ચિંતનલેખ:આત્મહત્યા એક ગંભીર સમસ્યા...

આત્મહત્યા

આત્મહત્યા શબ્દ કાને પડતા જ હૈયું બેસી જાય છે...પરંતુ લોકો આવું કાર્ય કરતાં જરાય અચકાહટ નથી અનુભવતા.

      

         આપણા જીવનને હણવાનો અધિકાર માત્રને માત્ર ઇશ્વરનો જ છે.આત્મહત્યા કરે તે કાયર કહેવાય,જેને સંઘર્ષ કરવાની તાકાત ન હોય,એને કાયર કહેવાય.આ અધિકાર ઈશ્વરનો જ છે...


પરંતુ આ વાત બહુ અફસોસ સાથે કહેવી પડે છે જે લોકો આપણા આદર્શ રહેલા હોય છે પ્રતિષ્ઠિત વર્ગ,બોલિવૂડ હોય કે પછી ટેલિવિઝનની અંદર આત્મહત્યા ન કરવાની પ્રેરણા આપનાર લોકોને પણ વાસ્તવિક જીવનમાં સંઘર્ષથી હારતા જોયા છે તો અતિ સફળતા બાદ મળતી નિષ્ફળતા એ કોઈપણ ક્ષેત્રે હોય કરિયર હોય આગવી અચીવમેન્ટ હોય કે પછી પ્રેમસબંધોમાં અચાનક મળતી નિષ્ફળતા જે માણસને તોડી રાખે છે,આ નિષ્ફળતા જ્યારે હદ વટાવે છે,ત્યારે માણસ આ અધમ કૃત્ય પર ઉતરી આવે છે...એ...છે પોતાની જાતને ખત્મ કરવી...


       આત્મહત્યા કરવી એ તો કંઈ સમસ્યાઓનું હલ નથી.શું આત્મહત્યા કરવાની સમસ્યાઓનું સમાધાન આવે છે...નથી ને...?તો શું કામ હારેલા લોકો આત્મહત્યા કરવા જેવું ગંભીર કદમ કેમ ઉઠાવે છે,તો કારણ બહુ સાદું જ્યારે સફળ વ્યક્તિ હોય છે કે ત્યારે લોકો તેની આગળ પાછળ મંડરાયેલી વસ્તી જ્યારે તેની નિષ્ફળતાનો સમય હોય,ત્યારે ક્યાં ગાયબ થઈ જાય છે.એ નથી સમજાઈ રહ્યું.નિષ્ફળતા માણસ સતત પ્રેમ હૂંફ તો પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ યોગ્ય માર્ગદર્શન ઈચ્છતી હોય છે.પરંતુ આ ન મળતા માણસ આ છેલ્લું અધમકક્ષાનું કદમ ઉઠાવે છે.પરંતુ આગળ પડતા લોકોમાં આ ડિપ્રેશન,તનાવની અસર વધુ જોવા મળે છે. એ રિશ્તા ક્યા કહલાતા હૈ ફેમ વૈશાલી ઠક્કર જેમને પ્રેમમાં નિષ્ફળતા મળતા તેમને જીવનનો અંત આણ્યો.આ કેટલી ગજબ વાત છે કે ગમતી વ્યક્તિ ન મળતા પોતાની જાત ખત્મ કરી દેવી,પણ આપણા આવા કદમ પાછળ પેરેન્ટ્સ પર શું વિતે છે.આ વાત સમજમાં એ વખતે તો નથી આવતી.કેમકે માનસપટ પર ગહેરો ઘાત જો થયો હોય છે.

આગળ પડતા લોકો એમાં આવો ટ્રેન્ડ જોવા વધુ મળે છે.આપણે સુશાંતભાઈ રાજપુત,પ્રત્યુષા બેનર્જી,વૈશાલી ઠક્કર આવા કેટલાક સેલિબ્રિટી તો છે પરંતુ આ ખેડૂતમાં ઉપજ ન આવતા તો અહીં ધંધામાં નિષ્ફળતા, અને હા વધુમાં જોઈએ તો લગ્ન માટે રિજેક્ટ થયેલ યુવકને યુવતીઓ,ધોરણ:10 અને12મા પરિણામ ઓછું આવતા આ પરિસ્થિતિ જોવા મળે છે,પણ આને માટે જવાબદાર લોકો હોય છે.માણસ જેટલી નિષ્ફળ અને રિજેક્ટ થવાથી નથી હારતો એટલો લોકોના મેણાટોણાથી હારે છે.કોઈને પ્રેમ હૂંફ ન આપી શકો તો કંઈ જ નહીં પરંતુ કોઈને આમ નિરાશ ન કરો.તમારા આ વજ્રઘાત સમાન મેણા કોઈ પરિવારના સદસ્યને પોતાનો જીવ લેવા માટે મજબુર કરે છે.આ કેટલેક અંશે વ્યાજબી છે...એ સમજી શકીએ છીએ આપણે એટલા તો ના સમજ તો નથી જ...

      પરંતુ ઈશ્વરની આપેલી આ અમુલ્ય ભેટને માણી લેવી.

કેમકે જીવન નહીં મળે ફરીથી,ચડાવ ઉતરાવ તો આવે...રાખે જેટલું જીવ્યા એટલું મજાથી જીવીએ.."


©શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts