કાવ્ય:મતદાન જાગૃતિ
મતદાન જાગૃતિ...
આજે ચોતરફ ઢોલ ઢબુકિયા રે,આપણે ફટાફટ ડગલા ભરીએ રે...
ઓ મતદાતા...આ અવસર એમ ન ગૂમાવીએ રે...ઓ મતદાતા,
મતદાતાઓ આનંદ કરો,
નેતાઓ વિનવતા વિનવતા
દ્વારે આવ્યા રે નાચો ગાવો,ડીજે ને ચડસાચડસી કેરા પડઘા ધરણી ઉપર પડ્યા રે...ઓ મતદાતા...
આપણે તો રહ્યા ઘડવૈયા રે...આપણા મતની તાકાત બતાવીએ રે...ઓ મતદાતા..
વ્હાલા થોડા ઉતાવળા હાલો...જો જો ઉત્સાહી મતદાતા અવસર અજાણતા છૂટી ન જાય,
જરા ચેતન થાજો,
સૌ જનતા હોંશે હોંશે બાંયો ચડાવી કોલરને ટાઈટ કરો...
ન સુતેલા વાયદા સાંભળો ન નાસ્તાની લાલચ કરો,ન દયામણા ચહેરા જોવો,
લાલચ પડશે ભારે રે જનતા ચેતીને ચાલો,આ અવસરને આનંદે વધાવો રે...
આપણો એક એક મત છે સોના નો રે,ન વેડફાઈ જાય જરા ચેતીને ચાલો...આ અવસરને હાસ્ય ઉમંગે સૌ વધાવજો રે ઓ મતદાતા...
આપણે યુવાપેઢી દેશની તાકાત છીએ આ વાત મનમાં ગાંઠ એવી વાળીએ કે ન છૂટે ઝટ,આપણે ભારતનું ભાવી છીએ,દેશને વિકાસશીલથી વિકસિત બનાવવા પ્રયાસ કરીએ...
ખોટા ઉશ્કેરાટમાં ન આવીએ રે...
ઓ મતદાતા,આ મત આપવાનો અવસર એમ ન ગૂમાવીએ રે...
ચૂંટણીના અવસર વધામણાં અમુલ્ય મતદાનથી કરીએ,
દેશને પ્રગતિના પંથે દોરી જાઈએ,સાચી સરકાર લાવીએ રે...ઓ મતદાતા...
ચૂંટણીના અવસરને સૌ દેશવાસી ભેગા મળી ઉજવીએ,
શૈમી ઓઝા "લફ્ઝ"મહેસાણા
("જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર પી.ટી.સી.કોલેજ"
અભ્યાસ:ફેશન ડિઝાઈનીંગ ડિપ્લોમા બી.એ.બી.એડ.(હાલમાં)તા:ઈડર જિલ્લો:સાબરકાંઠા)
Comments
Post a Comment