પ્રથમનાટક:પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ સેનાની...
પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ સેનાની...
(ધો:8ના એકમ:3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એકમ આધારિત)
(બાળકોને નાટ્યાત્મક પદ્ધતિ દ્વારા અપાતી એકમની સ્પષ્ટસમજ)
હેતુ:બાળકો એકમને સમજે,
સા.વિ.માં રસ કેળવે,
મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે
બાળકો એકમનુ ચિંતન કરે,બાળક થોડી સમજ કેળવે
1857-1947આ સમયમાં આઝાદી મેળવવા માટેની અનેક લડતો શરૂ થઈ તેમાંનો એક હતો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ...
ઈ.સ.1857સંગ્રામના થવાના કારણોમાં 1)રાજકીય કારણો
2)વહીવટી કારણો
3)આર્થિક કારણો
4)સામાજિક અને ધાર્મિક કારણ
5)તાત્કાલિક કારણ
આપણે એમાંનુ તાત્કાલિક કારણ જોઈએ
(સૌ સૈનિકો બરાકપૂરમાં લશ્કરી છાવણી પાથરી બેઠા છે...મંગલ પાંડે સહિત)
ભારતીય સૈનિકો ઈસ્ટ ઈન્ડિયા કંપની પ્રત્યે વફાદાર અને કર્તવ્યનિષ્ઠ હતા.
ત્યાં એક સૈનિક હાંફતો હાંફતો આવે છે.
મંગલપાંડે:એ...શું વાત છે...મિત્ર બધું સહકુશળ તો છે ને...!
સૈનિક:આક્કા સમાચાર જ કંઈ એવા છે...
મંગલ પાંડે:તમે કહો તો ખબર પડે...
મુસ્લિમ સૈનિક:અસલામ વાલેકુમ આક્કા સમાચાર સાંભળશો તો તમે પણ અંદરથી ધ્રૂજી ઉઠશો અને લોહી પણ ઊકળી ઉઠશે તમારું
મંગલ પાડે:તમે કહેશો કે પછી આમ પહેલીઓ પર પહેલીઓ જ બુઝાવે રાખશો!
મુસ્લિમ સૈનિક ઉદાસ ચહેરા સાથે:સમાચાર એમ છે કે જુની બ્રાઉન રાઈફલ હતી ને એની જગ્યાએ નવી એન્ફિલ્ડ રાઈફલ આવી છે!
ઈશ્વરી પ્રસાદ (હિંદુ સૈનિક):અરે...ભગવાન શું તમે પણ આમાં શું છે...તે તમે આટલા બધા ઉદાસ છો!
મંગલ પાંડે:અરે...ભાઈઓ આ શું કહે છે એકવાર સાંભળી તો લો...બોલો ભાઈજાન...
મુસ્લિમ સૈનિક:એન્ફિલ્ડ રાઈફલમાં કારતૂસના
ઉપરની જે કેપને દાંતેથી તોડવાની છે.
ફરી પેલો સૈનિક બોલ્યો:ઓહો....આતે કંઈ વાત થઈ...શું તમે પણ
મુસ્લીમ સૈનિક:આક્કા પુરી વાત સાંભળો પહેલા...પછી તમે તમારું મંતવ્ય આપો...
આપણા જે બંગાળમાં રહેલા આપણા સૈનિક ભાઈબંધુઓ દ્વારા એ જાણવા મળ્યું છે કે આ કારતૂસો ઉપર લગાવવામાં આવેલી કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે..!!...
હિન્દુ મુસ્લિમ સૌ સૈનિકો આશ્ચર્ય સાથે આઘાત અનુભવતા:હૈ...
આ વાતની પુષ્ટિ કરવા
ચાર હિન્દુ સૈનિક અને ચાર મુસ્લિમ સૈનિક વૃદ્ધોનો વેશ લઈ કારતૂસ બનતી હોય તે કોટડીમાં જાય છે,ત્યાં ગાય અને ડૂક્કરની ચરબીને ભઠ્ઠીમાં તપાવી તેની કેપ બનાવી કારતૂસો ઉપર લગાવતા હોય છે ...
