થઈ ગયેલી.તેમના વોટરપ્રૂફ મોબાઈલ વડે તેઓ આ અદભૂત નજારાને કેદ કરી રહી હતી.અમે સૌ મસ્તીમાં ખોવાઈ ગયાં પરંતુ વર્ષો બાદ આવી અનુભુતિ થઈ હતી.પરંતુ ક્યાંક  દિલ અને મનનો ખુણો હજી કોરો હતો,સૌ મિત્રો પોતપોતામાં ખોવાઈ ગયાં તો હું પણ પોતાની અલગ કાલ્પનીક દુનિયામાં ખોવાઈ ગઈ.

        પાણી સાથે રમત કરતાં કરતાં અચાનક પગમાં કંઈક કરડતુ હોય તેઓ આભાસ થયો."કંઈ નહીં કાંટો વાગ્યો હશે!પોતાના જાતને કાંટો  વાગ્યો છે,એમ માની પોતાની જાતને બહાર નિકાળી રહી હતી.

પરંતુ જેમ જેમ મગર નજીક આવવા લાગ્યો તેમ તેમ ધબકારા વધતાં ગયાં.શ્વાસો શ્વાસ વધી રહેલા.તળાવમાં એકાએક દોડધામ મચી ગઇ.મારા મિત્રો પણ મને આમ મૂકી ચાલ્યા ગયા,પરંતુ જેક ત્યાં જ ઉભો રહેલો.

મારાથી કહેવાઈ ગયું,નામ તો એનું મને ખબર નો'હતી.

"એ.....ભૂરુ ભાગ તો...મરવું છે,તારે કે શું જા તો અહીંથી....જાય છે કે તને મારવા દોડુ સોટી લઈ?"

જેકે મને આમ જોઈ રડવા જેવો થઈ ગયો.તે ગુજરાતી બોલવા તો માંગતો પરંતુ બોલી ન શકતો.

પરંતુ તેને પોતાની અંગ્રેજીમાં જ કહ્યું,"Whatever happens, don't put you in such trouble, I'm telling you yes!"

મને ગુસ્સો પણ આવ્યો એ ભુરુ ભાગ તો આ કંઈ વેવલો ડ્રામા કરવાનો કંઈ ટાઈમ છે ભાગ તો....

જેક એક જ વાક્ય બોલી રહેલો"નો...ઓહ...નો..."

હું અહીં દોડી રહેલી મગર મારી પાછળ ને મારો ગુસ્સો વધી ગયો.

"એ....ડોબા જેવા બુડથલ...તેમાં ભાગ અહીં  મને જોઈ શું ઊભો છે!ભાગ લા અક્કલના ઓથમીર મારા પછી તને ઝપેટશે...તારે પણ ખોરાક બનવું છે કે શું મગરનો!અરે....ભાગ તો...કહું છું મુરખ..."

જેકના સમજ બની ફરી પુછી રહ્યો હતો"What are you saying? I don't understand anything. Say it again!"

"એ...ભૂરુ મને ગુસ્સો ન અપાવ વધુ તુ જા તો..."

હું વધુ ઉતાવળે ભાગી રહેલી તો જેક પણ મારી સાથે ભાગી રહેલો જેક કામયાબ રહ્યો  ભાગવામાં તે મારાથી આગળ પહોંચી ગયો.તે પહોંચી જવા જ આવ્યો હતો,પરંતુ મારી રાહ જોઈ રહેલો.મને આમ એકલી જોઈ એને દયા આવતી હોય એવું બની શકે!
         પરંતુ હું તો થાકથી મારી ગતિ સહેજ ધીમી પડી
પરંતુ એકાએક પગ લપસ્યો મને બચવાની કોઈ આશા જ નો'હતી.હું તો પંચાક્ષર મંત્ર બોલી રહેલી,સાંભળેલુ કે પંચાક્ષર મંત્ર મૃત્યુ બાદ મુક્તિ પ્રદાન કરે.પણ મોત સામે હોય તો ક્યાં કંઈ યાદ આવે!પરંતુ હું ખચકાટ સાથે બોલી રહેલી
મગજ મને જોઈ મધૂર હસી રહેલો કે આજે ખોરાક સરસ મળ્યો મને મારો પરિવાર આજે ભરપેટ ખાઈ શકશે.મને એમ પણ થયું કે માણસો જ્યારે પ્રાણીઓનું ભક્ષણ કરતાં હશે ત્યારે શું વિતતી હશે!પરંતુ મારુ શરીર મગરનો આહાર બનશે,એનો આનંદ પણ આવી રહેલો.હું કોઈકના તો કામમાં આવી હું નકામી નથી એનો મને આનંદ આવી રહ્યો હતો.

