કાવ્ય:છેલ્લો દિવસ...જીવનની શરૂઆત...


છેલ્લો દિવસ...જીવનની શરૂઆત...

(બાલિયાસણ સ્કુલ સાથેના સંસ્મરણો...)

(11-7-22થી 11-9-22)

આવ્યા હતા કેટલાક સવાલો સાથે,કોણ કેવું હશે તે ભય લઈ અહીંથી આવેલા પરંતુ એક મીઠી અવિસ્મરણીય યાદ લઈ છૂટા પડીએ છીએ.
લઈ વડીલ સ્ટાર્ફમિત્રો અને પ્રિન્સિપાલ સરના આશીર્વાદ લઈ.જીવનની નવી શરૂઆત તરફ મીટ માંડીએ છીએ.

11-7-22થી 
સમયે ક્યાં સ્પીડ પકડી ખબર જ ન પડી.સમય આવી ગયો સૌથી છૂટા પડવાનો, પરંતુ કોણ કહે છે કે છૂટા પડ્યા છીએ,દિલથી લાગણીઓથી તો જોડાયેલા છીએ તો વિદાય શાની?નવું નામ નવી જગ્યા નવા માણસો હતાં પરંતુ કેટલુંક શાબ્દિક તો કેટલુંક અશાબ્દિક પ્રેમનું આદાન પ્રદાન મને અજાણ્યાથી જાણીતા તરફ લઈ ગયું.
મને એવું જ લાગ્યું કે હું મારા જ ગામમાં ન આવી હોવ...જાણે કે!
શાળાની વ્યવસ્થા,કુદરતી સૌંદર્ય સરસ હતું.સુવિધા પણ સરસ છે.

અજાણ્યાથી જાણીતા બનવાની સફર,મંજૂરી પત્રક લઈ પરમિશન લેવા આવવાથી શરૂ થઈ જેમ દિવસો વિતતા ગયા તેમ સબંધો ગાઢ બનતા ગયા,આ ગાડીને ન તો કોઈ એક્સીલેટર હતું કે ન બ્રેક આતો અસ્મસ્તિ જગ્યાએ  આવી સ્ટેન્ડ લીધું એ જગ્યા હતી યાદ અને લાગણીનું સ્ટેન્ડ કે જે એકબીજાને આપી ફરી મળીશું એવી આશા સાથે છૂટા પડવાનું.

      સૌ શિક્ષકમિત્રોએ અમને ક્યારેય અજાણ્યા જેવો આભાસ પણ નથી થવા દીધો.અમને પણ પોતાના સ્ટાર્ફનો એક ભાગ જ ગણ્યો.કંઈ પણ પ્રવૃત્તિ હોય બધા એમાં અમને સાથ સહકાર આપ્યો છે,એ માટે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે,આભાર તો પરાયાનો મનાય આતો અમારા માટે પોતીકા છે એમને વડીલ સમાન પ્રેમ જ હોય.

    વિદ્યાર્થીઓ અને નાનાબાળકો એજ કિલકારી કરી દિલખુશ કરી દેતાં.કાલીઘેલી ભાષામાં "મેદમ,મેદમ કહેવું દિલ ખુશ કરી દે છે.અમે પણ ભૂલી જ ગયેલા કે અમે પણ વિદ્યાર્થી છીએ એવું,

    એ જ માસૂમ ચહેરામાં એ નિર્દોષ આંખમાં પ્રભુના બાળસ્વરૂપને જોયું છે.
આ આખું ચિત્ર હૈયે એમનેમ અકબંધ છે,એને કોઈ વાઈટનર પણ ન ભૂંસી શકે.

      કંઈ પણ પ્રવૃત્તિ હોય કે કોઈ પાઠનો મુદ્દો હોય તો સૌ વિદ્યાર્થીઓના હાથ ઊંચા જ હોય કોઈ વાર પડાપડી તો કોઈવાર ધક્કા મૂકી હોય આ બધું એક દિવસનું નથી આતો શિક્ષક મિત્રો અને પ્રિન્સિપાલ સરના યથાર્થ શ્રમરૂપિ તપસ્યાનું ફળ છે.

    અમે અલગ ન ગણતા એક સ્ટાફનુ સદસ્ય માંની પ્રેમ અને આત્મિયતાની લાગણી બદલે બાલિયાસણ શાળા પરિવારનો આભાર કયા શબ્દોમાં માનુ શબ્દો જ ઓછા પડે છે.

વિદ્યાર્થીઓએ પણ અમને સાથ સહકાર આપ્યો,અમે પણ એમના ટીચર જેવું માન સન્માન આપ્યું છે એ બદલે એમનો પણ ખુબ આભાર...

આપણે ક્યાં વિદાય લીધી છે,એકબીજાથી!
યાદોથી તો જોડાયેલા જ છીએ આતો એક કદમ જીવનની મંઝિલ તરફ ભર્યું છે.

છેલ્લે આપ સૌનો ખુબ ખુબ આભાર....



©શૈમી ઓઝા "લફ્ઝ"

Comments