પરંતુ આ દ્રશ્ય જોઈ હિન્દુ અને મુસ્લિમ સૈનિકો આક્રોશથી પાછા આવે છે...
ઈશ્વરી પ્રસાદ:એ...અત્યારે મૌન સેવો...નહીં તો આપણે પકડાઈ જાશું..આ ને આક્રોશ જરા બચાવી રાખો યોગ્ય સમયે કામ આવશે..
સૌ પરત પોતાની છાવણીમાં આવે છે...
આ ચાર સૈનિકો આ વાત ઉપર પરસ્પર ચર્ચા કરતાં હોય છે
હિન્દુ સૈનિક:અરે...તમે આ શુ કહો છો!
આ વાક્યની હકીકત જાણવા આતુર હોય તેમ...
મંગલ પાંડે:આક્કા તમે આ વાતની પર સાચા તો છો ને...?
મુસ્લિમ સૈનિક:અલ્લાહ કસમ...આ વાત પર હું સાચો જ છું...
અમારા ઈસ્લામમાં તો ડુક્કરનું માંસ વજર્ય છે,અને મેં એવું પણ સાંભળ્યુ છે કે તમારા હિંદુઓમાં તમે સૌ ગાયને માતા માનો છો તે!
આ વાતને અમે પણ જાણીએ છીએ...
(આ જોઈ હિંદુ અને મુસ્લિમ સૈનિકો અકડાઈ ઉઠ્યા...)
ઈશ્વરી પ્રસાદ (હિંદુ સૈનિક રઘવાટ સાથે):બહુ થયું અંગ્રજોનું આપણી કર્તવ્યનિષ્ઠા અને વફાદારીનું આ મુલ્ય મળી રહ્યું છે...?આ તે કેટલું યોગ્ય છે!
મુસ્લિમ અને હિન્દુ સૈનિકો
બુલંદ અવાજ સાથે ):હા...હા...નથી યોગ્ય!નથી યોગ્ય...
ઈશ્વર હિન્દુ સૈનિક:એક તો અંગ્રેજ સૈનિકની સરખામણીમાં આપણી કામગીરી વધુ છતાંય પગાર પણ ઓછો મળે છે,અને પાછું આપણી ધાર્મિક લાગણીઓ સાથે રમત!આ તે કેટલું યોગ્ય છે!!
મુસ્લિમ સૈનિકો:હા ભાઈજાન વાત તો તમે વ્યાજબી કહી હો...આતો અન્યાય છે...
ઈશ્વરી પ્રસાદ (હિન્દુ સૈનિક):હા...આતો...
અત્યાચાર છે...
મુસ્લિમ સૈનિક:આ કારતૂસની કેપને જો મોંઢાથી મૂકવામાં આવે તો આપણો ધર્મભ્રષ્ટ થાય...તમે ભગવાનના તો અમે અલ્લાહના ગુનેગાર થઈએ!
ઈશ્વરી પ્રસાદ (હિંદુ સૈનિક):હા...ભાઈજાન વાત તો તમારી સાચી છે...
મુસ્લિમ સૈનિક:તો હવે આપણે શું કરશું...
(હિન્દુ અને મુસ્લિમ સૈનિકો આગળ શું કરવુ એની પરસ્પર ઉગ્ર ચર્ચા કરી રહ્યા હતા...)
ઈશ્વરી પ્રસાદ(હિન્દુ સૈનિક):કાલે સવાર પડે એટલી જ વાર...આપણે આ બાબતે અવાજ તો ઊઠાવીશુ જ કંઈ પણ થાય.
મુસ્લિમ સૈનિક: હા...ભાઈ જાન...કેમ નહીં...આપણે આપણા પાણીની તાકાત તો બતાવી જ પડશે મિલાવો હાથ...
હિન્દુ સૈનિકો: હા...કેમ નહીં...
(આ વાત અફવા નો'હતી,આ હકીકત જ હતી...)
ભારતીય સૈનિકોએ ઉગ્ર વિરોધ કર્યો.
મૅજર હ્યુસન:See, if you want to do a job, you have to break the cap of the cartridge with your mouth...