જેક સામે નજીક પહોંચી ગયેલો.

હું સહેજ પોતાની જાતને ઠીક કરી બસ દોડી જ રહેલી મગર પણ વધુ સ્પીડમાં હતો.

તો સામે કિનારે ઊભો રહી જેક મારા માટે ફિંગર ક્રોશ કરી પોતાના ફાધર ભગવાન ઈશુને મનોમન વિનવી રહેલો.હું પોતાના મોત બાદ મુક્તિ મળે તે માટે પંચાક્ષર મંત્રનો મનમાં જાપ જપી રહેલી.પરંતુ ભગવાન શિવને થયું કે આજે સોમવાર છે કોઈ પપ્પા પોતાની છોકરીને આવુ મોત આપે એવા તો નિર્દયી ન જ હોય!ભગવાન શિવ અને પાર્વતી માતાને થયું કે આ દિકરીને હજી ઘણી બધી શિક્ષા આપવાની છે.અને જીવન ખુશીઓથી ભરવાનું છે આમ મોત નહીં અપાય.ભગવાન શિવ પોતાના ધ્યાનમાં વ્યસ્ત હતાં તો માતા પાર્વતી જગતના સંચાલન અને પાલન પોષણમાં વ્યસ્ત હતા.પરંતુ માં અને પા આ સીન જોઈ રહેલાં.તેમનો ઈરાદો મને મોતના શરણે જવા દેવાના બદલે મોત સામે જંગ લડી બહોળો વિજય પ્રાપ્ત કરું તેવો જ હતો.હું આગળ આગળ તો મગર પાછળ પાછળ આ સીન બહુ મજાનો થયો.

     જેક મારા માટે એના ફાધર ઈશુને પ્રે કરવાની સાથે મારી મદદ કરવા પણ આવી રહેલો.હું એને ના પાડી રહેલી છતાંય મારી મદદે એ અજાણ્યો વ્યક્તિ આવી રહેલો તો મારુ ગ્રુપ મને આમ છોડી ચાલી ગયું,આ પરથી જ નક્કી થયું કે ઘા આપણને નજીક અને ઓળખીતા જ આપે છે.આ વાત મને ઈશ્વર ડેમો આપી શીખવવા માંગતા  હતા એ બની શકે અચાનક શરીરમા શક્તિનો સંચાર શું થયો પગમાં વાગેલુ છતાંય સ્પીડ અચાનક આવી ગયેલી.
      પરંતુ ભગવાન શિવ પોતે ન આવી શક્યા મદદ માટે કામકાજમાં રોકાયેલા હોવાથી સમજાય છે પરંતુ જેકના રુપે દેવદૂત આવેલો.

મગર મને કરડવા આવ્યો,જેકે મને મગરના પંજામાંથી છોડાવવા પ્રયાસ કર્યો પરંતુ કંઈ ઉપાય ન જડતા જેકે પિસ્તોલથી તેને શૂટ કરી દીધો.મગર ઘાયલ અવસ્થામાં વિલા મોઢે તે પોતાના સ્થાન ચાલ્યો ગયો.
     
       હું પોતે જીવતી હતી એ મને હવે સપનાં જેવું લાગી રહેલું.

જેક મને કહી રહ્યો હતો "હે....ય....લેડી આર...યુ....ફીલ બેટર?"

મેં સહેજ અચકાહટ સાથે કહ્યું હતું,હા...

જેક મને ઠીક જોઈ પોતાની જાતને રિલેક્સ કરતાં કહે,એની વે...એની વેય....વોટ ઈસ,યોર નેમ?

