લેખ:કેટલીક સમજદારીની વાતો...
કેટલીક સમજદારીની વાતો...
આખીય દુનિયા એકબાજુ માં ના આશીર્વાદ એક બાજુ સ્ત્રી એક શક્તિ છે,મંદિરની મુર્તી ને દેવી રુબરુ સ્ત્રીઓ પ્રતાડિત કેમ થાય છે...?કેમકે દરેક સ્ત્રી એ પોતાની જાતને ઓળખવાની જરૂર છે,પોતાની અંદર રહેલા શક્તિ પુંજ ને ઝળહળાવવાની જરૂર છે,એકબીજાને નીચા પાડવામાંથી બહાર આવી એકતા કેળવવી પડશે,તો જ એ સાચુ સ્ત્રી સશક્તિકરણ કરણ કહી શકાય પુરુષો જોડે લડી ઝગડી પછી પોતાનો હક જમાવી ખાધા ખોરાકી તો જાણે એવી રીતે પડાવવી કે જાણે ઈન્કમટેક્ષ ઑફિસર જાણે કે ટેક્સ વસુલ કરવા માટે થર્ડ ડિગ્રીનો પ્રયોગ ન કરતાં હોય!તો કોઈ વાર પોતાના અંગત ઝગડામાં બાળકોને પણ ઘસેડે તો સાસુ વહુ વચ્ચે ઘરમાં જોરદાર જંગ ઘરમાં ચાલતી હોય એમાં વચ્ચે બિચારો પતિ સેન્ડવીચ બને.સબંધોમાં વિશ્વાસ સહનશીલતાને સમજણશક્તિ ખુબ મહત્વની બાબત છે,બીજું બધું ખાલી સ્ત્રીઓને ગેરમાર્ગે દોરવાની ફોગટ વાતો છે...એમાંથી સ્ત્રીઓએ જાતે જ બહાર આવવું પડશે એકતા કપુરનો શો તમને ગેરમાર્ગે દોરશે પરંતુ બહાર નહીં લાવે...આપણે આવી કક્ષામાં ન આવીએ...
પોતાની એક ડોકિયું કરી જોવાની જરૂર છે,હજાર હાથવાળીમાંની છબીને આપણે આ છીએ...
પરિસ્થિતિમાં પોતાની જાતને વશ કરી આપણે સમાધાન સાધી લઈએ છીએ,નાની નાની ખુશીઓ આપણને ખુશ કરી દે છે....
પુરુષ અને સ્ત્રી તો સંસારરૂપી રથના બે પૈડા છે,એક પૈડુ ટૂટી જાય તો રથ કેમ ચાલે?આ વાત તો સમજવાની જરૂર છે.પુરુષ સમોવડા શું કામ બનવું આપણું પણ ખુદનું એક અસ્તિત્વ છે એને શું કામ કોઈના જેવા ઢાંચામાં ઢાળી પોતાની જાતને મલીન કરવી.
આપણે સ્ત્રી તરીકે ખુશ છીએ આત્મવિશ્વાસ એમ નથી આવતો બહુ ચડાવ ઉતરાવ ને સંઘર્ષ બાદ આવે છે...
આ સમજણ કેળવી ગર્વ કરો પોતાની જાત પર કે હું સ્ત્રી છું.હું સ્ત્રી છું,હા હું સ્ત્રી છું શરીરનું કોઈ અંગ બગડે તો દવા કરાવીએ કાપી થોડું ફેકીએ છીએ આખાય ધરતીનો ભાર પ્રભુએ મને ઝીલવાની તાકાત આપી છે.આપણને નવા જીવને પોતાની જાતથી છૂટો પાડવાની તાકાત જો આપી છે,જ્યારે તકલીફ પડે થાક લાગે જ્યારે માનીએ કે આપણે હારી ગયા છીએ ત્યારે પરમાત્માનું નામ જ કાફી છે...
જે હિંમત મજાની પાઠવે છે...
આપણે પ્રભુના સહાયક બની કોઈની સાથે પોતાની જાત સાથે ન સરખાવી આ પર્વમાં મન મુકી ગરબે ઝૂમીએ માં ની નિ:સ્વાર્થ અને નિષ્પાપ હ્રદયથી ભક્તિ કરી હળવા થઈ નવરાત્રી મનાવીએ નવદુર્ગાને કોટી કોટી વંદન
જય પાર્વતી માં
શૈમી ઓઝા'લફ્ઝ'
Comments
Post a Comment