ભારતીય સૈનિકો સૌ ભેગા મળી:આનાથી અમારો ધર્મ ભ્રષ્ટ થાય છે એટલે અમે આ નહીં કરીએ...
મેજર હ્યુસન:If you want to work here, you have to do this, work instead of work, religion instead of religion, and if your religion is corrupted, it is your problem, don't look at us here, if you want to work here, you have to break the cap of this cartridge with your mouth.
ભારતીય સૈનિકો ભેગા મળી:ધર્મભ્રષ્ટ કરી કોઈ પણ કરીને કોઈ પણ નહીં કામ નહીં કરીએ...
મેજર હ્યુસેન:Do not forget that you are working under the British, if you want to work here, follow the British laws and regulations, you are not allowed to protest, the sooner you understand this, the better for you.
ભારતીય સૈનિકોમાં મૌન છવાયેલું હતું પરંતુ આ મૌનની રેખા ભેદી મંગલપાંડે ગુસ્સામાં અંગ્રેજ સામે આવ્યો.
મેજર હ્યુસન:soldiers, why are you standing like this? Seize this quickly...quickly...quickly
મંગલપાંડે:(પોતાની પિસ્તોલમાંથી ગોળી છોડતાં):એ...ય...મેજર હ્યુસન લે આ સંભાળ...
(મેજર હ્યુસન ત્યાં ઢળી પડ્યો)
(લેફ્ટનન્ટ બઘને મંગલપાંડેને પકડવા આગળ વધે એ પહેલાં)
મંગલપાંડે:(સિંહની જેમ આગળ વધી):લે...તને બહુ વફાદારી છે ને તારા મેજરની...તો....લેફ્ટનન્ટ બઘ તુ પણ જા તારા મેજર હ્યુસન પાસે...ચાલ...જા...
મંગલપાંડેએ લેફ્ટનન્ટ બઘને પણ માર્યો.
અંગ્રેજ સૈનિકો આ જોઈ ભયમાં મુકાયા.
અંગ્રેજ સૈનિક:Our Major Hussain sir orders to arrest him.
સૌએ ભેગા મળીને મંગલપાંડેની ધરપકડ કરી..
કોર્ટમાં કેસ ચાલ્યો,અંગ્રેજ કાનુન મુજબ કોર્ટમાં જર્જ પોતાનો આખરી ચુકાદો આપતાં:Mangalpande has killed two British soldiers this crime is considered unforgivable, Mangalpade is sentenced to death on 8th April 2857 under the crime of taking law into his hands...is...Court as the Gent.
જર્જ:મંગલપાડે તમારે કંઈ કહેવુ છે...
મંગલપાડે એ વખતે મૌન હતાં પરંતુ દેશભક્તિની ભાવના તો દિલમાં સળવળતી હતી.
ભારતીય સૈનિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો
આમ ને આમ ગણતરીના દિવસો પણ પુરા થયાં
8 એપ્રિલ 1857નો દિવસ આવી ગયો.
મંગલપાંડેને જલ્લાદે કાળુ કપડું ઓઢાડી મંગલપાંડેના બંન્ને હાથને બાંધી જેલરે ઈશારો કર્યો જલ્લાદે ફાંસીના માંચડા પરનું દોરડું મંગલપાંડેના ગળામાં પહેરાવે છે.ઉગ્ર અવાજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ....
સૌ ભારતીય સૈનિકો પણ મંગલ પાંડે સાથે આ નારો પૂકારે...છે..."વંદે માતરમ્ ભારત માતા કી જય"
મંગલપાંડેને આ સાથે ફાંસી અપાય છે ભારતીય સૈનિકો માં શૌકનો માહોલ પ્રસરાય છે અને
(પડદો પડી જાય છે.)
ભારત માતા કી જય
વંદે માતરમ્....
©શૈમી ઓઝા "લફ્ઝ"
આ નાટક લખવાનો મારો પ્રથમ પ્રયાસ છે આપ સૌ પોતાના મંતવ્ય આપી શકો છો...આ મારુ પહેલું નાટક છે...
Comments
Post a Comment