હું કોઈ અજાણ્યા વ્યક્તિ સામે એકલી હતી તો મનમાં અચકાહટ હતો પરંતુ પોતાની જાત ને સ્વસ્થ કરી કહી રહેલી શૈમી...ઓઝા...?

જેક:આઈ.એમ.જોસેફ સિડની...બટ માય નિક નેમ...ઓન...લી....જેક...

મને સહેજ રાહત થઈ,ઓકે...
કહી એનો આભાર માની રહી હતી...

જેક આભાર ન માનવા માટે  કહી રહેલો,તે વધુમાં કહી રહેલો કે આતો મારી ફરજ છે.

સહેજ શરારતી હસી રહેલો.
ખબર નહીં કેમ મને કે એની આ સ્માઈલ મારા દિલમાં છપાઈ જ ગઈ.

મારાથી સહજભાવે કહેવાઈ ગયું કે "એ....ભુરુ ઊભો રહે તો...."

જેક ઓહ...યુ આર ટેલ મી?

માર ગુસ્સામાં કહેવાઈ ગયું કે અહીં કોઈ છે બીજું સૌ ચાલ્યા ગયાં.

જેક મારા શબ્દોને ધ્યાનથી સાંભળી રહેલો.
      
જેકે ફરી પુછ્યું વોટ આર યુ ટોલ્ડ,આઈ.એમ.નોટ
અન્ડરસ્ટૂડ?પાર્ડન પ્લીઝ.

જેક અંગ્રેજી ભાષામાં બોલી રહેલો હું ગુજરાતીમાં બોલી રહેલી,દિલનો ધબકાર જ અનુવાદ કરી રહેલો.

મને જે જેક માટે નકારાત્મક ભાવ હતો એ ધીરે ધીરે દૂર થઈ રહ્યો હતો.અમે બંન્ને એકબીજાને સાંભળતા સાંભળતા ચાલી રહેલા.મને અજાણ્યા વ્યક્તિમાં પણ એક મિત્ર મળ્યાનો આનંદ હતો.જેક મારા પગની સામે જોઈ જ રહેલો.

મને લાગ્યું કે આ કેમ આમ જુએ છે?હું એની ભાષા નોહતી સમજી રહી કે ન એ મારી ભાષા સમજી રહેલો અમે ચહેરાના હાવભાવથી એકબીજાની વાત સમજી રહેલાં.

મને વાગેલુ હોવાથી ચાલતા ચાલતા દુખાવો ઉપડ્યો.

જેકે મને આદેશ આપતાં કહ્યુ,

"Stand up for a minute"

મારાથી ગુસ્સામાં કહેવાઈ ગયું....લે વળી કેમ?

જેક સહેજ ખારો થયો ગુસ્સામાં બોલ્યો;
"Don't you understand once you say stand up"

પોતાની બેગમાંથી ફસ્ટેજ બોક્ષ નિકાળી મને દવા લગાવી.હું દુઃખાવાથી સિકસ્કાઈ રહેલી.પરંતુ દવા લગાવ્યા પછી થોડી મને થોડી રાહત થઈ હતી.
      મારા મનમાં જે નકારાત્મકતા હતી એ ધીરે ધીરે દુર થઇ ગઇ.મને એનામાં સરસ મિત્ર દેખાઈ રહ્યો હતો.
મારો અને જેકનુ રહેઠાણ ભલે અલગ હતું,અમે સારા મિત્ર બની ગયેલા.

      અમે ફટાફટ બેઉ એકબીજાનો હાથ પકડી ફટાફટ ભાગી રહ્યા હતા.

કેમકે આજે કાળી ચૌદશનો દિવસ હોવાથી રિયાલિટી શો શરૂ થવાની તૈયારીમાં જ હતો જે જોવા આવ્યા હતા તે.

જેકે ફરી મને પુછ્યું"ઓય...શેમ યુ આર બેટર લેડી...?"

હું એને ધ્યાનથી સાંભળી પછી જ પ્રત્યુત્તર આપી રહેલી.

