કાવ્ય:આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ સ્પેશિયલ સ્ત્રીસફર



આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ...

સ્ત્રીપાત્રોની સફર

દિકરી શબ્દની નથી કોઈ પરિભાષા હોતી,જ્યાં દિકરી અવતરે છે,
ત્યાં નવી એક પરિભાષાનું સર્જન થાય છે.

કોણ કહે છે કે માતા દુર્ગા મંદિરમાં છે,કિકિયારી કરી કિલ્લોલ મચાવી ઘર ગુંજવી ઉઠતી દિકરીમાં દુર્ગામાંની ઝલક નિહાળી છે,મંદિરમાં પથ્થરની મૂર્તિને તો સાડી ઓઢાળાય છે પરંતુ જીવંત દેવીના વસ્ત્રો શું કામ ખેંચાય છે?સ્ત્રીઓ નથી બિચારી,અબળા કે ઉપભોગ સામગ્રી..અલગ અસ્તિત્વ અને સ્વતંત્રતાની ઝંખના એમને પણ હોય છે

બેટી બચાવો બેટી પઢાવોના જમાનામાં લિંગ પરીક્ષણ,ને દિકરા દિકરી વચ્ચે થતા ભેદભાવ આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ,આ પરિસ્થિતિની સમજ કેળવવી મારા ગજા બહાર ની છે...

સ્ત્રી વિનાનો સંસાર પૈડા વગરના રથ જેવો હોય છે,
સ્ત્રી વગર પુરુષ અધુરો હોય છે આ જાણવા છતાંય સ્ત્રીઓના ઠઠ્ઠા પરિહાસ શું કામ?

તમે ગમે તેટલો પરિહાસ કરો છતાંય જેના ખભે માથુ મૂકો ત્યારે હળવાશ અનુભવો છો એ અનુભૂતિ પણ સ્ત્રી જ છે...

કોઈ પણ સ્વરૂપે તમારા જીવનમાં આવે છે ને સુના જીવનને મધૂર કરી દે છે...

પાત્રો જુદા હોય છે સમય સંજોગ અનુરૂપ ડાયલોગ્સ જુદા હોય છે અને હા ઘટનાક્રમ તો એનાથીય જુદા કેમ ન હોય પરંતુ સ્ત્રીપાત્રો વગર તો સર્જનમાં પણ અધુરાશ લાગે છે...

કહેવું સૌ માટે આસાન છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ પરંતુ અજાણ્યા ઘરમાં મહિનો રહી તો જુઓ,
નવ મહિના ભાર લઈ ફરી તો જુઓ,કોઈ વાર સમાજ ખાતર કે રીત રિવાજના નામ પર પોતાની જાતની આહુતિ તો આપી જુઓ,
કોઈવાર પોતાના સપનાં રુપિ ચલચિત્રને નજર સમક્ષ રોંદાતુ જોઈ તો જુઓ,કોઈ વાર આ સાંભળવાની મજા તો લો
તું છોકરી છે જરા મર્યાદા માં રહે,અજાણ્યા ઘરમાં પોતાનુ અગણિત બિન વળતર યોગદાન આપી આ વાક્ય તો સાંભળી જોવો ઘરે રહી તમારે શું કરવાનું હોય છે!આવા આકરા સવાલોના જવાબો આપવા તો ક્યારેક મેણાંટોણાંના વરસાદમાં પોતાની જાતને ભિંજાવીને પણ પોતાના દિલને કઠણ કરી ચહેરે સ્મિત રાખવું નથી તમે ધારો એટલું સહેલું,અને તમે કેટલું સરળતાથી કહો છો કે સ્ત્રીઓને શું ખબર પડે...?ખબર તો પડે છે પરંતુ જુઠી આબરૂ અને મોભા ખાતર બધું ઝેર પચાવી જીવન જીવવાનું શીખી જવાય છે...

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments