કાવ્ય:મહેંદી...
મહેંદી...
એક ભાત મૂકાઈ આપના નામની એક રશ્મ એવી પણ નિભાવી હાથ મારા ને મહેંદી આપના નામની રચાઈ ગઈ,
લોકલાજને ઝૂઠી આબરૂ ખાતર તો આ બ્રહ્માસ્ત્ર દિલમાં ઉતાર્યું,મેં પણ દિલ તો હજી કોરુ હતું...
મહેંદીનો રંગ ચડે ત્યારે આપના પ્રેમની સિધ્ધિ થાય,એક મહેંદી વગર સોળ શણગાર છે અધૂરા,શુભ પ્રસંગ હોય કે પછી ધાર્મિક ક્રિયા મહેંદી ન મૂકો ત્યાં સુધી
ફિકુ લાગે છે...ભાત ભલે ગમે તેવી હોય પણ મહેંદી સુના શમણાને રંગીન બનાવે છે...
મેહેદીનો રંગ તે એવો ચડ્યો કે બે વલોપાત કરી રહેલા દિલ એકબીજામાં લીન થઈ ગયા...ભાત ભલે દુલ્હન હોય કે પછી અરેબિક...આ જ તો છે...મહેદીનો એક રંગ પ્રેમનો જીવનનું ને એનાથીય વધુ તારા મારા પ્રેમનું પણ કંઈક આવું જ ક્લાઈમેક્સ છે...વ્હાલુ...
શૈમી ઓઝા "લફ્ઝ"©
Comments
Post a Comment