જમવાનો સમય હતો થઈ ગયો હતો.

મહારાજે એક હાંક પાડી,ચાલો સૌ જમવા હાથ મોંઢું ધોઈ આવો.

આજે શું જમવાનું છે? આવું ફરી મારાથી પુછાઈ ગયું

ગોરિયાઓની સામે જોઈ મહારાજ સહેજ ગિન્નાઈ ગયાં.

મારાથી કહેવાઈ ગયું ઠીક તો છે ને મહારાજ બધું?અમારા લાયેલા સીધાને બુરા બેહાલ તો નથી થયાં ને...?કંઈક તો જવાબ આપો...

મહારાજ સહેજ ડરેલા મનથી કહે,"નહીં તો....?"

મારાથી પુછાઈ ગયું તો ચહેરે  ઉદાસી શાની છે...?

મહારાજે જવાબમાં કહ્યું,"આ ગોરિયા લોકોને ભાવશે એની ચિંતા સતાવે છે?"
મારાથી કહેવાઈ ગયું કે ભાવશે...એમને એમાં તમારો પ્રેમ પણ છુપાયેલ છે.😊મારુ ગ્રુપ મને તિરસ્કારભરી નજરે જોઈ જ રહેલું પણ મને એનાથી શું ફેર પડે છે?

અમે સૌ ફ્રેશ થવા ગયાં,અમારુ અને જેકનુ રહેઠાણ અલગ હતું પરંતુ જમવાના સમયે જ મળેલા.
નવો મિત્ર બન્યો હોવાનો દિલમાં રાજીપો હતો.હું અને જેક બેઉ એકબીજા સાથે મૌનની ભાષામાં વાત કરી રહેલા.
     
       અમારી સાથે ગોરા અંગ્રેજની સાથે ગોરી મેડમો પણ હતી.
      
      ત્યાં ફોરેનર્સ અમારી સાથે બાજરીના રોટલા,રીંગણનો ઓળો,છાશ,તળેલા મરચાં રજવાડી સ્ટાઇલ વઘાર કરેલ વેજિટેબલ ખિચડી,જોડે કઢી પકોડા અને છાશ...જમવાનું તો બહુ મસ્ત હતું.શરીરમાં થાક હોવાથી ભરપેટ જમ્યા અમે.

જેકને હું પુછી રહી હતી જમવાનું ભાવે છે,કંઈ જોઈએ તો કહેજે?

જેક ચહેરાના હાવભાવ પરથી મને જવાબ આપતો.

"The food is delicious, I enjoyed it very much."

હું અને જેક બેઉ સાથે જમી રહ્યા હતા ત્યારે મારા ગ્રુપના સૌ સભ્યોએ ઉપરછલ્લી ભાષામાં પુછ્યું,"હાય....હાય....શૈમી પગમાં શું થયું છે આ તને તું ઠીક તો છે ને....?ટેક કેર હા....હું..."મૌનથી પ્રત્યુત્તર આંખોનાં પોપચાં ઢાળી જવાબ આપી એમનું મુલ્યાંકન કરી રહેલી...

પછી અચાનક જેક જોડે બેસી એને પ્રેમપુર્વક નિહાળી રહેલી,અમે બેઉ સાથે જ હતાં.

રિયાલિટી શો હવે શરૂ જ થવાનો હતો,જેને જોવા અમે આવ્યા હતા એ છે "ખતરાનું એક એલાર્મ..."અને હરતી ફરતી કબરો...કોઈ આને "બોલતી કબરો" પણ કહેતું હતું
       આજે તો કાળી ચૌદશ હતી તો જલ્સા પડી જવાના સાંભલપુરમાં મધરાતે રિયાલિટી શો જોવા માટે તત્પર હતા.

        અમે સૌ તૈયાર થઈ ગયાં.હું જેકની રાહ જોઈ બેઠેલી.ખબર નહીં કેમ મને આ સબંધ માટે એકાએક લગાવ જ થઈ ગયો આ વાત તો મને પણ ખબર નો'હતી.હશે...જે હોય તે...પોતાની જાતને સ્વસ્થ કરી ઊપડી ગઈ.

