કાવ્ય:ભાઈ

ભાઈ

આ સબંધ છે બહુ નિરાળો,
ઘડીક ઝગડોને ઘડીકમાં સંધિ કરાર...

વાત વાતમાં ઝગડો વાદ વિવાદને પછી મનામણા

આવો પ્રેમ હતો યમુનાને
પ્રભુ યમનો
કહેવાય છે કે મૃત્યુના દેવતા,પરંતુ ભાઈબીજે બન્યા મહેરબાન...આ પવિત્ર તહેવાર ભાઈ બીજ કહેવાય ભાઈ બહેનના ઘેર જાય સરસ જમે ને સગુન રુપે ભેટ વ્યંજન આપે...આ પર્વ જે આનંદે મનાવે એની પર યમ કૃપાળુ થાય...અકાળે મોત ન આપે કદી

આ તો છે મૃત્યુના દેવ યમનો મહિમા...

સૌ ભાઈઓને ભાઈબીજની શુભેચ્છાઓ

શૈમી ઓઝા "લફ્ઝ"©


Comments