ચિંતન લેખ:આવરણ....

આવરણ...
       આવરણ એટલે કે ઢાંકવુ.એક એવું પરિબળ કે જે વ્યક્તિ અને વસ્તુને ઢાંકવા માટે ઉપયોગી નિવડે છે.આવરણ કોઈ વાર રક્ષાકવચ પણ બની જાય છે જેમકે મહાભારતકાળ માં કર્ણ માટે કવચ અને કૂંડળ.

આવરણ જે વસ્તુ અને વ્યક્તિ બેઉની સુંદરતા વધારે છે....

         આપણે જોઈએ કે આવરણથી પ્રકૃતિ પણ સુંદર લાગે છે.પૃથ્વી ચાર આવરણોની બનેલી છે,મૃદાવરણ,જલાવરણ જીવાવરણ,વાતાવરણની.
જે પૃથ્વીની સુંદરતા વધારે છે.આવરણ ખાલી સુંદરતા વધારે છે એવુ પણ નથી હોતું,રક્ષણ કરે છે.

આપણે કપડાંની વાત કરીએ તો શરીરની સુંદરતાની સાથે શરીરનું ઠંડી,ગરમીને,વરસાદથી રક્ષણ કરે છે.ત્વચાને પણ મુલાયમ રાખે છે.

     જમીનના આવરણો જમીનની મજબૂતાઈ, ફળદ્રુપતા જાળવવાની સહાય કરે છે.જમીનને જ્વાળામુખીથી રક્ષણ આપે છે...

આપણે ફોનમાં પણ જોઈએ છીએ કે આઈ ફોન હોય કે પછી એન્ડ્રોઇડ ફોન પર આપણી નજર ક્યારેય ટકે છે કે જ્યારે સ્માર્ટફોન કવરથી આકર્ષિત હોય ત્યારે તો સુંદરતા વધે છે.તો ટફનગ્લાસરુપી આવરણ ફોનનું રક્ષણ પણ કરે છે.
લેપટોપ હોય કે પછી વોશિંગમશીન,કે પછી ફ્રીજ જેટલા સુંદર એમનેમ લાગે છે એના કરતાં વધુ કવરમાં આપણું ધ્યાન ખેંચે છે.

આવરણ ચડાવેલી વસ્તુ જે આપણો દ્રષ્ટિકોણ બદલી દે છે,
         એવું નથી હોતુ કે આવરણ ખાલી માણસ માટે જ હોય છે,આવરણ વસ્તુઓની સુંદરતા વધારે છે,માણસનું શરીર પણ આવરણોનુ બનેલું છે,નાનું મગજને મોટું મગજ પણ ખોપરીની અંદર આવેલા છે...હ્રદય પણ છાતીનુ પિંજરાની અંદર ડાબા ક્ષેપકે પેટના પોલાણમાં સ્થિત છે.આવરણ સુંદરતાની સાથે સાથે રક્ષણ પણ આપે છે.વિચારોનું આવરણ અમૂકના દેખાડવાના અલગને ચાવવાના અલગ હોય.પરંતુ સારા હોવાનો મુખવટો પહેરીને સજ્જનતાનુ આવરણ ચડાવતા પણ જોયા છે...આ દુનિયા છે તો બનાવટ તો થવાની...પરંતુ કપટીઓના મનમાં એવું હોય કે હું સારી કે સારો છું પરંતુ એકના એક દિવસ તો બનાવટી આવરણ આજ નહીં તો કાલ તૂટે જ છે....એમાં કોઈ શંકા નથી જ.તમે જેવું વાવો એવું જ લણો છે એ કુદરતની અદાલતનો ન્યાય છે.આ સ્વીકારવો જ રહ્યો...




*હું✍️શૈમી ઓઝા "લફ્ઝ"બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*

Comments

Popular Posts