          સૌ બધાં જ મિત્રો રાહ જોઈ બેઠેલા કે હવે શું થશે તેની ત્યાં જ એક ડરામણુ એલાર્મ વાગ્યુ આ જોઈ હાથમાંથી ફોન પણ પડી ગયો.

ગાઈડને પુછ્યું,"એ આ શું હતું ? ગાઈડે સહેજ પોતાના ચહેરા પર સહેજ હાસ્ય સાથે કહ્યું "ખતરાનુ એક અલાર્મ..."

મેં સવાલને વધુ ઊંડાણમાં ઉતાર્યો ખતરાનું એલાર્મ એટલે...?અને આવુ કેટલી વાર વાગે છે?

          સૌ હસી રહ્યા હતા પણ હસનારના છક્કા ત્યારે છૂટવાના હતા કે જ્યારે કબરોમાં થતી સહેજ શું પૂરેપૂરી હલન ચલન સાથે આત્માઓ વિચિત્ર ચિસો મોત તાંડવ કરશે,આ કોઈ અદ્રશ્ય સ્વરૂપે શો નહીં થાય આતો બાપુ લાઈવ શો જોવા મળશે...

પણ હજી તો આ પહેલું જ એલાર્મ હતું"અમુક કહે અમે આવી વાહિયાત વાતોમાં ન માનીએ પુરાવો જોઈએ બસ."

ભુરિયાઓ પણ એવું જ કહી રહ્યા હતાં.


       ગાઈડ કહી રહેલા કે કેવું લાગ્યું મારાથી કહેવાઈ ગયું કે બહુ ખતરનાક કહેવું પડે જેક મને જોઈ મનોમન હસી રહેલો.પણ હું મારી ધૂનમાં જ હતી.ગાઈડ બોલ્યા કે હજી આતો શરૂઆત છે...

કાળી ચૌદશની રાત હતી,કબર આગળ વડા અને ભજિયાં મૂકી,પરત જોયા વગર સૌ પોતપોતાના ઘરમાં ચાલ્યા ગયા.આ ત્રાડો ગામના લોકોને પણ ભયમાં મુકી દેતી હતી.
સૌ કકડાટ કાઢી રહ્યા હતા.

હજી "ખતરાનુ બીજું અલાર્મ"વાગ્યુ આ સાવધાન કરવાનું હતું...

પણ કોઈએ આને ગંભીરતાથી લીધું...સૌ પોતાની મસ્તી ઝૂમી રહ્યા હતા.પરંતુ જ્યારે ત્રીજી વારનું આ અલાર્મ વાગ્યુ.એમાં અમૂક તો ડરથી જ ભાગી પડ્યા તો અમૂક બેહોશ થઈ ગયા.
       આ બધાં પછી એક છેલ્લુ હ્રદયને ફાળી નાંખે તેવું દ્રશ્ય તો હવે શરૂ થવાનું હતું કબરમાંથી એકાએક ડરામણી ચીસ સંભળાવવી,કૂતરાનુ રડવુ કાગડાઓનું આક્રંદ કરવું,શિયાળની લાડી કરવી. ચામાચિડિયાઓનું પણ ચહકવાની સાથે એકાએક આત્માઓનુ બહાર આવવું પરિભ્રમણ કરવું પોતાની આહુતિ તો ગ્રહણ કરવી સાથે સાથે તેઓ આક્રંદભરી ચિસો અને એકાએક હાસ્ય અવાજ બદલવો રાતનો સમય હતો,આત્માઓની અઘટિત માંગણીઓને પણ જોવાની હતી.આ બધું આજે
લાઈવ સ્વરૂપે જોવાનો લાહ્વો મળી રહ્યો હતો,એટલે હિંમત એકઠી કરી.જેને પણ આ વાતના પુરાવાઓ માંગ્યા હતા,તો એમના તો હોંશકોસ ઉડી ગયા,પુરાવો તો શું ઊભા થવાનાય લાયક ન રહ્યા.
આ હ્રદયમાં કંપારી લાવે એમા કોઈ શંકાને સ્થાન જ નો'હતુ.
          આત્માને જ્યારે આમ જોઈ ત્યારે જેક અને તેનું ગ્રુપ કંઈ સમજ્યું નહીં એટલે "Great fun once again"
         આત્માઓ જે રીતે ડરામણો અવાજ નિકાળી રહી હતી એ જોઈને દિલમાં ફાડ પડી રહી હતી,આ લાઈવ શો જોઈ બેહોશ થઈ જવાયું આ જોઈ અમને આશા તો નોહતી કે જીવંત બચીશુ એવી પણ આ તો ઈશ્વરની દયા હતી.
હું પણ બેહોશ હતી,એકાએક હોશ આવી ગયું તો જોયું કે હું ક્યાં આવી ગઈ?મને અહીં કોણ લાવ્યું?સવાલો મનમાં બહુ હતાં,પોતાની જાતને ઠીક કરી જેકને જોવા તત્પર હતી એ કેવી હાલતમાં હશે?ઠીક તો હશે ને...?
જોયુ જેક સામેના નિરાંતે પલંગમાં સુઈ રહ્યો હતો.આ જોઈ થોડી મને હા....શ...થઈ
સમજ તો હજી પણ નોહતુ આવતું કે અમને કોણ લાવ્યું.

