કાવ્ય:ચાની ચુસ્કી...
ચાની ચુસ્કી...
ચાનો ઘૂંટડો જે દિલના રગરગમાં પ્રસરી તાજગી ઉપહારમાં આપે છે,શરીર માં રહેલી થકાવટ દૂર કરી,આળસ ભગાડે દૂર,ચાનો એક એક ઘૂંટ જે મગજના બંધ દરવાજા ખોલી દે છે....
સવાર પડે ઘર ચાને સુંગધથી મહેંકી ઉઠે,કોઈ સાદી ચા બનાવે કે કોઈ આદુ પુદીના વાળી,તો કોઈ વળી નાંખે એમાં,તુલસી નવો જમાનો આવ્યો બાપુ કોઈ નાંખે ચા નો મસાલો...આપણી ચા દરેક નાસ્તાનો સ્વાદ વધારે..છે,એ મેગી હોય કે પછી ગોટા હોય કે પછી બાજરીનો કડક રોટલો પણ કેમ ન હોય...દિલ ખુશ કરી દે બાપુ...
આપણી ચા ઘરે ઘરે અલગ ટેસ્ટની હોય હોસ્પિટલની ચા કંઈ અલગ હોય,હોસ્ટેલ ની ચા વાત જ જવા દો પાણી જેવી પારદર્શક...
આપણે સ્વાદિષ્ટને બહુ ચાખી હવે લગ્નજીવનની ચા નો આનંદ ઉઠાવીએ
એ પ્રિયે ચાલને આપણે આવનારી વર્ષગાંઠને યાદગાર બનાવીએ તું ચા મૂકજે પણ હા એમાં તારા પ્રેમરુપિ વ્યંજન એડ કરવાનું ચૂકતો નહીં,આ વર્ષને યાદગાર બનાવવા જેટલો ફાળો મારો હશે એટલો તારો પણ હોવો જોઇએ ને...
તુ ચાની ભૂકી બનજે ને હું ખાંડ બનીશ આપણા જીવનમાં સહનશક્તિ,જતું કરવાની ભાવનાના બીજ
રુપિ ને પછી કડક બનાવવા જરૂર પડે ત્યારે ક્લાસ પણ લેશું,આવા અદભુત મસાલા એડ કરી આપણા લગ્નજીવનની ચા બનાવીશું શું સાથ આપનો મળશે ને?
આપણે જીવનને મધૂર બનાવીએ પણ કેવી રીતે?
ચાના ઘૂંટડાથી શુભ શરૂઆત કરી આપણી વર્ષગાંઠ યાદગાર બનાવી એ પ્રિયે...યાદોને જીવનની ડાયરીમાં ભરીએ..પણ શુભ શરૂઆત ચા થી કરીએ...
©શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment