કાવ્ય:કેશગુંફન

વાળની શેરોથી રચાયેલી ડીગ્રી...


*શબ્દસંખ્યા:-*

*તારીખ:-*12/9/22


*રચના..........*


સુંદર કેશ એ તો સુંદરતા વધારે છે...આ સરસ વાળ એ તો કુદરત તરફથી મળેલી ભેટ છે....એની જાળવણી કરીએ એકવાળની કિંમત ટાલિયાને પુછો કે શું હોય છે અને કેશને મજાની વળ આપવામાં આવે તો બાકી વાત જ શું કરવી સુંદરતાને ચાર ચાંદ લગાડી દે છે...જે કઢંગો દેખાવ પણ સુંદરતા માં ફેરવી દે છે,એ તો જાદુ છે...હવે આપણે કાવ્ય રુપિ કેશગુંફન કરીએ

"એ...ચાલ સખી આપણે...સુંદરતા વધારે તેવી જગ્યાએ જાઈએ,

જોજે જલ્દી કરજે હો
આપણો વારો જતો ન રે,

તહેવારો હોય કે પછી પ્રસંગ લિમિટેડની તક્તિ લાગી ન જાય...

કેશગુંફન કહો કે હેર સ્ટાઇલ એ તો તમારા વિસ્તાર પર આધારિત છે,
અમે તો દેશી ભાષામાં "મોંથુ બોધવું"કહીએ

જાત જાતની ને ભાત ભાતની ડિઝાઇન પાડી વાળને સજાવવા જઈએ...

જલ્દી કર વ્હાલી પછી જગ્યા નહીં મળે,

ઢળતી ઉંમરે વાળ ધોળા થાય તો શું થયુ આ જગ્યાએ તો લી જાદુ થાય છે,જાદુ જાતજાતના મશીનોને મોંઘીદાટ ક્રીમો તો મોંઘામૂલા સ્પ્રે જે આપણને સુંદર બનાવે છે...

હાલ સખી યુવાન બનાવતી ધોળા વાળને કાળા બનાવતી,રફવાળને દર્પણ જેવા બનાવી આપતી શોપમાં જઈએ...

આ સુંદરતા અને માથાની ચોટલીઓ પળભરની ચ્યમ ના રહી થોડીવાર માટે તો ઘરડાંમાંથી યુવાન બની જાઈએ ચાલ લી ઝપાટો કર નહીં તો પાછી ભીડ થઈ જાહે...ને આપણે ઘૈડા રઈ જસુ લી...

દોડો ભાગો સુંદર બનાવી દેતી ફેક્ટરીમાં જાઈએ

શૈમી ઓઝા "લફ્ઝ"


*હું✍️શૈમી ઓઝા "લફ્ઝ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.


Comments