આદ્યાત્મિક કાવ્ય:પ્રિતનો રંગ ઘાટો...
પ્રિતનો રંગ ઘાટો...❤️
એ...વ્હાલમ તમે મને રંગવા જ માંગતા હોવ તો પ્રિતનો એવો રંગ લગાડજો કે દરેક જન્મે પાક્કો થતો જાય,એને દુનિયારુપિ ટેલકમ પાઉડર પણ ન નિકાળી શકે.જેમ જેમ સબંધોની અદેખાઈ દુનિયા કરે એટલો રંગ ઘાટોને સબંધનો દોરો મજબુત થાય,તમને રંગ લગાવી આપસંગ પ્રણય હોળી ખેલુ એવી લાયકાત નથી મારી,તમારી મુર્તી ને પ્રેમનોરંગ લગાવી શકું એટલું આપજો,આ જન્મમરણનો ફેરો ને ભવોભવ જે દિલને બોજ આપે છે,એ લક્ષ્મી અર્ધાંગિનના અંશાવતાર તમે જેવા દ્રોપદીના સખા બન્યા એમ મારા પણ સખા બનજો,રાધા બનવા માટે ત્યાગ જોઈએ ને રૂક્ષ્મણી બનવા માટે લાયકાત,મીરાં બનવા વિરહરુપી ઝેર પચાવવુ,એ તો મને વારસામાં પિતા શિવ તરફથી મળ્યું છે,કેમકે પિતા નિલકંઠનો વારસો આવ્યા વગર ન રહે,તમે દેવ દેવની લાગવગ કરી શકો ને પિતા શિવની લાગવગ તો માન્ય રાખી શકો ને,મારે કંઈ જ નથી જોઈતું પ્રભુ એક મિત્ર તરીકે નો સાથ જોઈએ છે...એ તો પ્રભુ મળશે ને...આપના દરબારમાં તો સૌ સમાન હોય પણ હા હું ભગવાન શિવની દિકરી એટલે તમારે પિતાની તો લાગવગ કરવી જ પડશે,દોસ્તીરુપિ રંગે આપના હાથે રંગાવવુ મને લખ ચોરાસી ભવ સુધી ગમશે,હું તમને દોસ્તીરુપી રંગ લગાડવા આવી છું... તો મારો આ રંગ મંજૂર કરશો ને?
દોસ્તી મા લિખિતંગ ન હોય આપની ચરણદાસી જ બરાબર છું...
©શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment