કાવ્ય:યાદગાર કરવાચોથ

યાદગાર કરવાચોથ....


ઉગતી પરોઢને સુર્યોદય પહેલા,

હરખે ઉઠાઈ ગયું,કરવાચોથના ઉપવાસ જો હતાં,એકબાજુ ઘરનું કામને નિર્જળા ઉપવાસ છતાંય હૈયે હામ હતી, એ હરખે નાહી ધોઈ
હાથમાં પૂજાની થાળી સપનાંઓની ને ઈચ્છાઓની ટોકરી પણ હતી,કરવા માં ની પૂજા માટે મંદિર ઉપડી ગઈ.
એ જ લાલ શણગાર ને નવ પરણિતા બની મંદિર ઉપડી,
મન મુકી પૂજા કરી,સાંજનો સમય આવ્યો તેમ મળવાની તલપ વધી આપને જોવાની પણ ઝપાટાબંધ સમય રાતનો પણ આવી ગયેલો,એમ એમ દિલ પોતાની ઉપર કાબુ ખોઈ રહ્યું હતું.ચંદ્ર ખીલી રહેલો,આપનું મૂખ જોઈ ઉપવાસ ખોલી જળ આપના હાથે પીવું તું,
પરંતુ નસીબ આગળ પાંદડુ કહેવાય છે,એમાં ક્યાં કોઈનુંય ચાલે છે,કરેલું વ્રત આપની દિર્ઘાયુ ને આજીવન પ્રેમથી બાંધેલી ડોર મજબૂત થાય પરંતુ,એકાએક એવા વિખૂટા પડી ગયા કે ન ફરી ક્યારેય મળીશુ એવા વચનો પણ હકીકતમાં ન ફેરવી શકીએ,
મારા કંઈ પુણ્ય ઓછા પડ્યા હોય કે પછી પૂજા અધૂરી હોય એવું બની શકે,કરવાચોથ તો એજ છે,દિ પણ એ જ છે પરંતુ આપ નથી મારા સંગ....ઉફ્ફ...આ મન પણ કેટલું ચંચળ છે,દિલમાં છૂપાયેલા વ્યક્તિને બહાર ખાખાખોળા કરી શોધે છે...એકાએક અલગ પડી જવું એતો લેણદેણની વાત છે,પરંતુ દર કરવાચોથે દિલ તમને ઝંખે છે,પરંતુ કુદરતના નિર્ણયને પણ તો વધાવવાનો હતો...કુદરતે ધાર્યું તો પુનર્જન્મે પુનઃમિલન થાશે...એવી ઝંખના સાથે વિરહરુપી જામ પીને જીવવુ ફાવશે...

પરંતુ આ બહુ થયું,રડવા કૂટી છાતી પિટવાનુ હવે મને મારી જાત માટે જીવવું છે...

મારા સોળ શણગારથી આપની ઉંમર વધે એ સાંભળી હરખ થયો,પરંતુ કરવાચોથ મને મારી ખૂદની ઉંમર વધારવા કરવા દો...પરંતુ મને મારી જાત માટે સજવા સંવરવા દો, કેમકે હવે ની કરવાચોથ મારી જાત માટે કરીશ હું મારી લાંબી ઉંમર માટે કરીશ ન દર્દ ન પીડા કે ન વિરહરુપી જામ પીવાની ઝંઝટ...

શૈમી ઓઝા "લફ્ઝ"©




Comments

Popular Posts