સવાર પડી એટલે જેક સવારે ફ્રેશ થઈ રહ્યો હતો.હું સુઈ રહી હતી.મને ડિસ્ટર્બ ન થાય એની એને ખાસ સાવચેતી રાખી.મારાથી પુછાઈ ગયું,હાય...ભૂરુ ઊંઘ આવી હતી?તને...

જેક ખુશી સાથે "યા...યા..."કરી રહ્યો હતો.

હું પણ એને જોઈ ખુશ થઇ રહી હતી.ઊંઘ પુરી થઈ એટલે હું પોતાની જાતને ફ્રેશ ફિલ કરી રહી હતી.

જેક પ્રેમથી કહી રહેલો "હાય શેમ....ટેક કેર ગ્રેટ ટુ મીટ યુ...બટ આઈ.એમ.ગોઈગ કેનેડા..."

મારું મન તેને રોકી રહ્યું હતું પોતાના દુર્વ્યવહાર બદલ માંફી પણ માંગી રહ્યું હતું.એને મને માફ કરી હતી એવું એના વર્તન પરથી લાગી રહ્યું હતું.
       
       મારાથી કહેવાયા વગર ન રહેવાયું એ રોકાઈ જા ને....ભુરુ..."

જેક અહીંથી જાવુ જરૂરી કહી રહ્યો હતો.સાથે એક મેસેજ પણ જોડી ગયો.

"Thank you, instead of taking care of me, I have to part with you. I am always sad.  If it is possible to go, I am very lucky to have a feeling of intimacy from you even in an unknown country. Come to Canada, so we will live the moment again, but this time we will not erase it like this, but we will make this moment more exciting.....check the cover under your pillow.bye bye tack care ummmma"

એના કહેવા મૂજબ ઓશિકાનુ કવર ચેક કર્યું એટલે એની ચીઠ્ઠી મળી સાથે એક બ્રેસલેટ પણ...

આ વાતને તો વર્ષો વિતી ગયાં પરંતુ આ સાંભલપુરનું આ દ્રશ્ય યાદ આવે તો ફરી ડરનુ આવરણ ઉપર પડી જાય છે,
પરંતુ જેકની મનમોહક સ્માઈલ આ બધી જ વાત પર પડદો પાડી મારા દિલને હળવાશ આપે છે....મને માણસાઈ પર વિશ્વાસ પરાણે પણ કરાવે છે.
        આ વાર્તા કાલ્પનિક છે,પાત્રો પણ વાસ્તવિક હોવાનો કોઈ જ દાવો નથી કરતાં અચાનક જ આવેલો વિચારનું ફળ સ્વરૂપ છે આ વાર્તા.
આ વાર્તા કેવી લાગી મને આપના અમુલ્ય પ્રતિભાવ આપજો....


©શૈમી ઓઝા"લફ્ઝ"














      


Comments

Popular Posts