કાવ્ય:મતદાનની તૈયારી
મતદાનની તૈયારી...
અરે...અરે...એક યુધ્ધ કેરા ટંકાર થયા જાગો રે ભાઈ જાગો...
એ વ્હાલા અલબેલા મતદાર ભાઈ ઓ રાહ કોની જોવો છો...જરા સુતા હોય તો જાગજો...ચૂંટણી કેરા અવસિરયા આવ્યા...
ઢોલ નગારાને ડિજેની રેલમછેલ મારો પક્ષ મોટો ને મારો પક્ષ મોટોની મજાની ચડસાચડસી જામી,ધરણી પ્રચારથી ગૂંજી,
આપણો અમુલ્ય ફાળો આપીએ... જરા આપણે સૌ બાયો ચડાવીએ...મત આપણો અમુલ્ય છે,આનંદ હરખે મતદાન કરવા જઈએ સૂતેલો જુસ્સો જગાડીએ...
વ્હાલા મતદારો જરા સંભાળી સંભાળી અવસર માણજો...વ્હાલા...
તમારો એક મત દેશબદલી નાંખવાની તાકાત દર્શાવે છે...આ અમુલ્ય અમૃત જરા સંભાળી સંભાળી વાપરજો...એ...જાગો મતદારો અવસર આવ્યો...
ચૂંટણીના ઓવારણાં લેવા હાલો...
ઢોલનો તાલ છે...આપણો ઉત્સાહ છે...વાયદાઓની મૌસમ છે...હાલો ને મતદાન કરવા હાલો ને...
આંતરસુઝથી મત આપીએ...દેશના વિકાસમાં ફાળો આપીએ આપણે ભારતનું ભાવી છીએ સમજી અવસરને માણીએ થોડી નાસ્તાની તો થોડી ગરબાની ઉત્સુકતા સંગ ચુંટણી અવસર માણીએ,યોગ્ય નેતાને લાવીએ... યુવાધનો જાગો જાગો જરા જાગો...તમે મતદાન કરવા હાલો ને...
તમે મતદાન કરવા હાલો ને...
©શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment