કાવ્ય:દિવાળીના બદલાઈ રહેલા રંગો...
દિવાળીના બદલાતા રંગો...
દિવાળી આવી ખુશીઓની
ભેટ સોગાદ લાવી,લક્ષ્મી માતા ધનતેરસ પર આવ્યા ભક્તોને ધન સમૃદ્ધિના આશીર્વાદ દેવા,સૌ ભક્તો એ તેમને ફૂલડે વધાવીયા.
કાળી ચૌદશે મહાકાળી કાળભૈરવ સંગ આવ્યા,
ભક્તોને અભયતાનું વરદાન આપવા,વડા,પૂરી રુપી અળસ કાઢી મહાકાળી કાળભૈરવને વધાવ્યા રે...
જે દિવસની રાહ જોઈ એ દિવસ તો આવી ગયો,આખુય જગત દિવાની રોશનીથી ઝમમગેને અમાસે પણ અજવાસ લાગે...આ પર્વને સૌએ તારામંડળ ને ફટાકડાના ટંકારનાદે વધાવીયો રે...
તારામંડળની રોશની તો ફટાકડાનો ગર્જનાદથી ગૂજારવ કરે તો એક પરિવાર બે ટંકના ખાવા માટે તરસે,એક પરિવાર ઘી ના દિવા કરે,તો એક પરિવાર દવા માટે તરસે ભગવાન સૌને એટલું આપજો ક્યારેય કોઈ ભૂખ્યો ન મરે,મારી ખુશીમાથી થોડો કાપ મુકી પ્રભુ એ લોકોને આપજો જે આના હકદાર છે...
નવાવર્ષના વધામણા હોશે હોશે કર્યા પંચાગ બદલાયુ રાશિ બદલાઈ, પરંતુ હાલાતમા ન તો કોઈ બદલાવ કે ન કોઈ સુધારો, અમૂક પરિવાર મો મીઠુું કરી નવું વર્ષ મનાવે,તો બીજો પરિવાર પૈસા ક્યારે આવે ને બે ટંકનુ ખાવા ભાળે,એની ચાતક નજરે રાહ જોવાય,
તો કોઈ મોંઘાદાટ કપડાં ખરીદે તો કોઈ કપડામાં ના કાણા થિગડાથી છુપાવે,આ જ તો છે,ઈશ્વરે બનાવેલી રંગીન દુનિયાની કાળી હકીકત,આ હકીકત સદાયને માટે ભૂંસાઈ રામરાજ્ય સ્થપાય એવી ઈશ્વરને કોટિ કોટિ વંદના...
નવુ વર્ષ સૌ માટે સુખદાયી રહે,સૌ કોઈની પ્રગતિ થાય એવી મંગલકામના...
હેપ્પી દિવાળી...
નુતનવર્ષા અભિનંદન
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment